ગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગ

અમદાવાદ : એરપોર્ટ પર પ્રવાસી પાસેથી 34 લાખનું સોનું પકડાયું, નવી મોડસ ઓપરેન્ડી સામે આવી

  • પેસેન્જર્સના રેક્ટમની અંદર સેમી સોલિડ પેસ્ટ તરીકે સોનું છુપાવવામાં આવ્યું
  • કસ્ટમ અધિકારીઓ શંકાસ્પદ મુસાફરોને ઓળખવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે
  • ક્રૂ ફિલ્મમાં દર્શાવેલી દાણચોરીની મોડસ ઓપરેન્ડી પકડાઇ છે

અમદાવાદ એરપોર્ટ પર પ્રવાસી પાસેથી 34 લાખનું સોનું પકડાયું છે. જેમાં નવી મોડસ ઓપરેન્ડી સામે આવી છે. તેમાં ક્રૂ ફિલ્મમાં દર્શાવેલી દાણચોરીની મોડસ ઓપરેન્ડી પકડાઇ છે. અમદાવાદ એરપોર્ટ પર 4.5 કિલોગ્રામ કિંમત રૂ. 34 લાખનુ ગોલ્ડ કસ્ટમ વિભાગે પકડયુ છે.

આ પણ વાંચો: ગુજરાતમાં ક્ષત્રિય આંદોલન પાર્ટ-2 શરુ, દ્વારકાથી અસ્મિતા રથનો પ્રારંભ થશે 

કસ્ટમ અધિકારીઓ શંકાસ્પદ મુસાફરોને ઓળખવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે

પેસેન્જર્સના રેક્ટમની અંદર સેમી સોલિડ પેસ્ટ તરીકે સોનું છુપાવવામાં આવ્યું હતું. બોલિવૂડ ફિલ્મ અભિનેત્રી ક્રીતિ સેનનની ફિલ્મ ક્રુ માં દર્શાવેલી સોનાના દાણચોરીની મોડસ ઓપરેન્ડી પરથી પ્રેરણા લઇને દાણચોરોએ મીડલ ઇસ્ટ દેશોમાંથી દાણચોરી કરવાનું શરૂ કરતા અમદાવાદ એરપોર્ટ પર 4.5 કિલોગ્રામ કિંમત રૂ. 34 લાખનુ ગોલ્ડ કસ્ટમ વિભાગે પકડયુ છે. ફિલ્મ અભિનેત્રી તબ્બુ, કરીના કપૂર અને ક્રિતિ સેનની ફિલ્મમાં ફ્લાઇટની અંદર કેવી રીતે દાણચોરી કરાય છે તેવી તરકીબો બતાવી છે. આ મોડસ ઓપરેન્ડીનો ઉપયોગ કરીને દાણચોરો અમદાવાદ એરપોર્ટ પર આવી રહ્યા છે.

આ પણ વાંચો: સુરત: મહિલાએ હાઈકોર્ટને અરજી કરી, મારી પુત્રી-પશુધનનું અપહરણ થયું છે મને પાછી અપાવો

પેસેન્જર્સના રેક્ટમની અંદર સેમી સોલિડ પેસ્ટ તરીકે સોનું છુપાવવામાં આવ્યું

ક્રિતિ સેનન અભિનીત ફ્લ્મિ ક્રૂના વાસ્તવિક જીવનના ઉદાહરણમાં શહેરના SVPI એરપોર્ટ પર અમદાવાદ કસ્ટમ્સના અધિકારીઓએ 6 મુસાફરો દ્વારા વિદેશથી દાણચોરી કરીને લવાતું આશરે 4.5 કિલોગ્રામ સોનું જપ્ત કર્યું હતું. પેસેન્જર્સના રેક્ટમની અંદર સેમી સોલિડ પેસ્ટ તરીકે સોનું છુપાવવામાં આવ્યું હતું જ્યારે તેમાંથી કેટલાકમાં કપડાંની નીચે સોનાની ચેઈન પણ છુપાવવામાં આવી હતી. તમામ મુસાફરોની ધરપકડ કરાઈ છે. સોનાના ભાવ 75000 પ્રતિ 10 ગ્રામ પહોચી જતા સોનાની દાણચોરી વધી છે. ગત નાણાકીય વર્ષમાં અમદાવાદ કસ્ટમ્સે એરપોર્ટ પર આશરે 100 કરોડનું 170 કિલો સોનું જપ્ત કર્યું હતું જેમાં 60 થી વધુ લોકોની ધરપકડ કરાઈ હતી. જ્યારે FY22-23માં લગભગ 80 કિલોગ્રામ સોનું જપ્ત કરવામાં આવ્યું હતું. એરપોર્ટ પર તૈનાત કસ્ટમ અધિકારીઓ શંકાસ્પદ મુસાફરોને ઓળખવા માટે વિવિધ પદ્ધતિઓનો ઉપયોગ કરે છે.

Back to top button