VIDEO: લૂંટારા નિવૃત્ત ન્યાયાધીશના ઘરે ત્રાટક્યા, લૂંટ તો કરી પણ લોખંડના સળિયાથી…

ઈન્દોર, 14 ઓગસ્ટ, 2025: Robbers stormed the house of a retired judge in Indore ઈન્દોરમાં લૂંટ અને હત્યાના પ્રયાસનો એક એવો દર્દનાક કિસ્સો બન્યો છે જેમાં અડધી રાત્રે ત્રાટકેલા ત્રણ લૂંટારા રૂપિયા પાંચ લાખ કરતાં વધુનાં ઘરેણાં લૂંટી ગયા છે. એટલું જ નહીં પરંતુ આ લૂંટારા ઘરમાં ભર ઊંઘમાં સૂતેલા ઘરમાલિક જો જાગી જાય તો તેને લોખંડનો સળિયો મારવા માટે એક ચોર તૈયાર ઊભો હતો.
મળતા અહેવાલ મુજબ મધ્યરાત્રિએ અર્થાત વહેલી સવારે આશરે 3.30 વાગ્યે ત્રણ બુકાનીધારી લૂંટારા નિવૃત્ત ન્યાયમૂર્તિ રમેશ ગર્ગના ઘરે ત્રાટક્યા હતા. ચાર મિનિટ અને દસ સેકન્ડમાં આ લૂંટારાઓએ ઘરમાં પ્રવેશીને તિજોરી તોડી નાખી હતી અને તેમાંથી કિમતી ચીજો લૂંટી લીધી હતી.
પાકિસ્તાનમાં સ્વાતંત્ર્ય દિવસની ઉજવણી દરમિયાન અંધાધૂંધ ગોળીબાર, 3નાં અવસાન, 60થી વધુ લોકો ઘાયલ
આ ઘટનાનો વીડિયો જે સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે તેમાં જોઈ શકાય છે કે, એક ચોર તેના હાથમાં લોખંડનો સળિયો લઈને ઊભો છે જ્યારે બીજો તિજોરીમાંથી રોકડ રકમ અને ઘરેણાં ચોરી રહ્યો છે.
જુઓ વીડિયો…
રવિવારે વહેલી પરોઢે બનેલી આ સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે. નોંધપાત્ર બાબત એ છે કે ઘરની એલાર્મ સિસ્ટમ નિષ્ફળ ગઈ હતી જેને કારણે ન્યાયમૂર્તિ ગર્ગના પૌત્ર ઋતિકને કોઈ ખ્યાલ આવ્યો નહોતો અને લૂંટારા ચોરી કરીને ભાગી છૂટ્યા હતા.
મળતા અહેવાલો અનુસાર લૂંટારા બારીના સળિયામાંથી ઘરમાં પ્રવેશ્યા હતા. આ ત્રણે પ્રવેશ્યા તે સમયે ઘરનો ચોકીદાર બહાર હાજર જ હતો. ઘટના સમે ઋતિકના પત્ની અને બાળકો અન્ય રૂમમાં સૂતાં હતાં અને અડધી રાત્રે ઘરમાં શું થઈ રહ્યું છે તેની તેમને કશી જાણ થઈ નહોતી.
આ ઘટનાને પગલે ઈન્દોરના વૈભવી વિજયનગર વિસ્તારમાં ભયનો માહોલ ફેલાઈ ગયો છે. નિવૃત્ત ન્યાયમૂર્તિના ઘરે આ રીતે ચોરી થઈ હોવાથી પોલીસ અત્યંત સક્રિય થઈને તપાસ કરી રહી છે. વિજયનગર પોલીસે કેસ દાખલ કરીને તપાસ શરૂ કરી છે. તે સાથે લૂંટારાઓને ઓળખવા અને તેમને પકડી પાડવા સીસીટીવીની સઘન તપાસ કરવામાં આવી રહી છે.











