ટ્રાવેલટ્રેન્ડિંગ

અયોધ્યા-કાશી જેવી ધાર્મિક જગ્યાઓના દર્શન કરો માત્ર આટલા રૂપિયામાં

Text To Speech
  • IRCTC ટુરિઝમ યાત્રીઓ માટે સમયાંતરે ટૂર પેકેજ લાવે છે. આ વખતે પણ IRCTC ખાસ ઓફર લઈને આવ્યું છે. આ વખતે IRCTC પુરી, ગંગાસાગર, ભવ્ય કાશી યાત્રા વિથ રામલલ્લા દર્શન (WZBG19)નામનું ટૂર પેકેજ લઈને આવ્યું છે

જો તમે તમારા પરિવાર સાથે કોઈ ધાર્મિક ટૂર કરવાનું પ્લાનિંગ કરી રહ્યાં છો, તો તમારા માટે સારા સમાચાર છે. IRCTC ટુરિઝમ યાત્રીઓ માટે સમયાંતરે ટૂર પેકેજ લાવે છે. આ વખતે પણ IRCTC ખાસ ઓફર લઈને આવ્યું છે. આ વખતે IRCTC પુરી, ગંગાસાગર, ભવ્ય કાશી યાત્રા વિથ રામલલ્લા દર્શન (WZBG19)નામનું ટૂર પેકેજ લઈને આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, મુસાફરોને ભારત ગૌરવ ટુરિસ્ટ ટ્રેનથી પ્રવાસ કરાવવામાં આવશે.

10 દિવસ અને 9 રાતનું હશે પેકેજ

આ ટૂર પેકેજ 10 દિવસ અને 9 રાતનું હશે. આ સમયગાળા દરમિયાન મુસાફરોને નોન-એસી સ્લીપર, થર્ડ એસી ક્લાસ અને સેકન્ડ એસી ક્લાસમાં ભ્રમણ કરાવાશે. આ પેકેજની શરૂઆત 17 જૂન 2024થી થશે. મુસાફરોને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનર આપવામાં આવશે.

બોર્ડિંગ પોઈન્ટ્સ:

ઈન્દોર – દેવાસ – ઉજ્જૈન – શુજાલપુર – સિહોર – રાણી કમલાપતિ – ઈટારસી – નરસિંહપુર – જબલપુર – કટની અને અનુપપુર.

ડી-બોર્ડિંગ પોઈન્ટ્સ:

કટની – જબલપુર – નરસિંહપુર – ઈટારસી – રાણી કમલાપતિ – સિહોર – શુજાલપુર – ઉજ્જૈન – દેવાસ અને ઈન્દોર.

ટ્રાવેલ ઈન્સ્યોરન્સ પણ મળશે

પેકેજમાં દરેકને બ્રેકફાસ્ટ, લંચ અને ડિનરની સુવિધા મળી રહી છે. પ્રવાસીઓને ટ્રાવેલ ઈન્શ્યોરન્સની સુવિધા પણ મળી રહી છે. ટ્રેનમાં મુસાફરોની સુરક્ષા માટે સિક્યોરિટી પણ હશે.

આ પણ વાંચોઃ જોર સે બોલો જય માતા દીઃ વૈષ્ણોદેવી માતાના દર્શન કરો એકદમ સસ્તા પેકેજમાં

કેટલું હશે ભાડું?

સ્લીપર ક્લાસમાં મુસાફરી કરનાર વ્યક્તિનું ભાડું 18,060 રૂપિયા હશે. જો તમે 3ACમાં મુસાફરી કરવા માંગતા હોવ તો તમારે 27,550 રૂપિયા ચૂકવવા પડશે અને જો તમે 2ACમાં મુસાફરી કરવા ઈચ્છતા હોય તો તમારે 36,250 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચોઃ પ્રાકૃતિક સુંદરતા માટે પ્રસિદ્ધ છે છત્તીસગઢ, નહિ થાય પાછા આવવાનું મન

Back to top button