વિસ્તારાની પેરીસ-મુંબઈ ફ્લાઈટમાં બોંબની મળી ધમકી, એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કર્યા બાદ સુરક્ષિત લેન્ડિંગ
- વિસ્તારાએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે પેરિસના ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી મુંબઈ જતી ફ્લાઈટ UK 024માં એર સિકનેસ બેગ પર બોંબની ધમકીવાળી નોટ મળી આવી હતી
મુંબઈ, 02 જૂન: ફ્રાન્સની રાજધાની પેરિસથી 306 લોકોને મુંબઈ લઈ જઈ રહેલી વિસ્તારાની ફ્લાઈટમાં બોંબ હોવાની ધમકી મળી હતી. આ ધમકી બાદ તરત જ પ્લેન મુંબઈ એરપોર્ટ આવે તે પહેલા મુંબઈના એરપોર્ટ પર ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી અને રવિવારે સવારે 10:19 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર વિમાન સુરક્ષિત રીતે લેન્ડ થયું હતું.
બોંબની ધમકી મળ્યા બાદ મંબઈ એરપોર્ટ પર ઈમરજન્સી કરી હતી જાહેર
વિસ્તારાએ રવિવારે અહેવાલ આપ્યો હતો કે પેરિસના ચાર્લ્સ ડી ગોલ એરપોર્ટથી મુંબઈ જતી ફ્લાઈટ UK 024માં એર સિકનેસ બેગ પર બોંબની ધમકીવાળી એક નોંધ મળી આવી હતી. ધમકી મળ્યા બાદ મુંબઈ એરપોર્ટ પર રાત્રે 10:08 વાગ્યે ઈમરજન્સી જાહેર કરવામાં આવી હતી. આ માહિતી આપતાં સૂત્રએ જણાવ્યું કે ફ્લાઈટ સવારે 10:19 વાગ્યે મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ હતી.
વધુમાં સુત્રએ જણાવ્યું હતું કે, ‘પેરિસ-મુંબઈ ફ્લાઈટમાં 294 મુસાફરો સાથે 12 ક્રૂ મેમ્બર હતા.’ વિસ્તારાએ જણાવ્યું હતું કે, ‘2 જૂન, 2024ના રોજ પેરિસથી મુંબઈ સુધી ઓપરેટ થનારી એરલાઇનની ફ્લાઇટ UK 024માં મુસાફરી કરતી વખતે અમારા સ્ટાફ દ્વારા સુરક્ષાની ચિંતાનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. પ્રોટોકોલને અનુસરીને એરલાઈને તરત જ સંબંધિત અધિકારીઓને જાણ કરી હતી.
આ પણ વાંચો: સરહદે પાકિસ્તાન મોટું ષડયંત્ર રચી રહ્યું છેઃ જમ્મુ-કાશ્મીરના DGPએ આપી ચોંકાવનારી વિગતો