યુટિલીટીસાયન્સ એન્ડ ટેકનોલોજી

WhatsAppની વધશે મજા, એપ્લિકેશન અપડેટ કરવા પર મળશે આ મજેદાર ફીચર…

Text To Speech

સોશિયલ મીડિયા પ્લેટફોર્મમાં સમયાંતરે તેમના યૂઝર્સ માટે નવા-નવા ફીચર્સ આવતા રહે છે. આ ફીચર્સ મજેદાર હોય છે. ફેસબુક અને ઈન્સ્ટાગ્રામ પર રિએક્શન ફીચર તો પહેલાથી જ હતું. પરંતુ હવે આ વોટ્સએપમાં પણ રોલઆઉટ કરવામાં આવ્યું છે. તેનો અર્થ એ થયો કે હવે કોઈના વોટ્સએપ સ્ટેટસ પર પણ તમે રિએક્ટ કરી શકો છો.

સ્માર્ટફોનનો ઉપયોગ કરતાં મોટાભાગના લોકો સોશિયલ મીડિયા હેન્ડલ પર પોતાનું અકાઉન્ટ ધરાવે છે. તે પછી વોટ્સએપ, ફેસબુક હોય કે ઈન્સ્ટાગ્રામ કે પછી તેના જેવી અન્ય કોઈ એપ્લિકેશન. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સમયાંતરે અપડેટ થતું રહે છે. તેમા નવા-નવા ફીચર્સ જોવા મળે છે. આ ફીચર્સનો ઉપયોગ કરવાની પણ યૂઝર્સને મજા આવે છે. કોઈની પોસ્ટ પર રિએક્ટ કરવાનું ફીચર ફેસબુક પર પહેલાથી જ હતું, જેમાં તમે લાઈક કરવાના બદલે સેડ ઈમોજી, લાફ્ટર ઈમોજી, લવ ઈમોજી અને કેર ઈમોજી રિએક્ટ કરી શકો છો. જે બાદ આ જ ફીચર ઈન્સ્ટાગ્રામમાં લાવવામાં આવ્યું. ગુરુવારથી વોટ્સએપ રિએક્શન ફીચર યૂઝર્સ માટે રોલ આઉટ કરવામાં આવ્યું છે. દુનિયાભરમાં સૌથી વધારે ઉપયોગમાં લેવાથી આ ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ્લિકેશન સમય-સમય પર યૂઝર્સના સારા અનુભવ માટે નવા-નવા ફીચર્સ લાવતી રહે છે. હવે કંપનીએ રિએક્શન ફીચર સાથે માર્કેટમાં પહેલા જ રહેલી અન્ય એપ્સ જેમ કે ટેલીગ્રામને ટક્કર આપશે. આ ફીચરની યૂઝર્સ રાહ જોઈ રહ્યા હતા. જો કે, હવે તે રાહ ખતમ થઈ છે.


આ લેટેસ્ટ વોટ્સએપ ફીચરના આવવાથી યૂઝર્સ ઈમોજીની મદદથી મેસેજ પર પોતાની પ્રતિક્રિયા એટલે કે રિએક્શન આપી શકે છે. અત્યારે શરુઆતના સ્ટેજમાં તમને છ ઈમોજી મળશે, જેમાં લવ, લાઈક, લાફ, થેન્ક્સ, સરપ્રાઈઝ અને સેડ જેવા ઈમોજી સામેલ છે. શરુઆતના સ્ટેજમાં આટલા ઈમોજી મળશે, પરંતુ આગામી સમયમાં તમામ ઈમોજી મળે તેવી શક્યતા છે. કંપનીના સીઈઓ માર્ક ઝુકરબર્ગે (Mark Zuckerberg) ઈન્સ્ટાગ્રામ સ્ટોરી દ્વારા જણાવ્યું છે કે, વોટ્સએપ રિએક્શન ફીચરને યૂઝરને આપવામાં આવ્યું છે. સ્ટોરીમાં છ અલગ-અલગ ઈમોજી જોવા મળી રહ્યા છે.

 

Back to top button