ચૂંટણી 2024ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર પાર્ક કરેલા વાહનોમાં તોડફોડ, BJP પર આક્ષેપો

Text To Speech
  • ઘટના બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં ઉગ્ર રોષ જોવા મળ્યો, વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો

અમેઠી, 6 મે: ઉત્તર પ્રદેશના અમેઠીમાંથી મોટા સમાચાર બહાર આવ્યા છે. અમેઠીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર તોડફોડ કરવામાં આવી છે. અહીં ગૌરીગંજમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર અડધો ડઝનથી વધુ વાહનોના કાચ તૂટી ગયા હતા. આ ઘટના બહાર આવ્યા બાદ વિસ્તારમાં તણાવનો માહોલ સર્જાયો છે. ઘટના બાદ કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરોમાં રોષ જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસ અને CO સહિત અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા છે. કેસની તપાસ ચાલી રહી છે.

કોંગ્રેસે ભાજપ પર આરોપ લગાવ્યો

કોંગ્રેસે આ ઘટના માટે ભાજપ પર આરોપ લગાવ્યો છે. ઉત્તર પ્રદેશ કોંગ્રેસે પોતાના એક્સ હેન્ડલ પર લખ્યું છે કે, ‘ભાજપ હારના ડરથી ગભરાઈ ગઈ છે. અમેઠીમાં વહીવટીતંત્રની હાજરીમાં ભાજપના કાર્યકરોએ જિલ્લા કાર્યાલયની બહાર પાર્ક કરેલા ડઝનબંધ વાહનોમાં તોડફોડ કરી હતી. કાર્યાલયમાં જિલ્લા પ્રમુખ પ્રદીપ સિંઘલ ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કોંગ્રેસીઓ સાથે મળીને બદમાશોનો ત્યાંથી પીછો કર્યો હતો પરંતુ પોલીસ દર વખતની જેમ પ્રેક્ષક બનીને રહી ગઈ હતી કે જાણે બધુ તેમની જ ઉશ્કેરણીથી થઈ રહ્યું છે.

યુપી કોંગ્રેસે કહ્યું કે, ‘ભાજપે પોતાની હાર સ્વીકારી લીધી છે, તેથી જ તેણે આવા નીચ અને ક્ષુદ્ર કૃત્યોનો આશરો લીધો છે. કોંગ્રેસ પાર્ટી અને રાહુલ ગાંધીના ઉગ્ર સિંહો કોઈનાથી ડરતા નથી.”

અમેઠીમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ગાઢ મુકાબલો

અમેઠીમાં કોંગ્રેસે કિશોરીલાલ શર્માને મેદાનમાં ઉતાર્યા છે, જેઓ સોનિયા ગાંધીના સંસદીય ક્ષેત્રના પ્રતિનિધિ હતા. તેમની સ્પર્ધા ભાજપના વરિષ્ઠ નેતા સ્મૃતિ ઈરાની સાથે છે. જ્યારે બસપાએ આ સીટ પર નન્હે સિંહ ચૌહાણને મેદાનમાં ઉતાર્યા છે. જો કે અહીં મુખ્ય મુકાબલો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે જ જોવા મળી રહ્યો છે.

હાલ આ બેઠક પરથી સ્મૃતિ ઈરાની સાંસદ છે. તેમણે 2019ની લોકસભા ચૂંટણીમાં આ બેઠક પરથી તત્કાલિન કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીને હરાવ્યા હતા. એક તરફ કોંગ્રેસ પોતાનું ગુમાવેલું માન પાછું મેળવવાનો પ્રયાસ કરી રહી છે, તો બીજી તરફ ભાજપ ફરી એકવાર આ બેઠક પર જીત મેળવવાનો પ્રયાસ કરી રહી છે.

આ પણ જુઓ: PM મોદીએ અયોધ્યામાં રામલલાના દર્શન કર્યા, 2 Km લાંબો રોડ શો કર્યો

Back to top button