29.2 લાખના એમડી ડ્રગ્સ સાથે બે આરોપીઓને પકડી પાડતી વડોદરા SOG
ગુજરાતમાં દિવસે ને દિવસે ગ્રગસનો કારોબાર વ્યાપક પ્રમાણમાં વધી રહ્યો છે ત્યારે ગુજરાત પોલીસ પણ તેને અટકાવવાના પૂરા પ્રયાસ કરી રહી છે. આજરોજ વડોદરમાં SOGએ એમ ડી ડ્રગ્સના જથ્થા સાથે બે શખ્સોની ધરપકડ કરી છે છે. ઈમરાન પઠાણ અને અને સલીમ ઈમ્તિયાઝ શેખ નામના બે શખ્સો 29.20 લાખ રુપિયાના એમડી ડ્રગ્સના જથ્થા સાથે ઝડપાયા છે. તો અન્ય એક આરોપીને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો છે. ઝડપાયેલા બંને આરોપીઓ ભૂતકાળમાં પણ નશીલા પદાર્થની હેરફેરમાં સંડોવાયેલા છે.મળતી માહિતી મુજબ ઈમરાન પઠાણ તાંદલજામાં આવેલા અસફાક એપાર્ટમેન્ટમાં ડિલિવરી આપવા આવ્યો હતો અને છેલ્લા દોઢ મહિનાથી મુંબઈથી ડ્રગ્સ લાવી વડોદરામાં હેરાફેરી અને વેચાણની કરી રહ્યો હતો. જ્યારે સલીમ ઈમ્તિયાઝ શેખ મહારાષ્ટ્રના થાણેમાં આવેલા મુંબ્રાનો રહેવાસી છે. SOGએ ડ્રગ્સ સહિત 32.20 લાખનો મુદ્દામાલ કબ્જે કર્યો છે અને આ દિશામાં વધુ તપાસ હાથ ધરી છે.
આ પણ વાંચો : અમદાવાદમાં ફરી એક વાર ડ્રગ્સ ઝડપાયું, ક્રાઈમ બ્રાન્ચે 50 લાખના MD ડ્રગ્સ સાથે બે પેડલરોની કરી ધરપકડ
ઉલ્લેખનીય છે કે વર્ષ 2023 ના આરંભથી જ ગુજરાતમાં ડ્રગ્સ પકડાવવાના ઘણા બનવો બની ચૂક્યા છે જેમાં અમદાવાદ, રાજકોટ સહિત અન્ય જિલ્લાઓ શામેલ છે, ત્યારે ફરી એકવાર ગુજરાતમાં ડ્રગ્સનું કાળું કારોબાર પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યું છે.