ટ્રેન્ડિંગસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભવિષ્યનો માણસ કેવો દેખાતો હશે? ન્યુરોસાયન્ટિસ્ટે કર્યુ અદ્ભુત વર્ણન

ન્યુરોસાયન્ટિસ્ટ ડીન બર્નેટે ભવિષ્યમાં માણસ કેવો હશે તેનું અદ્ભુત પ્રિડિક્શન કર્યુ છે. એક્સિડન્ટ, પડવુ, વાગવુ જેવા ઘણા કારણોના લીધે આપણું શરીર વિકાસ કરી રહ્યુ છે. આ ન્યુરોસાયન્ટિસ્ટના જણાવ્યા મુજબ ભવિષ્યમાં આપણું શરીર વધુ લચીલુ અથાર્ત ફ્લેક્સિબલ હશે. આપણને નાની નાની પડવા આખડવાની ઘટનાઓથી ઓછુ નુકશાન થશે. જે રીતે શાર્ક માછલીના શરીરમાં કાર્ટિલેજ સતત વધે છે, તેવું ભવિષ્યમાં આપણી સાથે પણ થઇ શકે છે. આપણા હાડકાં પણ ફ્લેક્સિબલ હશે અને વધુ કાર્ટિલેજના લીધે આપણને ઇજા પણ ઓછી થશે.

ભવિષ્યનો માણસ કેવો દેખાતો હશે? ન્યુરોસાયન્ટિસ્ટે કર્યુ અદ્ભુત વર્ણન hum dekhenge news

હાઇટ વધી જશે

છેલ્લા 100 વર્ષોમાં માણસોની હાઇટ વધી છે. આ આશા આગામી 100 વર્ષમાં પણ છે. એક અભ્યાસ મુજબહ અમેરિકી લોકોની સરેરાશ ઉંચાઇ 5.7 હતી તે વધીને 5.10 થઇ ચુકી છે. જો આવી જ સ્થિતિ રહી તો દરેક વ્યક્તિ બાસ્કેટબોલ પ્લેયરની જેમ ઉંચી હશે.

ચાંચ જેવુ હશે મોં, કેવા હશે દાંત?

શેફીલ્ડ યુનિવર્સીટીના બાયોલોજિસ્ટ ગેરેથ ફ્રેજરે અનુમાન લગાવ્યુ છે કે ભવિષ્યમાં માણસોના દાંત એક બીજા સાથે મળવા લાગશે. માણસોનું મોં પફરફિશ જેવી ચાંચ જેવુ હશે.

ભવિષ્યનો માણસ કેવો દેખાતો હશે? ન્યુરોસાયન્ટિસ્ટે કર્યુ અદ્ભુત વર્ણન hum dekhenge news

લાંબી આંગળીઓ અને ફ્લેક્સિબલ ગરદન

લંબાઇ વધે છે તે રીતે દરેક અંગ પર પણ તેની અસર પડે છે. આપણી આંગળીઓ વધુ લાંબી હશે. તે ફ્લેક્સિબલ પણ હશે. ટાઇપિંગ કે ટચસ્ક્રીન વાળા યંત્રોને ઓપરેટ કરવામાં સરળતા રહેશે. તમે કોઇ પણ વસ્તુને સરળતાથી પકડી શકશો. કેટલાય પ્રકારના કામ કરવામાં મદદ મળશે.

ભવિષ્યનો માણસ કેવો દેખાતો હશે? ન્યુરોસાયન્ટિસ્ટે કર્યુ અદ્ભુત વર્ણન hum dekhenge news

મજબુત હશે ફેફસા

હાર્વર્ડ યુનિવર્સીટીના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર ભવિષ્યમાં આપણા ફેફસા અને માંસપેશીઓ મજબુત હશે જેથી તે વધુ ઓક્સિજન ખેંચી શકે. આપણે ઓછા ઓક્સિજન વાળા સ્થાનો જેમકે મંગળ ગ્રહ પર પણ રહી શકીએ તે માટે આ બધુ બનશે. આપણી હેલ્થ વધુ સારી બનશે.

ભવિષ્યનો માણસ કેવો દેખાતો હશે? ન્યુરોસાયન્ટિસ્ટે કર્યુ અદ્ભુત વર્ણન hum dekhenge news

મગજ કોમ્પ્યુટર જેવુ થશે

આપણે રોજે રોજ નવા નવા ડેટાનો સામનો કરી રહ્યા છીએ. આગામી થોડા વર્ષોમાં તેની માત્રા વધશે. વધુ માહિતિ સંઘરવા માટે મગજ કોમ્પ્યુટર જેવુ શ્રેષ્ઠ બનશે. તે દરેક વસ્તુઓ યાદ રાખી શકશે.

માણસો વધુ મેદસ્વી બનશે

લેન્સેટમાં છપાયેલા એક રિપોર્ટ મુજબ જો વિકસિત દેશોનો 100 વર્ષનો ઇતિહાસ જોઇએ તો માણસો વધુ મેદસ્વી થતા જશે. કોઇ પણ દેશે છેલ્લા 33 વર્ષમાં આ દાવો કર્યો જ છે કે તેઓ મેદસ્વીતાની સમસ્યાથી પીડિત છે. આ સમસ્યા વધતી જશે. સમગ્ર વિશ્વ સામે આ એક મોટી સમસ્યા બનશે.

આ પણ વાંચોઃ બજેટ-2023 : દેશની સુરક્ષા માટે કેટલો થશે ખર્ચ ? પડોશી દેશ સામે શું છે બજેટમાં ફાળવણી

Back to top button