ટ્રેન્ડિંગમનોરંજન

વિક્કી કૌશલની ‘સેમ બહાદુર’નું ટીઝર રીલીઝઃ ભારત-પાક. મેચ પહેલા દર્શકોને ટ્રીટ

  • ‘સૈમ બહાદુર’ માં વિક્કી કૌશલનો દમદાર અભિનય ચર્ચામાં
  • 14 ઓક્ટોબરે ભારત-પાક.મેચ પહેલા દર્શકોને ટ્રીટ
  • મેઘના ગુલઝારને સેમ બહાદુર બનાવતા લાગ્યા સાત વર્ષ

બોલીવૂડ અભિનેતા વિકી કૌશલ સ્ટારર ફિલ્મ ‘સેમ બહાદુર’ ઘણા સમયથી ચર્ચામાં હતી. ચાહકો ફિલ્મની રિલીઝની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે. દર્શકોના ઉત્સાહને બમણો કરવા માટે મેકર્સે ફિલ્મનું ટીઝર રિલીઝ કર્યું છે. ખૂબ જ શાનદાર ટીઝર જોઈને ચાહકો ખૂબ જ ઉત્સાહિત છે. 14 ઓક્ટોબરે ભારત-પાકિસ્તાન વચ્ચે ક્રિકેટ વર્લ્ડ કપની મેચ છે. આ ખાસ અવસરે મેકર્સે ફિલ્મ સેમ બહાદુરનું ટીઝર રિલીઝ કરીને ફેન્સને જબરજસ્ત ટ્રીટ આપી છે.

વિકી કૌશલનો અભિનય જોઈને ફેન્સ દંગ રહી ગયા

1.26 મિનિટનું આ ટીઝર ખૂબ જ પાવરફુલ લાગે છે. એક સૈનિક માટે તેનું સન્માન તેના જીવ કરતા વધુ મૂલ્યવાન છે અને એક સૈનિક તેના યુનિફોર્મના સન્માન માટે પોતાનો જીવ પણ આપી શકે છે. સૈમ બહાદુરનું પાવરફુલ ટીઝર આ ડાયલોગથી શરૂ થાય છે. ટીઝરમાં ફિલ્મનો હીરો વિકી કૌશલ દમદાર પરફોર્મન્સમાં જોવા મળી રહ્યો છે. ભારતીય સેનાના ફિલ્ડ માર્શલના રોલમાં વિકી કૌશલ શાનદાર લાગી રહ્યો છે.

સેમ બહાદુરની શક્તિશાળી ડાયલોગ ડિલિવરીથી લઈને તેના શાનદાર અભિનય સુધી, ટીઝરમાં બધું જ વખાણવાલાયક છે. ટીઝરમાં ફાતિમા સના શેખની એક નાની ઝલક પણ જોવા મળી હતી, જે ફિલ્મમાં ઈન્દિરા ગાંધીનું પાત્ર ભજવી રહી છે. સાન્યા મલ્હોત્રાએ પણ સારું કામ કર્યું છે. ગઈકાલે વિકી કૌશલે ફિલ્મના નવા પોસ્ટરની સાથે ફિલ્મના ટીઝરની જાહેરાત કરી હતી. ત્યારથી ચાહકો ફિલ્મના ટીઝરની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. ‘સેમ બહાદુર’નું ટીઝર સામે આવ્યા બાદ હવે તેની ચર્ચા દરેક જગ્યાએ જોરશોરથી થઈ રહી છે.

વિક્કી કૌશલની 'સેમ બહાદુર'નું ટીઝર રીલીઝઃ ભારત-પાક. મેચ પહેલા દર્શકોને ટ્રીટ hum dekhenge news

ફિલ્મની સ્ટોરી શું છે?

સેમ બહાદુરની સ્ટોરી 1971ના ભારત-પાકિસ્તાન યુદ્ધની છે. આ યુદ્ધ દરમિયાન ભારતના પ્રથમ ફિલ્ડ માર્શલ અને આર્મી ચીફ સેમ માણેકશાનું બહુ મોટું યોગદાન હતું. આ ફિલ્મ તેમની બાયોપિક છે. આ ફિલ્મ 1 ડિસેમ્બરે થિયેટર્સમાં રિલીઝ થશે. આ ફિલ્મ રણબીર કપૂરની ‘એનિમલ’ સાથે ટકરાશે. ઉલ્લેખનીય છે કે એક વીક બાદ વિક્કી કૌશલની પત્ની અને અભિનેત્રી કૈટરિના કૈફની ફિલ્મ ‘મેરી ક્રિસમસ’ પણ રીલીઝ થઇ રહી છે. જોકે ‘સેમ બહાદુર’ના એક વીક પહેલા પણ કૈટરિનાની અન્ય એક ફિલ્મ રીલીઝ થવાની છે.

સેમ બહાદુર બનાવતા લાગ્યા સાત વર્ષ

ફિલ્મની ડિરેક્ટર મેઘના ગુલઝારે જણાવ્યુ કે આ ફિલ્મના રિસર્ચ અને તેને બનાવવામાં સાત વર્ષનો સમય લાગ્યો છે. મેઘનાએ કહ્યુ કે જ્યારે ફિલ્મ બનાવવાનો નિર્ણય લેવાયો ત્યારે તેમને સેમ માણેકશા અંગે વધુ વાતો ખ્યાલ ન હતી.

આ પણ વાંચોઃ બિગ બોસ 17માં આ સ્પર્ધકો ફાઇનલઃ પ્રિયંકા ચોપરાની બહેન કરશે એન્ટ્રી

Back to top button