ટોપ ન્યૂઝનેશનલબિઝનેસવર્લ્ડસાયન્સ એન્ડ ટેકનોલોજી

ભારતની યુપીઆઈ પેમેન્ટની સુવિધાથી જર્મની ગદગદ થયું, પોતે પણ ઉપયોગ કરવા ઉત્સુક

Text To Speech

યુપીઆઈ પેમેન્ટ આજે ભારતમાં સૌથી ઝડપથી વધી રહ્યું છે. આજના સમયમાં નાની ચૂકવણી માટે રોકડનો ઉપયોગ ખૂબ જ ઓછો થઈ ગયો છે. આ જ કારણ છે કે દુનિયા તેની પ્રશંસક છે. ફ્રાન્સ સહિત ઘણા દેશોએ તેને અપનાવ્યું છે. સાથે જ જર્મનીના એક મંત્રીએ તેમાં રસ દાખવ્યો છે.

જર્મન મંત્રીએ UPI થી કરી ચુકવણી

વિશ્વના દેશો ભારતના યુનિફાઈડ પેમેન્ટ ઈન્ટરફેસ એટલે કે યુપીઆઈમાં રસ દાખવી રહ્યા છે. ડિજિટલ પેમેન્ટની સરળતાને કારણે વિશ્વ તેને અપનાવવા માંગે છે. સિંગાપોર, આરબ દેશો , નેપાળ, ભૂતાન, ફ્રાન્સ અને શ્રીલંકા એવા દેશો છે જેમણે યુપીઆઈ પેમેન્ટ સિસ્ટમ અપનાવી છે. જર્મની પણ હવે તેમાં રસ દાખવી રહ્યું છે. જર્મનીના કેન્દ્રીય ડિજિટલ અને પરિવહન મંત્રી વોલ્કર વિસિંગે યુપીઆઈનો ઉપયોગ કરીને ચૂકવણી કરવાની સરળતાનો અનુભવ કર્યો હતો. ભારતમાં જર્મન એમ્બેસીએ રવિવારે પેમેન્ટની આ સીસ્ટમની પ્રશંસા કરી અને તેને ભારતની સફળતાની ગાથાઓમાંની એક ગણાવી હતી. તેની પોસ્ટમાં, દૂતાવાસે મંત્રી વોલ્કર વિસિંગનો એક ફોટો અને વિડિયો પણ બહાર પાડ્યો છે જે તેમના દ્રારા ખરીદેલ શાકભાજી માટે યુપીઆઈથી ચુકવણી કરે છે. તેમણે આ ચુકવણી 19 ઓગસ્ટના રોજ કરી હતી. જ્યારે તેઓ G20 દેશોની ડિજિટલ મંત્રીઓની બેઠકમાં ભાગ લેવા બેંગલુરૂ પહોંચ્યા હતા.

એમ્બેસીએ ભારતના ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચરની તારીફ કરી

દૂતાવાસે તેની પોસ્ટમાં લખ્યું છે કે, ભારતની સફળતાની ગાથાઓમાંની એક ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રકચર છે. યુપીઆઈ દરેક વ્યકિતને સેકન્ડોમાં વ્યવહાર કરવા સક્ષમ બનાવે છે. લાખો ભારતીયો તેનો ઉપયોગ કરે છે. ડિજિટલ અને ટ્રાન્સપોર્ટના ફેડરલ મિનિસ્ટર વોલ્કર વિસિંગે યુપીઆઈ પેમેન્ટની સાદગીનો અનુભવ કર્યેા અને તેનાથી તેઓ રોમાંચિત થયા હતા. દૂતાવાસની પોસ્ટમાં, લોકોએ ભારતની ડિજિટલ આર્થિક ક્રાંતિનો ભાગ બનવા બદલ તેમનો આભાર માન્યો હતો.

Back to top button