આર્ટ ઑફ લિવિંગ આશ્રમ પહોંચ્યાં વિક્રાંત, હિના અને મધુ ચોપરા, શ્રી શ્રી રવિશંકર સાથે કરી મુલાકાત, જુઓ Photos

- હિના ખાને પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે અમારા બધાના અહીં આવવાના અલગ અલગ કારણો હતા,પરંતુ એકવાર અમે ભેગા થયા પછી, તે એક મોટા પરિવાર જેવું હતું
HD ન્યુઝ ડેસ્કઃ 27 મે, મુંબઈઃ તાજેતરમાં અભિનેત્રી હિના ખાન, વિક્રાંત મેસી, તેની પત્ની શીતલ ઠાકુર અને પ્રિયંકા ચોપરાની માતા મધુ ચોપરાએ બેંગલુરુના Art of Living Ashram માં એક આધ્યાત્મિક સત્રમાં હાજરી આપી હતી, જ્યાં તેઓ Sri Sri Ravi Shankarને મળ્યા હતા. હિના ખાન તેના બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ સાથે આ સત્રમાં જોડાઈ હતી. હિના ખાન તેમજ વિક્રાંતની પત્ની શીતલ ઠાકુરે આ ક્ષણની કેટલીક તસવીરો સોશિયલ મીડિયા પર શેર કરીને પોતાનો આધ્યાત્મિક અનુભવ શેર કર્યો. ઉલ્લેખનીય છે કે અભિનેત્રી હિના ખાન હાલમાં સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સરની સારવાર લઈ રહી છે.
હિના ખાને આ અનુભવ સાથે જોડાયેલી ઘણી તસવીરો ઇન્સ્ટાગ્રામ પર શેર કરી છે, જેમાં તે શ્રી શ્રી રવિશંકર સાથે પોઝ આપતી જોવા મળી રહી છે. તસવીરોમાં વિક્રાંત મેસી, મધુ ચોપરા અને અન્ય લોકો પણ જોવા મળે છે.
હિના ખાને પોસ્ટના કેપ્શનમાં લખ્યું છે કે “અમારા બધાના અહીં આવવાના અલગ અલગ કારણો હતા, અમારા બધાના અલગ અલગ હેતુઓ હતા. પરંતુ એકવાર અમે ભેગા થયા પછી, તે એક મોટા પરિવાર જેવું હતું. અમે ધ્યાન કરવાનું શીખ્યા, અમે અમારી આંતરિક શાંતિ અને શક્તિને સક્રિય કરવાનું શીખ્યા, અમે જૂના રીતરિવાજો પણ છોડી દીધા અને જૂના બંધનો તોડી નાખ્યા. અમે એકબીજાની કંપનીનો આનંદ માણ્યો, એકબીજા સાથે આગળ વધ્યા અને એકબીજાના મિત્ર બન્યા. ધન્યવાદ, મારી પ્રિય નીતુ અને ભૈયા, અમારા વિશે વિચારવા અને અમને અહીં આમંત્રણ આપવા અને અમારી સંભાળ રાખવા બદલ આભાર. આ યાત્રાને હંમેશા માટે ખુશીઓથી ભરેલી યાત્રા બનાવવા માટે યોગદાન આપવા બદલ આપ સૌનો આભાર.
વિક્રાંત અને શીતલે પણ પોતાનો અનુભવ શેર કર્યો
અભિનેતા વિક્રાંત મેસી અને તેમની પત્નીએ પણ આધ્યાત્મિક સત્રમાં હાજરી આપી હતી અને તેમના સોશિયલ મીડિયા પર પોસ્ટ કરીને પોતાનો અનુભવ શેર કર્યો હતો. શીતલ ઠાકુર પોતાની પોસ્ટના કેપ્શનમાં લખે છે. થોડા સમય માટે દુનિયાને પાછળ છોડી દીધી અને તેના શુદ્ધ સ્વરૂપમાં શાંતિ મેળવી. આશ્રમમાં થોડા દિવસો વિતાવ્યા પછી મારો આત્મા હળવાશનો અનુભવ કરે છે. આશ્રમની આખી ટીમે મને આટલો પ્રેમ, હૂંફ અને કૃપા આપવા બદલ ખૂબ જ આભાર. તે ખરેખર ઘરે પાછા ફરવા જેવું હતું, જ્યાં સમય ધીમો પડી ગયો અને શ્વાસ બોલતા હતા.
આ પણ વાંચોઃ ગિફ્ટ્સ લાવી છું, કહીને આદિત્ય રૉય કપૂરના ઘરમાં મહિલા જબરજસ્તી ઘૂસી











