ગુજરાત

ગૃહ રાજ્યમંત્રીનો દાવો, ગુજરાત પોલીસે એક વર્ષમાં 9006 કરોડથી વધુનું ડ્રગ્સ પકડ્યું

Text To Speech

આજે અમદાવાદ શહેરમા બોડકદેવ પોલીસ સ્ટેશનનું મુખ્યમંત્રીના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું હતુ. આ પ્રસંગે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે રાજ્યમાં પોલીસ દ્વારા ડ્રગ્સના દૂષણને ડામવા માટે એક વર્ષમાં કરવામાં આવેલ કામગીરી અંગે નિવેદન આપ્યું છે. જેમાં અમદાવાદ પોલીસ અદભુત કામગીરી કરી હોવાનું જણાવ્યું હતું.

હર્ષ સંઘવી -humdekhengenews

1 વર્ષમાં 9006 કરોડનું ડ્રગ્સ પકડાયું

ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ ડ્રગ્સને લઈને નિવેદન આપતા જણાવ્યું હતુ કે ગુજરાતમાં હવે ડ્રગ્સનું દૂષણને ચલાવી લેવામાં આવશે નહીં. અને રાજ્યમાં ડ્રગ્સનું દૂષણ અટકાવવા સરકાર હાલ ઝુંબેશ ચલાવી રહી છે. અને જે અંતર્ગત ગુજરાત પોલીસે દેશના અલગ અલગ રાજ્યમાં જઇ ડ્રગ્સના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે. ગુજરાત પોલીસે ડ્રગ્સ મામલે ખૂબ સારી કાર્યવાહી કરી છે. કરોડોનું ડ્રગ્સ ઝડપી પાડ્યું છે. અને ગુજરાત પોલીસે 1 વર્ષમાં 9006 કરોડનું ડ્રગ્સ પકડ્યુ પાડ્યું છે.

હર્ષ સંઘવી -humdekhengenews

46થી વધારે પાકિસ્તાનીઓને ઝડપ્યાં

હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતુ કે ગુજરાત પોલીસે ભારત પાકિસ્તાનની બોર્ડર ઉપર ગોળીઓનો સામનો કરીને 46થી વધારે પાકિસ્તાનીઓને જેલ ભેગા કર્યા છે. અને તેમના વિરુદ્ધ કડક કાર્યવાહી કરી છે. ગુજરાત પોલીસ દ્વારા સમાજમાં ફેલાઈ રહેલા દૂષણ સામે લડીને સમાજને સાચી દિશા આપવાનું મહત્વનું કામ કર્યું છે. અને અમદાવાદ પોલીસે આ બાબતે ખૂબ સારુ કામ કર્યું છે. અને તેના માટે હુ તેમને અભિનંદન આપુ છું.

આ પણ વાંચો : પ્રિ-પ્રાઈમરી ખાનગી શાળા માટે રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, હવે ફરજિયાત કરવી પડશે આ કામગીરી

Back to top button