ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

Vivo Y58 5G ભારતમાં લોન્ચ થવા માટે તૈયાર, નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો જુઓ રાહ

નવી દિલ્હી, 18 જૂન, નવો ફોન ખરીદવો છે તો જોઈ લો થોડી રાહ કેમ કે, Vivo ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે, જેનું નામ Vivo Y58 5G હશે. Vivo Y58 5G ની લોન્ચિંગ તારીખ જાહેર થઈ ગઈ છે. કંપનીએ પુષ્ટિ કરી છે કે આ સ્માર્ટફોન ભારતમાં 20 જૂને લોન્ચ થશે. તેને Y સિરીઝ હેઠળ લાવવામાં આવી રહી છે. તેમાં બોક્સી ચેસિસ ડિઝાઇન હશે. તે બ્લુ કલર ઓપ્શનમાં ઓફર કરવામાં આવશે. તેમાં પાવર માટે મોટી બેટરી મળવાની અપેક્ષા છે.

ફોન ભારતમાં 20 જૂને થશે લોન્ચ
Vivo ભારતીય સ્માર્ટફોન માર્કેટમાં તેની હાજરીને સતત વધારી રહ્યું છે. કંપની મિડ-રેન્જથી પ્રીમિયમ સેગમેન્ટમાં મજબૂતાઈ બતાવી રહી છે. Vivo ભારતમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કરવા જઈ રહ્યું છે, જે Y સીરીઝનો ભાગ હશે અને તેનું નામ Y58 5G હશે. કંપનીએ ઈમેલ પર એક ટીઝર રિલીઝ કર્યું છે. આ ફોન ભારતમાં 20 જૂને લોન્ચ થશે. આ એક સોફ્ટ લોન્ચ હશે, જ્યાં કંપની મોબાઈલ ફોનની કિંમત અને ફીચર્સ જાહેર કરશે. ટીઝરને જોઈને ખબર પડે છે કે, Vivo Y58 5G સ્માર્ટફોન બે કલર વેરિઅન્ટમાં આવશે. તેમાં એક વાદળી રંગ અને બીજો લીલો રંગ હશે. આ મોબાઈલની પાછળની પેનલ પર ઘડિયાળની ડિઝાઇનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જેમાં એક મોટો રાઉન્ડ જોઈ શકાય છે, જે ઘડિયાળના ડાયલ જેવો દેખાય છે. તેમાં રિયર કેમેરા સેટઅપ ફીટ કરવામાં આવશે.

Vivo Y58 5Gમાં હશે ડ્યુઅલ રીઅર કેમેરા
ટીઝર ઇમેજ બતાવે છે કે Vivo Y58 5Gમાં ડ્યુઅલ રીઅર કેમેરા સેટઅપ હશે. તેની સાથે LED ફ્લેશ લાઇટનો ઉપયોગ કરવામાં આવ્યો છે, જે રિંગ લાઇટ જેવો દેખાય છે. Vivoના આ આવનારા સ્માર્ટફોનમાં મેટ ફિનિશનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને ગ્લોસી એજ આપવામાં આવી છે. બંને કલર વેરિઅન્ટની ડિઝાઇન થોડી અલગ છે. ગ્રીન વેરિઅન્ટમાં કેમેરા મોડ્યુલ ગોલ્ડન કલરની રિંગમાં આવે છે, જે વધુ પ્રીમિયમ લાગે છે.

પાવર માટે ફોનમાં 6000mAhની મોટી બેટરી હશે. જેમાં ફાસ્ટ ચાર્જિંગનો સપોર્ટ મળશે. ડિસ્પ્લેના સંદર્ભમાં અપગ્રેડ થવાની સંભાવના છે. Vivo Y58 5G ને BIS અને TUV Rhineland પ્રમાણપત્ર પ્રાપ્ત થયું છે. એવું બહાર આવ્યું છે કે ફોનમાં V2355 મોડલ નંબર હશે. ડિસ્પ્લેની સાઈઝને લઈને હજુ સુધી કોઈ વિગતો સામે આવી નથી, પરંતુ આ ફોનમાં Curved ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો નથી. Vivo Y58 5Gમાં ફ્લેટ ડિસ્પ્લેનો ઉપયોગ કરવામાં આવ્યો છે.

આ પણ વાંચો..મોટોરોલાનો આ ફોનની કિંમતમાં ભારે ઘટાડો, જેમાં છે 50-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા

Back to top button