ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસવર્લ્ડ

પાછી લઈ જાવ: કેરીથી ભરેલા ભારતના 15 શિપમેન્ટની અમેરિકાએ એન્ટ્રી ન આપી, આટલા કરોડનું થશે નુકસાન

indias mango exports: યુએસ સત્તાવાળાઓએ ભારતમાંથી કેરીના ઓછામાં ઓછા 15 કન્સાઇન્મેન્ટ લેવાનો ઇનકાર કર્યો છે. સંબંધિત અધિકારીઓએ આ માટે જરૂરી ઇરેડિયેશન પ્રક્રિયા સંબંધિત દસ્તાવેજોમાં ભૂલ હોવાના કારણે આવું કર્યું હોવાનું સામે આવ્યું છે. શિપમેન્ટ અસ્વીકારને કારણે ભારતીય નિકાસકારોને $500,000 (લગભગ 4 કરોડની આસપાસ) સુધીનું નુકસાન થઈ શકે છે.

ETના અહેવાલ મુજબ, આ તમામ કન્સાઇનમેન્ટ હવાઈ માર્ગે અમેરિકા મોકલવામાં આવ્યા હતા. યુએસ સત્તાવાળાઓએ નિકાસકારોને સૂચના આપી છે કે તેઓ આ કન્સાઇન્મેન્ટનો અમેરિકામાં જ નાશ કરે અથવા તેને ફરીથી ભારતમાં પાછા લઈ જાય. કેરી એક નાશવંત ફળ હોવાથી અને તેને પાછું લાવવામાં ઘણો ખર્ચ થશે, તેથી બધા નિકાસકારોએ તેને અમેરિકામાં જ નાશ કરવાનો નિર્ણય લીધો છે.

યુએસ અધિકારીઓ કહે છે કે ઇરેડિયેશન સંબંધિત દસ્તાવેજીકરણ પ્રક્રિયામાં ખામીઓ હતી. ફળમાં રહેલા જંતુઓનો નાશ કરવા અને તેની શેલ્ફ લાઇફ વધારવા માટે ઇરેડિયેશન એક જરૂરી પ્રક્રિયા છે. જોકે, આ બાબતથી વાકેફ લોકો કહે છે કે 8 અને 9 મેના રોજ મુંબઈમાં આ કેરીઓનું ઇરેડિયેશન પ્રક્રિયા કરવામાં આવી હતી. તેમ છતાં, અમેરિકાના લોસ એન્જલસ, સાન ફ્રાન્સિસ્કો અને એટલાન્ટા જેવા એરપોર્ટ પર માલ અટકાવવામાં આવ્યો હતો.

નિકાસકારો એમ પણ કહે છે કે આ કેરીઓમાં કોઈ જંતુઓ કે રોગો નહોતા, પરંતુ જીવાત નિયંત્રણ સંબંધિત કાગળકામમાં ટેકનિકલ ભૂલોને કારણે આ સમસ્યા સર્જાઈ હતી. એટલે કે, વાસ્તવિક સમસ્યા કેરીની ગુણવત્તામાં નહોતી, પરંતુ તેમના ઇરેડિયેશન સંબંધિત કાગળોમાં વિસંગતતા હતી.

ફક્ત અમેરિકન અધિકારીઓ જ પ્રમાણપત્રો જારી કરે છે

બે નિકાસકારોએ નામ ન આપવાની શરતે, યુએસ સત્તાવાળાઓ દ્વારા કેરીના કન્સાઇન્મેન્ટને નકારવા પર ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. નિકાસકારો કહે છે કે ઇરેડિયેશન સેન્ટરની ભૂલનું પરિણામ આપણે ભોગવી રહ્યા છીએ. કેરીના ઇરેડિયેશન પ્રક્રિયા નવી મુંબઈના એક કેન્દ્રમાં થાય છે, જે સંપૂર્ણપણે યુએસ ડિપાર્ટમેન્ટ ઓફ એગ્રીકલ્ચર (USDA) ના અધિકારીઓની દેખરેખ હેઠળ થાય છે. આ અધિકારીઓ અમેરિકામાં કેરી મોકલવા માટે જરૂરી PPQ203 ફોર્મ પ્રમાણિત કરે છે. ભૂલ ઇરેડિયેશન સેન્ટર દ્વારા કરવામાં આવી હતી, પરંતુ અમને સજા મળી રહી છે.

યુએસ એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટ દ્વારા જારી કરાયેલા નોટિફિકેશન અનુસાર, કેરીના આ કન્સાઈનમેન્ટને યુએસ કસ્ટમ્સ અને બોર્ડર પ્રોટેક્શન દ્વારા નકારી કાઢવામાં આવ્યો હતો કારણ કે PPQ203 ફોર્મ ખોટી રીતે જારી કરવામાં આવ્યું હતું. નોટિસમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે આ કન્સાઇન્મેન્ટ કાં તો પાછું મોકલવું જોઈએ અથવા તેનો નાશ કરવો જોઈએ. એવું પણ કહેવામાં આવ્યું છે કે યુએસ સરકાર આ નુકસાન માટે કોઈ જવાબદારી લેશે નહીં અને ન તો કોઈ પગલાં લેશે.

આ પણ વાંંચો: IPL Points Table 2025: ગુજરાતની ધમાકેદાર જીતથી 3 ટીમોને લોટરી લાગી, પ્લેઓફમાં મળી એન્ટ્રી

Back to top button