ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

શું બાલાકોટ એરસ્ટ્રાઈક પછી ભારતીય દળો મોટા યુદ્ધ માટે તૈયાર હતા? જાણો પૂર્વ એરફોર્સ ચીફે શું કહ્યું

Text To Speech

ફતેહપુર સિકરી, 23 એપ્રિલ: ભૂતપૂર્વ ભારતીય વાયુસેનાના નિવૃત્ત એર ચીફ માર્શલ અને ભાજપના નેતા આરકેએસ ભદૌરિયાએ સોમવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આતંકવાદ સામે ભાજપ સરકારના મજબૂત વલણની પ્રશંસા કરી હતી. ઉત્તર પ્રદેશના ફતેહપુર સિકરીમાં મીડિયા સાથે વાત કરતાં ભદૌરિયાએ કહ્યું કે ભાજપે સત્તા સંભાળી ત્યારથી આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની સ્પષ્ટ નીતિનો અમલ કર્યો છે. તેમણે કહ્યું કે નિયંત્રણ રેખા પર સર્જીકલ સ્ટ્રાઈક સહિત આતંકવાદી ઘટનાઓનો જડબાતોડ જવાબ આપ્યો છે.

BJP સત્તામાં આવતાં ઝીરો ટોલરન્સની નીતિ અપનાવી: પૂર્વ એરફોર્સ ચીફ

નિવૃત્ત એર ચીફ માર્શલ આરકેએસ ભદૌરિયા એમ પણ કહ્યું કે અમે આતંકવાદને બિલકુલ સહન નહીં કરીએ. જ્યારે બીજેપી સત્તામાં આવી ત્યારે પીએમ મોદીએ આતંકવાદ સામે ઝીરો ટોલરન્સની સ્પષ્ટ નીતિ બનાવી હતી. જ્યારે આતંકવાદી ઘટના બની અને ગુનેગારો સરહદ પાર છુપાઈ ગયા ત્યારે LoC પાર સર્જિકલ સ્ટ્રાઈક કરવામાં આવતી હતી. બીજી તરફ જ્યારે પુલવામા આતંકી હુમલો થયો ત્યારે સરહદ પારના લૉન્ચપેડ અન્ડર ગ્રાઉન્ડ થઈ ગયા. તેઓને શોધી કાઢીને બહાર કાઢવામાં આવ્યા હતા. તે સમયે બાલાકોટ સ્ટ્રાઈક કરવામાં આવી. આ એક મહત્વપૂર્ણ પગલું અને મજબૂત સંદેશ હતો. ત્યારબાદ આવી કોઈ આતંકવાદી ઘટના બની નહીં.

સેનાની તૈયારીને લઈને પૂર્વ એરફોર્સ ચીફે કહ્યું કે, જ્યારે આવું કોઈ પગલું ભરવામાં આવે ત્યારે તમામ પાસાઓને ધ્યાનમાં લેવાય છે. ખૂબ જ ચીવટથી તૈયારીઓ કરાઈ છે. જ્યારે ભારતીય વાયુસેનાએ એરસ્ટ્રાઈક કરી, આવી કાર્યવાહી કરી ત્યારે અમે તેમની એરસ્પેસમાં ગયા, તેમની એરફોર્સ અને આર્મીની સુરક્ષામાં ઘૂસી ગયા, એરસ્ટ્રાઈક કરી અને આતંકવાદીઓના ગઢને નષ્ટ કરી દીધો. તે સમયે અમે દરેક પરિસ્થિતિને પહોંચી વળવા માટે તૈયાર હતા.

અમે આતંકવાદને સહન નહીં કરીએ- RKS ભદૌરિયા

આરકેએસ ભદૌરિયાએ કહ્યું છે કે પાકિસ્તાન એરફોર્સ અને આર્મીની સુરક્ષાને તોડીને આ હવાઈ હુમલો કરવામાં આવ્યો હતો અને અમને કોઈ નુકસાન થયું નથી. આ એક સફળ ઑપરેશન હતું. અમે દરેક પરિસ્થિતિ માટે તૈયાર હતા. જો કોઈ આપણા દેશમાં આતંક ફેલાવશે તો તે જ્યાં પણ છુપાશે તેને નિશાન બનાવવામાં આવશે. અર્થ સ્પષ્ટ છે કે અમે આતંકવાદને સહન નહીં કરીએ.

જાણો કોણ છે આરકેએસ ભદૌરિયા?

પૂર્વ એરફોર્સ ચીફ રાકેશ કુમાર સિંહ ભદૌરિયા ઉત્તર પ્રદેશના રહેવાસી છે. જ્યાં RKS ભદૌરિયાએ સપ્ટેમ્બર 2019થી સપ્ટેમ્બર 2021 સુધી એરફોર્સ ચીફ તરીકે કાર્યભાર સંભાળ્યું. આર્મી ચીફ તરીકેનો કાર્યભાર સંભાળતા પહેલા તેમણે વાયુસેનાના વાઇસ ચીફ તરીકે સેવા આપી હતી. વાસ્તવમાં,ભદૌરિયા પુણે સ્થિત એનડીએના ભૂતપૂર્વ વિદ્યાર્થી રહી ચૂક્યા છે. જ્યાં તેમણે 4250 કલાકથી વધુ સમય સુધી ઉડાન ભરી છે. આ સાથે તેમની પાસે 26 પ્રકારના ફાઈટર એરક્રાફ્ટનો અનુભવ છે.

ભદૌરિયાએ માર્ચ 2017થી ઓગસ્ટ 2018 સુધી દક્ષિણી એર કમાન્ડના એર ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ તરીકે સેવા આપી હતી. તેમની 36 વર્ષની કારકિર્દી દરમિયાન, આરકેએસ ભદૌરિયાને અતિ વિશિષ્ઠ સેવા મેડલ, વાયુ સેના મેડલ અને પરમ વિશિષ્ટ સેવા મેડલ સહિત અનેક મેડલથી નવાજવામાં આવ્યા છે. જાન્યુઆરી 2019માં તેમને ભારતના રાષ્ટ્રપતિના માનદ સહાયક ડી કેમ્પે તરીકે નિયુક્ત કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: અમદાવાદ : એરપોર્ટ પર પ્રવાસી પાસેથી 34 લાખનું સોનું પકડાયું, નવી મોડસ ઓપરેન્ડી સામે આવી

Back to top button