ટ્રેન્ડિંગલાઈફસ્ટાઈલ

લંચ અને ડિનરમાં શું ખાય છે મુકેશ અંબાણી? શું છે તેમનું રુટિન?

Text To Speech
  • મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી આહાર લે છે. જો કે તે અઠવાડિયામાં એકવાર બહાર ખાય છે. મુકેશ અંબાણીની ફેવરિટ ડિશ ગુજરાતની પનકી છે

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીના ઘરમાં ભવ્ય લગ્નની તૈયારીઓ ચાલી રહી છે. કોઈએ જોયા ન હોય તેવા લગ્નની ધૂમ મચી છે. હાલમાં આખો અંબાણી પરિવાર ચર્ચામાં છે. આ દરમિયાન લોકો અંબાણી પરિવારના તમામ સભ્યો વિશે જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે. લોકોને માત્ર તેમના કપડાં અને ઘરેણાંમાં જ રસ નથી, પરંતુ અંબાણી પરિવાર દરરોજ શું ખાય છે અને તેમનો આહાર કેવો છે? એ બાબતો પણ જાણવા ઈચ્છે છે. ભારતના સૌથી અમીર લોકોમાંથી એક મુકેશ અંબાણી ખૂબ જ સાધારણ ખોરાક લે છે. આ માહિતી તેમની પત્ની નીતિ અંબાણીએ જાતે આપી છે.

મુકેશ અંબાણી છે શુદ્ધ શાકાહારી

નીતા અંબાણીએ મુકેશ અંબાણીના ડાયેટને લઈને ઘણી બધી વાતો જણાવી હતી. તેમણે કહ્યું કે મુકેશ અંબાણી ખૂબ જ સરળ છે અને તે પોતાના ડાયેટને ખૂબ જ કડક રીતે ફોલો કરે છે. નીતા અંબાણીએ જણાવ્યું કે તેમના આખા પરિવારને માત્ર ઘરે બનાવેલું ભોજન જ પસંદ છે. જ્યારે મુકેશ અંબાણી શુદ્ધ શાકાહારી આહાર લે છે. જો કે તે અઠવાડિયામાં એકવાર બહાર ખાય છે. મુકેશ અંબાણીની ફેવરિટ ડિશ ગુજરાતની પનકી છે. તે ચોખાના લોટમાંથી બનાવવામાં આવે છે અને ચટણી સાથે પીરસવામાં આવે છે.

લંચ અને ડિનરમાં શું ખાય છે મુકેશ અંબાણી? શું છે તેમનું રુટિન? hum dekhenge news
પનકી ચટણી સાથે

ફિટનેસ માટે યોગ છે રામબાણ ઉપાય

મુકેશ અંબાણી દરરોજ સવારે 5.30 વાગ્યે ઉઠે છે અને યોગ અને ધ્યાન કરે છે. યોગ દરમિયાન, મુકેશ અંબાણી સૂર્ય નમસ્કાર કરે છે અને શોર્ટ વોક કરે છે, ત્યારબાદ તેઓ મેડિટેશન કરે છે. યોગ સ્વાસ્થ્ય માટે ખૂબ જ ફાયદાકારક છે અને ફિટનેસ માટેનો રામબાણ ઉપાય છે.

બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરમાં શું લે છે?

મુકેશ અંબાણી તેમના સવારના નાસ્તામાં માત્ર ફળો, જ્યુસ અને ઈડલી-સંભાર ખાવાનું પસંદ કરે છે. આ પ્રકારનો ખોરાક પેટ માટે હલકો અને પૌષ્ટિક હોય છે. મુકેશ અંબાણી લંચ અને ડિનર માટે માત્ર પરંપરાગત ભારતીય ભોજન જ ખાવાનું પસંદ કરે છે. આ પ્રકારના આહારથી તમે તમારા સ્વાસ્થ્યને પણ એકદમ ફિટ રાખી શકો છો. આખો દિવસ તમને ફોકસ્ડ અને એનર્જેટિક રાખવા માટે આ આહાર મહત્ત્વપૂર્ણ છે.

આ પણ વાંચોઃ લીંબુ પાણી અને ચિયા સીડ્સ મિક્સ કરીને પીવાથી ઘટશે વજન અને આ પણ ફાયદા

Back to top button