ટ્રેન્ડિંગધર્મ

ભાડુઆતમાંથી મકાન માલિક બનવા ઇચ્છો છો? તો અપનાવો વાસ્તુની આ ટિપ્સ

દરેક વ્યક્તિનું એક સપનું હોય છે કે તેમની પાસે ખુદનું એક ઘર હોય. આ માટે તેઓ સખત મહેનત કરીને જિંદગીભરની યોજનાઓ બનાવતા હોય છે. છતાં પણ ઘણી વખત ઘર બની શકતુ નથી. મોટાભાગના લોકોની જિંદગી ભાડાના ઘરમાં રહેતા રહેતા નીકળી જાય છે. મેટ્રો સિટીઝમાં તો ભાડાના ઘરમાં રહેતા લોકોની સંખ્યા વધુ હોય છે. પ્રોપર્ટીની કિંમતો રોજે રોજ વધવાના કારણે ઘર ખરીદવું બધા માટે શક્ય હોતુ નથી. વાસ્તુશાસ્ત્રમાં કેટલાક એવા ઉપાયો બતાવાયા છે કે તમે ભાડાના ઘરમાં રહેતા હશો તો ખુદના ઘરમાં શિફ્ટ થઇ શકશો. વાસ્તુના આ ઉપાય તમારા જીવનમાં એનર્જી લાવે છે અને તમારુ ઘર બનવાના યોગ બનાવે છે.

ભાડુઆતમાંથી મકાન માલિક બનવા ઇચ્છો છો? તો અપનાવો વાસ્તુની આ ટિપ્સ hum dekhenge news

શનિ દેવને કરો પ્રસન્ન

વાસ્તુ અનુસાર ખુદનું ઘર બનાવવા ઇચ્છતા હો તો શનિદેવને પ્રસન્ન કરો. પશ્વિમ દિશાને શનિદેવની દિશા માનવામાં આવે છે. આ દિશામાં રોજ સરસવના તેલનો દીવો કરો અને શનિ સ્ત્રોતનો નિયમિત પાઠ કરો. ત્યારબાદ મનમાં તમારુ ઘર હોવાનું પણ ધ્યાન ધરો. થોડા સમયમાં તમે તમારા ઘરના માલિક બની શકો છો.

આ ઉપાય અજમાવો

ઘણા દિવસોથી જો તમે મકાન બનાવવા ઇચ્છતા હો કે ઘર ખરીદવાનું વિચારતા હો તો વાસ્તુનો આ ઉપાય તમારી મદદ કરી શકશે. આ માટે તમે લીમડાના લાકડામાંથી એક નાનુ ઘર બનાવો અને ગરીબ, જરુરિયાતમંદ કે બાળકને દામનાં આપો અથવા તો ઘરના મંદિરમાં રાખી દો.

ભાડુઆતમાંથી મકાન માલિક બનવા ઇચ્છો છો? તો અપનાવો વાસ્તુની આ ટિપ્સ hum dekhenge news

માતા લક્ષ્મીની કૃપા વરસશે

જો તમે ભાડાના ઘરમાં રહેતા હો અને ખુદનું ઘર ઇચ્છતા હો તો ઘરમાં શ્રીયંત્રની સ્થાપના કરો. માતા લક્ષ્મીની કૃપાથી મકાન બનાવવાના કે ખરીદવાના યોગ પણ બને છે. સાથે સાથે મંગળવારે સફેદ ગાય અને તેના વાછરડાને મસુર દાળ અને ગોળ ખવડાવો.

ભાડુઆતમાંથી મકાન માલિક બનવા ઇચ્છો છો? તો અપનાવો વાસ્તુની આ ટિપ્સ hum dekhenge news

તાંબાના શોપીસનો ઉપાય અજમાવો

જો તમે ભાડાના મકાનમાં રહો છો તો ઘરની પશ્વિમ દિશામાં કોઇ તાંબાનો શોપીસ રાખી દો. જો શોપીસ ન હોય તો તાંબાનો લોટો કે તાંબાની અન્ય કોઇ વસ્તુ શો પીસ તરીકે સજાવીને રાખી દો. આમ કરવાથી શનિદેવની કૃપાથી ખુદની પ્રોપર્ટીના યોગ બનશે. આ સાથે ઘરની પાસે ચકલીનો માળો બનાવો. ચકલી રહેવા આવે તો તેને ચણ નાંખો. આમ કરવાથી પ્રોપર્ટીના ચાન્સ વધી જાય છે.

ભાડુઆતમાંથી મકાન માલિક બનવા ઇચ્છો છો? તો અપનાવો વાસ્તુની આ ટિપ્સ hum dekhenge news

પુજા સ્થળનું ખાસ ધ્યાન રાખો

ભાડાના મકાનમાં પુજા સ્થળ ઇશાન દિશામાં હોવું જોઇએ. સવાર સાંજ પુજા કરો. સાથે આ દિશામાં પાણી પણ રાખો. આમ કરવાથી ઘનના આગમનના યોગ બને છે.

આ પણ વાંચોઃ ચૈત્ર નવરાત્રિ પર ગ્રહોનો મહાસંયોગઃ આ 5 રાશિની ચમકશે કિસ્મત

Back to top button