2023માં ઝોમેટો અને સ્વિગી પર સૌથી વધુ કઈ વસ્તુ મંગાવવામાં આવી?
- 2023માં Zomato પર સૌથી વધુ સંખ્યામાં નાસ્તાના ઓર્ડર આપવામાં આવ્યા
- 2023માં મોડી રાત્રે સૌથી વધુ ઓર્ડર દિલ્હીમાં આપવામાં આવ્યા હતા
HD ન્યૂઝ ડેસ્ક, 26 ડિસેમ્બર: 5Gના જમાનામાં હવે લોકો ઘરે બેઠા નાસ્તો કે જમવાનું ઓર્ડર કરવાનું વધુ પસંદ કરી છે, ત્યારે ઓનલાઈન ફૂડ પ્લેટફોર્મ Zomato અને Swiggyનો સતત ઉપયોગ વધી રહ્યો છે. ઘરે બેઠા ફૂડનો ઓર્ડર કરનારની સંખ્યા દિવસેને દિવસે વધી રહી છે. હવે જ્યારે વર્ષ પૂરું થવાનું છે, ત્યારે Zomatoએ લોકો દ્વારા ઓર્ડર કરાયેલી વાનગીઓ વિશે રસપ્રદ ડેટા શેર કર્યો છે. ફૂડ એગ્રીગેટર એપ દ્વારા આપવામાં આવેલા ડેટા પરથી જાણવા મળ્યું છે કે લોકોએ 2023માં સૌથી વધુ મહત્તમ સંખ્યામાં બિરયાનીનો ઓર્ડર આપ્યો હતો. ઓર્ડરના વલણો પર ઝોમેટોના વાર્ષિક અહેવાલ મુજબ, 2023 માં પ્લેટફોર્મ દ્વારા 10.09 કરોડથી વધુ બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યા હતો.
Zomato પછી Swiggyમાં પણ બિરયાની પહેલા નંબરે
ઘરે બેઠા મંગાવેલ ફૂડમાં બિરયાની સતત આઠમા વર્ષે સ્વિગી પર સૌથી વધુ ઓર્ડર કરાયેલી વાનગી રહી છે. 2023માં ભારતમાં પ્રતિ સેકન્ડ 2.5 બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. ફૂડ ડિલિવરી પ્લેટફોર્મે જણાવ્યું હતું કે દર 5.5 ચિકન બિરયાનીની સાથે એક શાકાહારી બિરયાનીનો ઓર્ડર આપવામાં આવ્યો હતો. સમય સાથે બિરયાની પ્રત્યે લોકોનો પ્રેમ એટલે વધ્યો કે 24.9 લાખ વપરાશકર્તાઓએ સ્વિગી પર બિરયાનીનો ઓર્ડર આપ્યો છે.
બિરયાની પછી બીજા નંબરે પિઝા
2023માં બિરયાની પછી જો બીજા નંબરે ઝોમેટો પર સૌથી વધુ ઓર્ડર કરવામાં આવ્યા હોય તો તે પિઝા છે. પિઝાના ઝોમેટો પર 7.45 કરોડથી વધુના ઓર્ડર આપવામાં આવ્યા છે. અહેવાલમાં જણાવાયું છે. નૂડલ બાઉલ્સ 45.5 મિલિયનથી વધુ ઓર્ડર સાથે ત્રીજા સ્થાને આવ્યા હતા.
બેંગલુરુમાંથી મહત્તમ ઓર્ડર આપવામાં આવ્યા
બેંગલુરુમાં 2023માં ઝોમેટો પર સૌથી વધુ નાસ્તાના ઓર્ડર આપવામાં આવ્યા હતા, જ્યારે દિલ્હીમાં મોડી રાત્રે સૌથી વધુ ઓર્ડર આપવામાં આવ્યા હતા. અહેવાલમાં જણાવાયું છે કે કંપનીનો વર્ષનો સૌથી મોટો ઓર્ડર બેંગલુરુથી આવ્યો હતો, જ્યાં એક વપરાશકર્તાએ રૂ. 46,273નો એક જ ઓર્ડર આપ્યો હતો.
આ પણ વાંચો: પ્રેશર કૂકર રિપેર કરવાની અનોખી રીત, જુઓ વીડિયો…