ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ચૂંટણીના બીજા તબક્કાનું મતદાન શરૂ: 13 રાજ્યોની 88 બેઠકો પર આજે વોટિંગ

  • 18મી લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે તૈયાર
  • બીજા તબક્કામાં 1206 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થશે

HD ન્યૂઝ ડેસ્ક, 26 એપ્રિલ: લોકસભા ચૂંટણી માટે બીજા તબક્કાનું મતદાન શરૂ થઈ ગયું છે. આજે એટલે કે 26મી એપ્રિલે મથુરા, વાયનાડ, નોઈડા, પૂર્ણિયા સહિત દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા સીટો પર મતદાન થઈ રહ્યું છે. આ તબક્કામાં રાહુલ ગાંધી અને હેમા માલિની સહિત અનેક દિગ્ગજ નેતાઓની પ્રતિષ્ઠા દાવ પર છે. આ સાથે આઉટર મણિપુર લોકસભા મતવિસ્તારના બાકીના વિસ્તારોમાં પણ મતદાન થઈ રહ્યું છે. આજે કેરળની તમામ 20 બેઠકો, કર્ણાટકની 14, રાજસ્થાનની 13, ઉત્તર પ્રદેશ અને મહારાષ્ટ્રની 8-8, મધ્યપ્રદેશની 6, આસામ અને બિહારની 5-5, પશ્ચિમ બંગાળ અને છત્તીસગઢની 3-3, ત્રિપુરામાં 1-1 બેઠક પર મતદાન થઈ રહ્યું છે. જમ્મુ અને કાશ્મીરની બંને લોકસભા સીટો પર પણ મતદાન થઈ રહ્યું છે. આ બીજા તબક્કામાં 1206 ઉમેદવારોના ભાવિ EVMમાં કેદ થશે.

 

આજે યોજાનારી 18મી લોકસભા ચૂંટણીમાં બીજા તબક્કાના મતદાન માટે ચૂંટણી પંચ સંપૂર્ણ રીતે તૈયાર છે. આ માટે સુરક્ષા અને અન્ય વ્યવસ્થા સારી રીતે કરવામાં આવી છે. કુલ 16 કરોડ મતદારો માટે 1 લાખ 67 હજાર મતદાન મથકો બનાવવામાં આવ્યા છે. ઉલ્લેખનીય છે કે, પહેલા તબક્કામાં 102 સીટો પર 19 એપ્રિલે મતદાન થયું હતું. સાતમા અને અંતિમ તબક્કામાં 1 જૂને મતદાન થવાનું છે. લોકસભા ચૂંટણીના પરિણામો 4 જૂને મતગણતરી બાદ આવશે.

 

13 રાજ્યોની 88 બેઠકો પર મતદાન શરૂ 

દેશના 13 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની 88 લોકસભા બેઠકો પર મતદાન શરૂ થઈ ગયું છે. છત્તીસગઢના કાંકેરમાં એક મતદાન મથક પર ચૂંટણી પહેલા એક મોક પોલ હાથ ધરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, આજે લોકસભા ચૂંટણીના બીજા તબક્કામાં રાજ્યની ત્રણ સંસદીય સીટો પર મતદાન થઈ રહ્યું છે. રાજ્યમાં કુલ 11 સંસદીય મતવિસ્તાર છે. ચૂંટણીના ત્રીજા તબક્કામાં 7મી મેના રોજ રાજ્યની 7 બેઠકો પર મતદાન થવાનું છે.

 

બીજા તબક્કા માટે ચૂંટણી પંચની શું છે તૈયારી?

ચૂંટણી પંચ સીસીટીવી દ્વારા 50 ટકાથી વધુ મતદાન મથકો પર ચાંપતી નજર રાખી રહી છે. કુલ 251 ચૂંટણી નિરીક્ષકો તૈનાત કરવામાં આવ્યા છે. બીજા તબક્કાની ચૂંટણી માટે 4100 મતદાન મથકો બનાવવામાં આવ્યા છે જેની સુરક્ષાની જવાબદારી મહિલા કર્મચારીઓની છે, જ્યારે 640 મતદાન મથકોની જવાબદારી વિકલાંગ કર્મચારીઓને આપવામાં આવી છે.

આ પણ જુઓ:  મોદી અને યોગીને મંગળસૂત્ર સાથે શું લેવાદેવા છે…’: સમાજવાદી પાર્ટીના પ્રમુખ અખિલેશ યાદવ

Back to top button