VIDEO: પટનાની પ્રખ્યાત હોટલમાં ભીષણ આગ, 6ના મૃત્યુ, અનેક દાઝ્યા
પટના, 25 એપ્રિલ: પટનાના ફ્રેઝર રોડ પર ગુરુવારે સવારે એક હોટલ અને બે દુકાનોમાં ભીષણ આગ લાગી હતી. આગે થોડી જ વારમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું. જેના કારણે ફ્રેઝર રોડ સહિત આસપાસના વિસ્તારોમાં અરાજકતા સર્જાઈ હતી. કોતવાલી પોલીસ સ્થળ પર હાજર છે. આ સાથે ફાયર વિભાગની 20 જેટલી ગાડીઓ પણ સ્થળ પર હાજર છે. જે બિલ્ડીંગમાં આગ લાગી ત્યાં હોટલની સાથે દુકાનો પણ છે. આગ પર કાબૂ મેળવવાની કામગીરી ચાલી રહી છે.
Patna Fire pic.twitter.com/hP4qNfyCJ5
— Arijita Sen (@ArijitaSen2) April 25, 2024
આગમાં 6 લોકોના મૃત્યુ થયા તો અનેક લોકો દાઝ્યા
અત્યાર સુધી બચાવકર્મીઓએ હોટલમાંથી 40 થી 45 લોકોને સુરક્ષિત રીતે બહાર કાઢ્યા છે. તે જ સમયે ઘણા લોકો દાઝી ગયા છે. જેમની ઓળખ હજુ સુધી થઈ નથી. દાઝી ગયેલા લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ચાર મહિલાઓની હાલત ગંભીર છે. પીએમસીએચના ડો. વિદ્યાપતિ ચૌધરીએ જણાવ્યું કે અત્યાર સુધીમાં 18 દર્દીઓને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જેમાંથી 6ના મૃત્યુ થયા છે, ત્યારે 12 આઈસીયુમાં સારવાર હેઠળ છે.
— Arijita Sen (@ArijitaSen2) April 25, 2024
ફાયર વિભાગના અધિકારીઓ, ફાયર બ્રિગેડ અને અનેક પોલીસ સ્ટેશનોની પોલીસ ઘટનાસ્થળે છે. આ આગમાં 6 લોકોએ જીવ ગુમાવ્યા છે. આ ભયાનક અકસ્માતમાં પાલ હોટેલ અને તેની બાજુમાં આવેલી હોટલ સંપૂર્ણપણે બળીને ખાખ થઈ ગઈ છે.
હોટલની નીચે પાર્ક કરેલા વાહનો બળીને ખાખ
પટનાની પ્રખ્યાત હોટલમાં લાગેલી આગએ એટલું વિકરાળ સ્વરુપ ધારણ કર્યું હતું કે હોટલની નીચે પાર્ક કરેલા અનેક વાહનોને પણ નુકસાન થયુ હતું. અનેક વાહનો તો ત્યાંજ બળીને ખાખ થઈ ગયા હતા. ઘટનાસ્થળે છ જેટલી એમ્બ્યુલન્સ પણ હાજર છે.
આ પણ વાંચો: તિહાર જેલમાં કેદીઓ વચ્ચે હિંસક અથડામણ, ચાર ઘાયલ, AAPએ કહ્યું – કેજરીવાલનો જીવ જોખમમાં