ટ્રેન્ડિંગનેશનલમનોરંજનવીડિયો સ્ટોરી

VIDEO: સ્પાઈડરમેન હોય તો શું થયું? પેટ ભરવા કામ તો કરવું પડે ને!

Text To Speech
  •  સ્પાઈડર મેનનો ફની વીડિયો સોશિયલ મીડિયા પર થયો વાયરલ

HD ન્યૂઝ ડેસ્ક, 11 જુલાઈ: બધાએ સ્પાઈડર મેન વિશે સાંભળ્યું જ હશે. સ્પાઈડર મેન માર્વેલ કોમિક્સ(Marvel Comics)નો એક કાલ્પનિક સુપરહીરો છે જે મુશ્કેલીના સમયે દુનિયાને બચાવે છે. આ સુપરહીરો પર ઘણી ફિલ્મો પણ બની છે. સ્પાઈડર મેન બાળકોનું ખૂબ જ પ્રિય પાત્ર છે. પરંતુ શું ક્યારેય સ્પાઈડર મેનને મજૂરો સાથે કામ કરતા જોયો છે? સોશિયલ મીડિયા પર હાલમાં સ્પાઈડર મેનનો એક ફની વીડિયો વાયરલ થઈ રહ્યો છે. જેને જોઈને  હસવું રોકી શકાશે નહીં. વીડિયોમાં સ્પાઈડર મેન શ્રમિકો સાથે કામ કરતો જોવા મળે છે.

જૂઓ વાયરલ વીડિયો

 

વાયરલ વીડિયોમાં શું છે?

બધાએ સ્પાઈડર મેનને કોઈને કોઈ કોમિક કે હોલીવુડ ફિલ્મમાં જોયો જ હશે. તમે ફિલ્મોમાં જોયું જ હશે કે સ્પાઈડર મેન પોતાનો જીવ જોખમમાં મૂકીને મુશ્કેલીમાં ફસાયેલા લોકોને બચાવે છે. પરંતુ હાલમાં જે વીડિયો વાયરલ થઈ રહ્યો છે તે સાવ વિપરીત છે. વીડિયોમાં જોવા મળે છે કે, સ્પાઈડર મેન શ્રમિકો સાથે મળીને કામ કરી રહ્યો છે. હકીકતમાં, એક વ્યક્તિએ સ્પાઈડર મેનનો પોશાક(Costume) પહેર્યો છે અને તે શ્રમિકો સાથે કામ કરી રહ્યો છે. હવે તેનો વીડિયો સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે.

ઈન્સ્ટાગ્રામ પર વાયરલ થઈ રહેલા આ વીડિયોને અત્યાર સુધી 11 હજારથી વધુ લોકોએ લાઈક કર્યો છે. વીડિયો જોયા બાદ લોકોએ ફની કમેન્ટ્સ પણ કરી છે. એક યુઝરે લખ્યું છે કે, ‘જો આજે કમાશો તો કાલે ખાશો.’ અન્ય યુઝરે લખ્યું કે, ‘સ્ટોપ ઇટ, સ્પાઇડર મેન આ જોયા પછી બે વાર આત્મહત્યા કરી લેશે.‘ ત્રીજા યુઝરે લખ્યું કે, ‘ મારી પાસે આવી જા, સારી નોકરી છે.‘ ચોથા યુઝરે લખ્યું કે, ‘ બે ટાઈમની રોટલી માટે સ્પાઈડર મેન કામ કરી રહ્યી છે.‘ અન્ય એક યુઝરે લખ્યું કે, ‘આ તો જબલપુરનો સ્પાઈડર મેન છે.

આ પણ જૂઓ: ભારતીય મૂળના બ્રિટિશ સાંસદે શ્રીમદ ભગવદ્ ગીતા હાથમાં રાખીને લીધા શપથ, જૂઓ વીડિયો

Back to top button