Whatsapp નું સર્વર થયું ડાઉન : યુઝર્સ થયાં પરેશાન
WhatsAppની સેવાઓ હાલ બંધ પડી ગઈ છે. Whatsapp નું સર્વર થયું ડાઉન થયું હોય તેની ટ્વિટર પર ઢગલાબંધ ફરીયાદો આવી છે. Whatsapp નાં વપરાશકર્તાઓ દ્ધારા મેસેજ અને Whatsapp કોલ નથી થતો એવી ફરીયાદો આવી રહી છે. દેશનાં અનેક રાજ્યોમાં વોટ્સએપનું સર્વર ડાઉન થઈ ગયું છે. ઘણા વપરાશકર્તાઓએ WhatsApp ડાઉન થવાની ફરિયાદ કરી છે. વેબસાઈટ ટ્રેકર ડાઉન ડિટેક્ટર અનુસાર, 3 હજારથી વધુ લોકોએ તેનો રિપોર્ટ પણ નોંધાવ્યો છે. વોટ્સએપ કામ ન કરવાના સમાચાર ટ્વિટર પર પણ ટ્રેન્ડ કરી રહ્યા છે. પરંતું હાલ WhatsApp તરફથી કોઈ પ્રતિસાદ અથવા સ્વીકૃતિનાં અહેવાલો આવ્યાં નથી.
People Coming to Twitter to see if WhatsApp is down#WhatsappDown pic.twitter.com/eGi25KiQhU
— Bella Ciao (Chai) (@punjabiii_munda) October 25, 2022
આ પણ વાંચો : વોટ્સએપ સ્ટેટસમાં મોટો ફેરફાર થયો, હવે આ રીતે પણ દેખાશે સ્ટેટસ
વોટ્સઅપના 2 અબજ જેટલા મંથલી એક્ટિવ યુઝર
કેટલાક વપરાશકર્તાઓએ મેસેજિંગ પ્લેટફોર્મ પર મેસેજ મોકલવામાં અથવા પ્રાપ્ત કરવામાં મુશ્કેલી થવાની જાણ કરી છે. જો કે હજી સુધી આ અંગે વોટ્સએપ દ્વારા કોઈ સત્તાવાર નિવેદન આપવામાં આવ્યું નથી. ઉલ્લેખનીય છે કે વિશ્વમાં ફેસબુકના 2.85 અબજ મંથલી એક્ટિવ યુઝર છે. જ્યારે વોટ્સઅપના 2 અબજ અને ઈન્સ્ટાગ્રામના 1.38 અબજ જેટલાં મંથલી એક્ટિવ યુઝર છે.