ટ્રાવેલટ્રેન્ડિંગ

જોર સે બોલો જય માતા દીઃ વૈષ્ણોદેવી માતાના દર્શન કરો એકદમ સસ્તા પેકેજમાં

Text To Speech
  • જો તમે પહેલીવાર વૈષ્ણોદેવી માતાના દર્શન કરવા જઈ રહ્યા હો અથવા તો તમે અનેક વાર દર્શન કરી ચૂક્યા હો. IRCTCનો પ્લાન તમારા માટે ખાસ્સો સુવિધાજનક હોઈ શકે છે

શું તમે પરિવાર સાથે વૈષ્ણોદેવી માતાના દર્શને જવા ઈચ્છો છો? IRCTC એક સ્પેશિયલ અને સસ્તો ટૂર પ્લાન લઈને આવ્યું છે, આ પેકેજમાં તમારે ટ્રેનની વેઈટિંગ લિસ્ટ વાળી ટિકિટની તકલીફ નહીં થાય કે પછી હોટલ કે ટ્રાવેલ સ્લિપની જરૂર પણ નહીં પડે. જો તમે પહેલીવાર દર્શન કરવા જઈ રહ્યા હો અથવા તો તમે અનેક વાર દર્શન કરી ચૂક્યા હો. IRCTCનો પ્લાન તમારા માટે ખાસ્સો સુવિધાજનક હોઈ શકે છે. IRCTC રૂ. 8,160થી શરૂ કરીને વૈષ્ણોદેવી ટૂર પેકેજ ઓફર કરી રહી છે.

દિલ્હીથી શરૂ થશે યાત્રા

IRCTCના આ ટૂર પેકેજમાં તમને 12425 રાજધાની એક્સપ્રેસની એસી ક્લાસ ટિકિટ મળશે. આ ટૂર પ્લાન શુક્રવાર અને શનિવારે દિલ્હીથી શરૂ થાય છે. આ 3 દિવસ/4 રાત્રિના પેકેજમાં, તમને નવી દિલ્હી રેલ્વે સ્ટેશનથી રાત્રે 8:40 વાગ્યાથી ટ્રેન મળશે. રાત ભરની સફર કર્યા બાદ તમે બીજા દિવસે કટરા પહોંચશો. IRCTC વૈષ્ણોદેવીની યાત્રા 6795 રૂપિયામાં કરાવી રહી છે.

જોર સે બોલો જય માતા દીઃ વૈષ્ણોદેવી માતાના દર્શન કરો એકદમ સસ્તા પેકેજમાં hum dekhenge news

કટરામાં મળશે ગેસ્ટ હાઉસ

કટરામાં તમને IRCTC ગેસ્ટ હાઉસ મળશે. અહીં ફ્રેશ થયા પછી, તમે કટરાથી ચઢવાનું શરૂ કરશો. ત્યાંથી તમે તે જ દિવસે માતા વૈષ્ણોદેવીના દર્શન કરીને નીચે આવી શકશો. ત્રીજા દિવસે કટરાથી સાંજે 6 વાગ્યે તમારી રિટર્ન ટ્રેન હશે, જે તમને દિલ્હી પહોંચાડશે.

ટૂર પેકેજમાં મળશે આ સેવાઓ

આ ટૂર પેકેજમાં તમને આવવા-જવાની ટ્રેનની ટિકિટ, 2 દિવસ માટે હોટેલ, બ્રેકફાસ્ટ અને ડિનર મળશે. તમને લાવવા લઈ જવા માટે શેરિંગમાં ગાડી પણ આપવામાં આવશે.

સસ્તામાં કરી શકશો માતા વૈષ્ણોદેવીના દર્શન

સિંગલ રૂમમાં રહેવા માટે તમારે પ્રતિ વ્યક્તિ 13,300 રૂપિયા ચૂકવવા પડશે. ડબલ શેરિંગ રૂમ માટે એક વ્યક્તિએ 9,670 રૂપિયા એક વ્યક્તિને આપવા પડશે. ટ્રિપલ શેરિંગ માટે તમારે 8,160 રૂપિયા ચૂકવવા પડશે. આ ઉપરાંત, 5 થી 11 વર્ષની વયના બાળક માટે બેડ ખરીદવા માટે 7,250 રૂપિયા ખર્ચવા પડશે અને બાળક માટે બેડ ન ખરીદો તો 5,800 રૂપિયા ચૂકવવા પડશે.

આ પણ વાંચોઃ ઓગસ્ટની રજાઓ અત્યારથી કરો પ્લાન, IRCTCએ આપ્યો તમિલનાડુનો વિકલ્પ

Back to top button