ટ્રેન્ડિંગયુટિલીટી

WhatsApp ની મોટી અપડેટ! હવે નંબર દેખાયા વિના થશે ચેટ, આવી ગયું જોરદાર ફીચર

WhatsApp Username Feature: વોટ્સએપ (WhatsApp) એક લોકપ્રિય ઇન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે. ફેમિલી ગ્રુપ હોય કે ઓફિસનું કામકાજ, આ એપ દરેક જગ્યાએ વાતચીતનું મુખ્ય માધ્યમ બની ચૂકી છે. યુઝર્સના અનુભવને વધુ બહેતર બનાવવા માટે વોટ્સએપ અવારનવાર નવા ફીચર્સ લોન્ચ કરતું રહે છે. હવે વોટ્સએપ પર કોઈની પણ સાથે વાત કરવા માટે તમારે તમારો પર્સનલ મોબાઈલ નંબર આપવાની જરૂર નહીં પડે. કંપનીએ આખરે મોસ્ટ અવેટેડ ‘યુઝરનેમ’ (Username) ફીચર રોલઆઉટ કરવાનું શરૂ કરી દીધું છે. આનો અર્થ એ છે કે હવે તમે ઇન્સ્ટાગ્રામ કે ટેલિગ્રામની જેમ વોટ્સએપ પર પણ પોતાનું એક યુનિક યુઝરનેમ બનાવી શકશો.

આ ફીચર આવવાથી યુઝર્સની પ્રાઈવસી (Privacy) પહેલા કરતાં વધુ મજબૂત બનશે. જો કોઈ અજાણી વ્યક્તિ તમને મેસેજ કરશે, તો તેને તમારો ફોન નંબર દેખાવાને બદલે માત્ર તમારું યુઝરનેમ જ દેખાશે.

Username ફીચરની મુખ્ય બાબતો:
* નંબર રહેશે સિક્રેટ: ગ્રુપ ચેટ્સ કે ડાયરેક્ટ મેસેજમાં અજાણ્યા લોકોને તમારો પર્સનલ મોબાઈલ નંબર જોવા મળશે નહીં.
* બદલવાની આઝાદી: તમે જ્યારે ઈચ્છો ત્યારે તમારું યુઝરનેમ બદલી શકો છો. આનાથી તમારી જૂની ચેટ કે ડેટા પર કોઈ અસર નહીં થાય.
* લોગિન માટે નંબર જરૂરી: એકાઉન્ટ લોગ-ઈન અને રિકવરી માટે તમારો મોબાઈલ નંબર પહેલાની જેમ જ લિંક રહેશે, બસ તે અન્ય યુઝર્સથી છુપાયેલો રહેશે.
* તદ્દન ઓપ્શનલ: આ ફીચરનો ઉપયોગ કરવો કે નહીં તે સંપૂર્ણપણે તમારી મરજી પર આધારિત છે. જો તમે યુઝરનેમ બનાવવા ન માંગતા હોવ, તો પહેલાની જેમ માત્ર નંબરથી પણ વોટ્સએપ ચલાવી શકો છો.

યુઝરનેમ બનાવવા માટેના નિયમો શું છે?
વોટ્સએપ પર યુઝરનેમ સેટ કરવા માટે કંપનીએ કેટલાક નિયમો નક્કી કર્યા છે, જે નીચે મુજબ છે:

* યુઝરનેમ 3 થી 35 કેરેક્ટર (અક્ષર) વચ્ચેનું હોવું જોઈએ.
* તેમાં ઓછામાં ઓછો એક લેટર (A-Z અથવા a-z) હોવો ફરજિયાત છે.
* તમે સ્મોલ લેટર્સ (lowercase), નંબર્સ, ડોટ (.) અને અંડરસ્કોર (_) નો ઉપયોગ કરી શકો છો.
* યુઝરનેમની શરૂઆતમાં કે અંતમાં ‘www.’ અથવા ‘.com’ જેવી વસ્તુઓ હોવી જોઈએ નહીં.

વોટ્સએપ યુઝરનેમ કેવી રીતે સેટ કરશો?
જો તમને આ નવું ફીચર મળી ગયું છે, તો તમે નીચેના સ્ટેપ્સ ફોલો કરીને તેને સેટ કરી શકો છો:

* સૌથી પહેલા તમારા ફોનમાં WhatsApp ઓપન કરો.
* એન્ડ્રોઇડ (Android) ફોનમાં ઉપર જમણી બાજુએ આપેલા ત્રણ ડોટ્સ પર ક્લિક કરીને Settings માં જાઓ અથવા આઇફોન (iPhone) માં નીચે આપેલા Settings ટેબ પર ટેપ કરો.
* હવે સૌથી ઉપર દેખાતા પ્રોફાઇલ ફોટો અથવા તમારા નામ પર ક્લિક કરો.
* પ્રોફાઇલ સેટિંગ્સમાં તમને Username નો ઓપ્શન જોવા મળશે, તેના પર ટેપ કરો.
* અહીં તમારું મનપસંદ યુઝરનેમ એન્ટર કરો. વોટ્સએપ ઓટોમેટિકલી ચેક કરશે કે તે નામ અવેલેબલ છે કે નહીં. જો નામ ખાલી હશે, તો તેને સેવ (Save) કરી લો.

આ પણ વાંચોઃ Gaza: ડર અને આઘાત વચ્ચે ગાઝાના બાળકો કેમ થઈ રહ્યા છે શાંત?

આ પણ વાંચોઃ Weather Alert: 90 કિમીની ઝડપે પવન ફૂંકાવાની શક્યતા, સરકારનું ખાસ વેધર એલર્ટ

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

Back to top button