ટ્રેન્ડિંગબિઝનેસસાયન્સ એન્ડ ટેકનોલોજી

મોટોરોલાનો આ ફોનની કિંમતમાં ભારે ઘટાડો, જેમાં છે 50-મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા

  • Moto Edge 50 Proમાં છે ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ

નવી દિલ્હી, 17 જૂન, જો તમે બજેટમાં નવો ફોન ખરીદવાનું વિચારી રહ્યા છો, તો આ તમારા માટે સારો સમય હોય શકે છે. મોટોરોલાના શાનદાર ફોનમાં મોમોટા ડિસ્કાઉન્ટ સાથે ઓફર કરવામાં આવી રહ્યો છે. ટેક કંપની મોટોરોલાનો પાવરફુલ સેલ્ફી કેમેરા સ્માર્ટફોન Motorola Edge 50 Pro 5G ગ્રાહકોને 7000 રૂપિયામાં સસ્તામાં ખરીદવાની તક મળી રહી છે. આ ફોનમાં Snapdragon 7 Gen 3 પ્રોસેસર, 12Gb રેમ, 50MP ટ્રિપલ રિયર કેમેરા અને 50MP સેલ્ફી કેમેરા છે. આ ડિવાઈસને ઓનલાઈન શોપિંગ પ્લેટફોર્મ પરથી ડિસ્કાઉન્ટ પર ખરીદી શકાય છે.

જો તમે મિડરેન્જ કિંમતે પાવરફુલ કેમેરા સ્માર્ટફોન શોધી રહ્યા છો, તો તમારી પાસે એક મોટી તક છે. Motorola Edge 50 Pro સ્માર્ટફોનની કિંમતમાં મોટો ઘટાડો થયો છે. મોટોરોલાએ આ વર્ષે એપ્રિલમાં પોતાનો નવો સ્માર્ટફોન લોન્ચ કર્યો હતો, જેનું નામ Moto Edge 50 Pro છે. આ ફોન Snapdragon 7 Gen 3 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 12Gb રેમ, કર્વ્ડ ડિસ્પ્લે અને 50MP સેલ્ફી કેમેરા છે. હવે આ ફોનને સસ્તામાં ખરીદવાની તક છે. Moto Edge 50 Proને ફ્લિપકાર્ટ પર લિસ્ટ કરવામાં આવ્યો છે, જ્યાં વેચાણ ચાલી રહ્યું છે. આ સેલ દરમિયાન, આ મોટોરોલા ફોનને ખૂબ જ સસ્તા ભાવે ખરીદવાની તક છે. તેની મૂળ કિંમત 36,999 રૂપિયા છે અને સેલ દરમિયાન તે 29,999 રૂપિયામાં લિસ્ટ કરવામાં આવી છે.

જાણો Moto Edge 50 Pro ના ફીચર્સ વિશે
Moto Edge 50 Proમાં 6.7-ઇંચ 1.5K પોલેડ ડિસ્પ્લે છે, જે True Color Pantone Validated પ્રમાણપત્રની સાથે આવે છે. એટલું જ નહીં, તે HDR10+, 144Hz રિફ્રેશ રેટ સપોર્ટ સાથે આવે છે. તેમાં 2000 Nitsની પીક બ્રાઇટનેસ ઉપલબ્ધ થશે. આ હેન્ડસેટમાં Snapdragon 7 Gen 3 ચિપસેટનો ઉપયોગ કરવામાં આવ્યો છે. તે 12GB રેમ અને 256GB સ્ટોરેજ સાથે આવે છે. તેમાં રેમ બૂસ્ટની સુવિધા પણ છે. આ સ્માર્ટફોનમાં AI ફોટો એન્હાન્સમેન્ટ એન્જિન ફીચર છે, જે આપમેળે ફોટોનું વિશ્લેષણ કરે છે અને તેની વિગતો સુધારે છે. આ કારણે ફોટોમાં સ્પષ્ટતા વધુ જોવા મળે છે.

બેંક આપી રહી છે 2 હજારનું ડિસ્કાઉન્ટ
HDFC ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને, વપરાશકર્તાઓ વધારાના 2 હજાર રૂપિયા બચાવી શકે છે. આ નોન EMI ટ્રાન્ઝેક્શન પર ઉપલબ્ધ હશે. આવી સ્થિતિમાં, આ કિંમત 27,999 રૂપિયા સુધી હોઈ શકે છે.

Moto Edge 50 Pro બેટરી અને ચાર્જર અને કેમેરા
આ ફોન 4,500mAh બેટરી સાથે આવે છે. આ સાથે, 125W ટર્બોપાવર ચાર્જિંગ માટે સપોર્ટ ઉપલબ્ધ થશે. કંપનીનો દાવો છે કે તે 50W વાયરલેસ ચાર્જિંગને સપોર્ટ કરે છે. તેમાં 10W વાયરલેસ પાવર શેરિંગ ફીચર પણ છે. Moto Edge 50 Proમાં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ છે. તેમાં પ્રાથમિક કેમેરા 50MP છે, જે ઓલ-પિક્સેલ ફોકસ અને OIS સપોર્ટ સાથે આવે છે. તેમાં 13-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ + મેક્રો વિઝન સેન્સર અને 10-મેગાપિક્સલનો ટેલિફોટો કેમેરા છે. 50-મેગાપિક્સલ સેન્સર સાથેનો સેલ્ફી કેમેરો આપવામાં આવ્યો છે, જે ક્વાડ પિક્સેલ ટેક્નોલોજીની મદદથી હાઈ રિઝોલ્યુશન સેલ્ફી લેવામાં મદદ કરે છે.

આ પણ વાંચો..સ્ક્રીન વગરનું લેપટોપ? વિશ્વાસ નથી? તો જૂઓ વીડિયોઃ જાણો કેવી રીતે કરે છે કામ

Back to top button