ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

શું યુક્રેન મુદ્દે ભારત-રશિયાની બેઠક મુલતવી રાખવામાં આવી હતી? વિદેશ સચિવનું નિવેદન

  • રશિયા સાથેના યુક્રેન મુદ્દે મતભેદોના દાવાને ભારતે તથ્યપૂર્ણ રીતે ખોટો ગણાવીને ફગાવી દીધો

નવી દિલ્હી, 11 જુલાઇ: યુક્રેન મુદ્દે રશિયા સાથેના મતભેદોના દાવાને ભારતે “તથ્યપૂર્ણ રીતે ખોટો” ગણાવીને ફગાવી દીધા છે. એવો અટકળો ચાલી રહી છે કે, મતભેદોને કારણે વડાપ્રધાન મોદી અને પ્રમુખ પુતિન વચ્ચે તેમની રશિયાની મુલાકાત દરમિયાન એક મોટી પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક રદ્દ કરવામાં આવી હતી. હવે વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ સમગ્ર મામલે ખુલાસો કર્યો છે. મીડિયા સાથે વાત કરતા વિદેશ સચિવ વિનય ક્વાત્રાએ મોસ્કોમાં કેટલાક મતભેદો અંગે પૂછવામાં આવેલા પ્રશ્નના જવાબમાં કહ્યું કે, “જ્યાં સુધી મને ખબર છે, વડાપ્રધાનની મોસ્કો મુલાકાત દરમિયાન કોઈ વિશેષ કાર્યક્રમ રદ્દ કરવામાં આવ્યો નથી.”

 

અહેવાલોમાં કોઈ સત્યતા નથીઃ વિદેશ સચિવ

વિનય ક્વાત્રાએ જણાવ્યું હતું કે, (મતભેદને કારણે કાર્યક્રમ રદ્દ થયાનો દાવો) “મને તે ખરેખર આશ્ચર્યજનક લાગે છે, પરંતુ આ હકીકતમાં ખોટો, તદ્દન ભ્રામક છે, તેમાં(અહેવાલ) કોઈ સત્યતા નથી.” તેમણે ઉમેર્યું હતું કે, “હકીકતમાં, વડાપ્રધાનની મુલાકાત મોસ્કો માટે ખૂબ જ સફળ રહી હતી. સત્ય એ છે કે પીએમ મોદી અને પ્રમુખ પુતિન વચ્ચેની ચર્ચા બંને પક્ષો દ્વારા ફાળવવામાં આવેલા સમય કરતાં વધુ ચાલી હતી.”

 

મતભેદોના દાવા પર રશિયાએ શું કહ્યું?

અગાઉ, પ્રમુખ પુતિનના પ્રવક્તા દિમિત્રી પેસ્કોવને ટાંકીને, રશિયન સમાચાર એજન્સીએ અહેવાલ આપ્યો હતો કે, વડાપ્રધાન મોદી અને પ્રમુખ પુતિને મંગળવારે મોસ્કોમાં યોજાયેલી તેમની બેઠકમાં તમામ વિષયો પર તેમના વિચારો વ્યક્ત કર્યા, જેમાં કોઈ મોટા બ્રેકઆઉટ સત્રની જરૂર ન પડી અને તમામ જરૂરી મુદ્દાઓને આવરી લેવામાં આવ્યા.

જ્યારે પૂછવામાં આવ્યું કે, પીએમ મોદી અને પુતિન વચ્ચે વિશાળ પ્રતિનિધિમંડળ સ્તરની બેઠક શા માટે યોજાઈ નથી, તો રશિયન અધિકારીએ કહ્યું કે, એવું નથી કે તેની પાછળ કોઈ સમસ્યા છે, પરંતુ બંને નેતાઓ વચ્ચે ત્રણ કલાકથી વધુ સમયની વાતચીત થઈ ગઈ હતી, જેમાં બંને પક્ષોના પ્રભારી અધિકારીઓ (દ્વિપક્ષીય સહકારના)એ ભાગ લીધો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઘણી વખત કહ્યું કે, યુક્રેન યુદ્ધનો ઉકેલ યુદ્ધના મેદાનમાં શોધી શકાતો નથી. PMના રશિયા પહોંચ્યા બાદ ભારતે પણ આ વાતનો પુનરોચ્ચાર કર્યો હતો.

આ પણ જુઓ: કઠુઆ હુમલાને લઈને આતંકવાદીઓની શોધ તેજ, સુરક્ષા દળોએ 24 લોકોની કરી અટકાયત

Back to top button