અમેરિકાના AI નીતિ સલાહકાર શ્રીરામ કૃષ્ણને રાજીનામાની કરી જાહેરાત, જૂનના અંતમાં છોડશે પદ

International News : વ્હાઇટ હાઉસના આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ પોલિસી સલાહકાર શ્રીરામ કૃષ્ણને શનિવારે જાહેરાત કરી હતી કે તેઓ જૂનના અંતમાં પોતાનું પદ છોડશે. આ અત્યાધુનિક ટેકનોલોજી માટે નીતિઓ ઘડવામાં એક મુખ્ય વ્યક્તિની વિદાય નક્કી થઈ ગઈ છે. કૃષ્ણને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, “આ યાત્રા મારા જીવનનો સૌથી મોટો લ્હાવો રહ્યો છે.” તેમણે રાજીનામું આપવાનું કારણ સ્પષ્ટ કર્યું નથી.
શક્તિશાળી નવી સિસ્ટમો અંગે વોશિંગ્ટનમાં વધતી જતી સુરક્ષા ચિંતાઓ વચ્ચે, કૃષ્ણન ટ્રમ્પ વહીવટીતંત્રના AI ના વિકાસને નિયંત્રિત કરવા માટે રાષ્ટ્રીય માળખું બનાવવાના પ્રયાસોમાં સામેલ રહ્યા છે. ઉદાહરણ તરીકે, એન્થ્રોપિકના માયથોસે બેંકો જેવી કમ્પ્યુટર સિસ્ટમોમાં સાયબર સુરક્ષા નબળાઈઓને ઉજાગર કરવાની ક્ષમતા દર્શાવી હોવાનું કહેવાય છે.
અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો
https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X
શ્રીરામ કૃષ્ણનનો ભારત સાથે ઊંડો સંબંધ
શ્રીરામ કૃષ્ણન એક અમેરિકન નાગરિક છે, જોકે તેમનો ભારત સાથે ઊંડો સંબંધ છે. તેમનો જન્મ તમિલનાડુના ચેન્નાઈમાં થયો હતો. તેમણે ચેન્નાઈની SRM યુનિવર્સિટીમાં એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો અને 2007માં યુએસ ગયા હતા. બાદમાં તેમણે માઇક્રોસોફ્ટ, યાહૂ, ફેસબુક, X અને સ્ટેપ જેવી મોટી ટેક કંપનીઓમાં કામ કર્યું હતું. તેમણે 2016માં અમેરિકાનું નાગરિકત્વ મેળવ્યું હતું. તેમના પત્ની, આરતી રામામૂર્તિ પણ ભારતીય મૂળના છે.
અમેરિકન લોકોની સેવા કરવી એ એક લ્હાવો
કૃષ્ણને ટ્વિટર પર લખ્યું, “હું આ મહિનાના અંતમાં વ્હાઇટ હાઉસમાં મારી ભૂમિકા છોડી રહ્યો છું. ટૂંકા વિરામ બાદ હું અમેરિકા સામેના મુખ્ય AI પડકારોનો સામનો કરવામાં મદદ કરવા માટે કામ કરીશ. અમેરિકન લોકોની સેવા કરવાનો મને કેટલો લહાવો મળ્યો છે અને હું આવું કરવાની તક મળી તે બદલ હું કેટલો આભારી છું તેનું વર્ણન કરવું મુશ્કેલ છે.”
આ પણ વાંચો : ભારતીયો વિરુદ્ધ ચીનની ચાલને સિંગાપુરે આપી માત, નફરતી કંટેન્ટને બ્લોક કરવાનો આદેશ












