આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલવર્લ્ડ

રિયાસીમાં યાત્રાળુઓનો હત્યારો પાકિસ્તાનમાં ઠાર મરાયો હોવાનો વાયરલ વીડિયોમાં દાવો

નવી દિલ્હી, 16 જૂનઃ  જમ્મુના રિયાસી ખાતે તાજેતરમાં હિન્દુ યાત્રાળુઓની બસ ઉપર ફાયરિંગ કરીને 10 શ્રદ્ધાળુઓની હત્યા કરનાર પાકિસ્તાની આતંકીને પાકિસ્તાનમાં જ કોઈ અજાણ્યા લોકોએ ઠાર મારી દીધો હોવાના અહેવાલ મળી રહ્યા છે. એક પાકિસ્તાની યુટ્યુબરે આ અંગે ઘટસ્ફોટ કર્યા બાદ પાકિસ્તાની મીડિયા પણ આ બાબતે ચર્ચા કરી રહ્યા છે. પાકિસ્તાની મીડિયા અને યુટ્યુબર્સ દ્વારા કરવામાં આવેલા દાવા અનુસાર, જમ્મુ અને કાશ્મીરમાં રિયાસી આતંકવાદી હુમલા પાછળના માસ્ટરમાઇન્ડને અજાણ્યા લોકો દ્વારા પાકિસ્તાનમાં કથિત રીતે ઠાર કરી દેવામાં આવ્યો હતો. આ બાબતે વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં બે માણસો આ ભયાનક હુમલા માટે જવાબદાર માસ્ટરમાઇન્ડ ઠાર થયો હોવા વિશે વાત કરતા જોવા મળે છે.

જૂઓ વીડિયો…

16-સેકન્ડની આ ક્લિપમાં સફેદ શર્ટ પહેરેલા એક માણસ પાસે માઇક્રોફોન છે જે કદાચ તેની યુટ્યુબ ચેનલ માટે વીડિયો રેકોર્ડ કરી રહ્યો છે. તેમણે J&Kના રિયાસીમાં તાજેતરના આતંકવાદી હુમલાની ચર્ચા કરી અને એવા અહેવાલોનો ઉલ્લેખ કર્યો કે માસ્ટરમાઇન્ડને પાકિસ્તાનમાં અજાણ્યા વ્યક્તિઓ દ્વારા ઠાર કરી દેવામાં આવ્યો છે. છેલ્લા થોડાં મહિનાથી પાકિસ્તાનમાં ટાર્ગેટેડ હુમલામાં વધારો થયો છે. ભારતીય નાગરિક સરબજીત સિંઘના હત્યારા પાકિસ્તાની અંડરવર્લ્ડ ડોન અમીર સરફરાઝ ઉર્ફે તાંબાની લાહોરમાં 14 એપ્રિલે અજાણ્યા હુમલાખોરો દ્વારા ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. અજાણ્યા માણસોએ તાંબાને નિશાન બનાવ્યો હતો.

રિયાસી આતંકી હુમલા સંદર્ભે જમ્મુમાં સ્થાનિક 50 શકમંદોની અટકાયત

આ તરફ ગુરુવારે અધિકારીઓના જણાવ્યા અનુસાર, જમ્મુ અને કાશ્મીરના રિયાસીના કાંડા વિસ્તારમાં તીર્થયાત્રીઓની બસ પર તાજેતરમાં થયેલા આતંકવાદી હુમલાના સંબંધમાં લગભગ 50 લોકોની અટકાયત કરવામાં આવી છે જેમણે આતંકીઓને મદદ કરી હોવાની આશંકા છે. 9 જૂનના રોજ થયેલા આ હુમલામાં આતંકવાદીઓએ બસ પર ગોળીબાર કર્યો હતો જેના કારણે તે ખીણમાં પડી હતી 10 શ્રદ્ધાળુ મૃત્યુ પામ્યા હતા અને 40થી વધુ લોકો ઘાયલ થયા હતા.

એસએસપી રિયાસીએ લોકોને જાગૃત રહેવા અને કોઈપણ શંકાસ્પદ પ્રવૃત્તિઓની જાણ તરત જ અધિકારીઓને કરવા વિનંતી કરી. “કાયદા અમલીકરણ એજન્સીઓ ગુનેગારોને ન્યાયમાં લાવવા અને વિસ્તારના તમામ રહેવાસીઓ અને મુલાકાતીઓની સલામતી અને સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે પ્રતિબદ્ધ છે,” તેણીએ ખાતરી આપી. જમ્મુ અને કાશ્મીર પ્રદેશમાં ત્રણ મોટા હુમલાઓ સાથે હિંસામાં વધારો જોવા મળ્યો છે: રિયાસી આતંકી હુમલો, કઠુઆ આતંકી હુમલો અને ડોડા આતંકી હુમલો. 9 જૂને બનેલી રિયાસીની ઘટનામાં એક બાળક સહિત ઓછામાં ઓછા દસ યાત્રાળુનાં મૃત્યુ થયા હતા અને 42 અન્ય લોકો ઘાયલ થયા હતા.

આ પણ વાંચોઃ EVM વિવાદઃ ઈલોન મસ્કને ભારતે આપ્યો જવાબ, તો રાહુલ ગાંધીએ પણ ફરી કર્યો પ્રહાર

Back to top button