જુલાઈ-ઓગસ્ટમાં ફરવા જવું છે? તો આ જગ્યા પર કરી શકશો એન્જોય
- જો તમે પણ જુલાઈ એન્ડ કે ઓગસ્ટમાં ફરવા જવાનું વિચારી રહ્યા હો અને કોઈ સારી જગ્યા શોધી રહ્યા હો તો તમે પણ આ જગ્યાઓ ટ્રાય કરી શકો છો
જુલાઈ-ઓગસ્ટ વરસાદનો મહિનો ગણાય છે. આ સીઝનમાં પડતો વરસાદ મનને ખુશ કરી દે છે. આ સીઝનમાં ઘણા લોકો ફરવા જવાનો પ્લાન કરતા હોય છે. જો તમે પણ જુલાઈ એન્ડ કે ઓગસ્ટમાં ફરવા જવાનું વિચારી રહ્યા હો અને કોઈ સારી જગ્યા શોધી રહ્યા હો તો બની શકે તમારી શોધનો અહીં અંત આવે. આ મહિનામાં ફરવા માટે કેટલીક એવી જગ્યાઓ છે જે તમારી ફરવાની મજાને બેવડી કરી દેશે. તમે અહીં તમારા પરિવાર, મિત્રો કે પાર્ટનર સાથે જઈ શકો છો.
ઔલી
હિમાલયના સુંદર નજારાઓની મજા લેવા માટે તમે ઔલી જઈ શકો છો. આ એક સુંદર જગ્યા છે. યંગસ્ટર્સ અહીં જવાનું વધુ પસંદ કરે છે. હવે તો આ જગ્યા હનીમુન માટે ખૂબ પસંદ કરાઈ રહી છે. આ સીઝનમાં તો અહીં ફરવાની મજા કંઈક ઓર જ હશે.
ડેલહાઉસી
હિમાચલ પ્રદેશના ચંબા જિલ્લામાં સ્થિત ડેલહાઉસી હિલ સ્ટેશનની સુંદરતા કંઈક અલગ જ છે. તેને મિની સ્વિઝરલેન્ડ પણ કહેવામાં આવે છે. અહિંયાનું વાતાવરણ જુલાઈ-ઓગસ્ટમાં ખૂબ જ મસ્ત હોય છે. જો તમે આ સીઝનમાં ફરવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આ તમારા માટે એક સારું ઓપ્શન છે. અહીં પહાડ, ઝરણાં, ખુલ્લા મેદાન, વહેતી નદીઓ એની સુંદરતામાં ચાર ચાંદ લગાવી દે છે. અહીં તમે ફરવા જાવો ત્યારે સુભાષ બાવલી, બરકોટા હિલ્સ અને પંચપુલાની પણ મુલાકાત લઈ શકો છો. આ ટ્રિપ તમારી માટે યાદગાર બની રહેશે.
ગોવા
મિત્રો સાથે ફરવા માટે આ જગ્યા પરફેક્ટ છે. હાલમાં તમે અહીં કોઈ એક્ટિવિટીની મજા તો નહીં લઈ શકો, પરંતુ બીચ પર બેસવાની મજા જરૂર કરી શકશો. બીચ પર બેસીને વરસાદની મજા માણવાનો પણ આનંદ હોય છે.
ધનોલ્ટી
મસૂરી પાસે સૌથી શાંત કોઈ જગ્યા પર જવું હોય તો તમે ધનોલ્ટી જઈ શકો છો. મિત્રો કે પાર્ટનર સાથે ફરવા માટે આ એક સારી જગ્યા છે. તમે મસૂરી પણ ફરી શકો છો. મસૂરીને પહાડોની રાણી કહેવાય છે. અહીં તમે સુંદર ઝરણાઓને જોઈને થોડો સમય શાંતિમાં વીતાવી શકો છો.
મલાણા
આ હિમાચલ પ્રદેશનું એક જાણીતું ગામ છે. તેની સંસ્કૃતિ અને પ્રાકૃતિક સુંદરતા જોવાલાયક છે. મલાણા એ હિમાચલ પ્રદેશનું એક એવું ગામ છે જે ‘વિલેજ ઓફ ટાબૂ’ તરીકે જાણીતું છે. અહીં બહારની કોઈ પણ વ્યક્તિને ગામની કોઈ પણ વસ્તુને સ્થાનિક લોકોની મંજૂરી વિના સ્પર્શ કરવાની મનાઈ છે
માઉન્ટ આબુ
આ રાજસ્થાનનું એકમાત્ર હિલ સ્ટેશન છે, જ્યાં ઠંડી ઠંડી હવાઓ અને પહાડો તમારું દિલ જીતી લેશે. માઉન્ટ આબુના નક્કી લેક પર ચોમાસા દરમિયાન વાદળો નીચે ઉતરી આવ્યા હોય તેવો માહોલ સર્જાય છે, પહાડી વિસ્તારમાં ધુમ્મસ જોવા મળે છે. મોટી સંખ્યામાં પ્રવાસીઓ આ નજારો જોવા માટે નક્કી લેક પર ઉમટી પડે છે.
આ પણ વાંચોઃ અનંત અંબાણીની સાળી અંજલિ મર્ચન્ટ મજેઠિયા ઈન્ટરનેટ પર છવાઈ, જાણો તેના વિશે