ટ્રેન્ડિંગવર્લ્ડ

હોર્મુઝ પર કબજો નહીં થવા દઈએ: માર્કો રુબિયોની ચેતવણી

Marco Rubio’s warning:   અમેરિકા ટૂંક સમયમાં પોતાના લક્ષ્યમાં સફળ થવાનું છે. અમેરિકી વિદેશ મંત્રી માર્કો રુબિયોએ આ દાવો કર્યો છે. તેમણે કહ્યું કે રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ હોર્મુઝ જલડમરૂમધ્ય પર ઈરાનને કાયમી કબજો અથવા ટોલ વ્યવસ્થા ચલાવવાની ક્યારેય પરવાનગી આપશે નહીં.

મધ્ય પૂર્વમાં વધતા તણાવ વચ્ચે માર્કો રુબિયોએ સ્પષ્ટ કર્યું કે અમેરિકી કાર્યવાહીથી ઈરાનની નૌસેના અને રક્ષણ ઉદ્યોગને મોટું નુકસાન થયું છે. અમેરિકા ઈરાનના મિસાઈલ લોન્ચર અને નૌસેનાને વ્યાપક પાયે નષ્ટ કરી રહ્યું છે જેથી ભવિષ્યમાં તે ડ્રોન કે મિસાઈલ બનાવી ન શકે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

 

ઈરાન દ્વારા હોર્મુઝ જલડમરૂમધ્ય પર કબજાની ધમકીઓને લઈને રુબિયોએ કહ્યું કે આ ક્યારેય નહીં થવા દેવામાં આવે. રાષ્ટ્રપતિ પાસે આને રોકવા માટે અનેક વિકલ્પો છે. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે અમેરિકા મહિનાઓને બદલે માત્ર થોડા અઠવાડિયામાં જ પોતાના લક્ષ્ય પ્રાપ્ત કરી લેશે.

રુબિયોએ જણાવ્યું કે જો ઈરાનને આગામી બે વર્ષ સુધી તેની સૈન્ય શક્તિ વધારવા દેવામાં આવે તો તે વિશ્વ માટે અસ્વીકાર્ય જોખમ બની જાય. આ સમસ્યાનું ઉકેલ લાવવો જરૂરી હતો અને રાષ્ટ્રપતિ ટ્રમ્પ તે કરી રહ્યા છે.

તેમણે ઈરાનના લોકોની પ્રશંસા કરી અને કહ્યું કે સમસ્યા તેમના નેતૃત્વમાં છે. જો હવે નવા લોકો વધુ તર્કસંગત વિચારસરણી સાથે સત્તા સંભાળે તો તે આખા વિશ્વ માટે સારા સમાચાર હશે. પરંતુ વિરુદ્ધ પરિસ્થિતિ માટે પણ તૈયારી રાખવી પડશે.

આ વિકાસથી વૈશ્વિક તેલ પુરવઠા અને વેપારી માર્ગો પર અસર થઈ શકે છે તેથી અમેરિકા અને તેના સાથી દેશો સાવધાની રાખી રહ્યા છે.

આ પણ વાંચો : Horoscope 31st March: આ રાશિના લોકો બિનજરૂરી ખર્ચ ટાળે, જુઓ આજનું રાશિ ભવિષ્ય

Back to top button