ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

પ્રજ્વલ રેવન્નાની SIT દ્વારા બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ, આજે કોર્ટમાં થશે હાજર

  • ધરપકડ બાદ SITની ટીમ પ્રજ્વલ રેવન્નાને CID ઑફિસ લઈ ગઈ, જ્યાં તેની પૂછપરછ કરવામાં આવી રહી છે 

બેંગલુરુ, 31 મે: કર્ણાટકની હાસન લોકસભા સીટના સાંસદ પ્રજ્વલ રેવન્નાની મોડી રાત્રે બેંગલુરુ એરપોર્ટ પરથી ધરપકડ કરવામાં આવી છે. SITએ પ્રજ્વલ રેવન્ના પાસેથી બે સૂટકેસ પણ જપ્ત કરી છે. ધરપકડ બાદ SITની ટીમ પ્રજ્વલ રેવન્નાને CID ઑફિસ લઈ ગઈ છે. ઉલ્લેખનીય છે કે, પ્રજ્વલ રેવન્નાને આજે શુક્રવારે કોર્ટમાં રજૂ કરવામાં આવશે. હકીકતમાં, હાસન લોકસભા બેઠકના સાંસદ પ્રજ્વલ રેવન્ના પર યૌન શોષણનો આરોપ છે.

 

બે સૂટકેસ પણ જપ્ત કરવામાં આવી

હકીકતમાં, પ્રજ્વલ રેવન્ના મોડી રાત્રે જર્મનીથી બેંગલુરુ એરપોર્ટ પહોંચ્યા હતા. રેવન્ના અહીં કેમ્પેગૌડા ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પહોંચતા જ SIT દ્વારા તેની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે પ્રજ્વલ રેવન્ના પાસેથી બે સૂટકેસ પણ જપ્ત કરી છે. પોલીસને પ્રજ્વલના ભારત પરત ફરવાની માહિતી પહેલાથી જ મળી ગઈ હતી. આ પછી SITએ કેમ્પેગૌડા એરપોર્ટની સુરક્ષા વધારી દીધી હતી. રેવન્ના બહાર આવતાની સાથે જ SITએ તેની ધરપકડ કરી હતી.

 

જાતીય શોષણના આરોપો

મહત્ત્વપૂર્ણ છે કે, JDS નેતા પ્રજ્વલ રેવન્ના પર યૌન ઉત્પીડનનો આરોપ છે. 26 એપ્રિલના રોજ, બેંગલુરુમાં જાહેર સ્થળોએ ઘણી પેન ડ્રાઈવ મળી આવી હતી. દાવો કરવામાં આવી રહ્યો છે કે, આ પેનડ્રાઈવમાં 3 હજારથી 5 હજાર વીડિયો છે. પેનડ્રાઈવમાં હાજર વીડિયોમાં પ્રજ્વલ મહિલાઓને જાતીય સતામણી કરતો જોઈ શકાય છે. મામલો વધી જતાં રાજ્ય સરકારે SITની રચના કરી હતી. આ પછી પ્રજ્વલ વિરુદ્ધ દુષ્કર્મ, છેડતી અને બ્લેકમેલિંગની FIR નોંધવામાં આવી હતી. તેના ઘરમાં કામ કરતી મહિલાએ પણ રેવન્ના પર આરોપ લગાવ્યો છે.

પ્રજ્વલ રેવન્નાને આજે કોર્ટમાં હાજર કરવામાં આવશે

આ સિવાય પ્રજ્વલ રેવન્ના પર 50થી વધુ મહિલાઓના જાતીય સતામણીનો આરોપ છે. એવો આરોપ છે કે, પ્રજ્વલ રેવન્નાએ 50માંથી 12 મહિલાઓ સાથે બળજબરીપૂર્વક સંબંધો બાંધ્યા હતા. આ સિવાય અન્ય મહિલાઓને લાલચ આપીને તેમની પાસેથી સેક્સ્યુઅલ ફેવર લેવામાં આવતો હતો. હાલમાં SIT દ્વારા રેવન્નાની ધરપકડ કરવામાં આવી છે. રેવન્નાને આજે કોર્ટમાં રજૂ કરવામાં આવી શકે છે.

આ પણ જુઓ: Breaking News : રાજકોટ અગ્નિકાંડમાં પૂર્વ TPO સહિત 4 અધિકારીઓની ધરપકડ

Back to top button