ટોપ ન્યૂઝટ્રેન્ડિંગવર્લ્ડ

ભારતીયો વિરુદ્ધ ચીનની ચાલને સિંગાપુરે આપી માત, નફરતી કંટેન્ટને બ્લોક કરવાનો આદેશ

singapore Blocks Anti Indian Online Content: સિંગાપુર સરકારે ભારતીય સમુદાય વિરુદ્ધ ભડકાઉ અને વિભાજનકારી સામગ્રી ફેલાવનારાઓ સામે સખત વલણ અપનાવ્યું છે. સરકારે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ્સને આવા કંટેન્ટને બ્લોક કરવાનો આદેશ આપ્યો છે, જે ભારતીય સમુદાયને નિશાન બનાવે છે અને દેશની બહુસાંસ્કૃતિક ઓળખને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરે છે. સિંગાપુરનું માનવું છે કે આવા કંટેન્ટની શરૂઆત મોટા ભાગે ચીન સાથે જોડાયેલા ઓનલાઈન નેટવર્ક દ્વારા થઈ છે.

અમારી WhatsApp ચેનલમાં જોડાવા આ લિંક પર ક્લીક કરો

https://whatsapp.com/channel/0029VauCUMx6LwHmdrOBwa2X

સિંગાપુર સરકારનું મોટું પગલું

ભારતમાં સિંગાપુરના ઉચ્ચાયુક્તે શનિવારે આ અંગે જાણકારી આપી. સિંગાપુરના ગૃહ મંત્રાલયના નિવેદન અનુસાર, Online Criminal Harms Act 2023 હેઠળ સિંગાપુર પોલીસે યુટ્યુબ, ફેસબુક અને એક્સ પર ફેલાતી કેટલીક પોસ્ટ્સ વિરુદ્ધ ‘ડિસેબલિંગ ડાયરેક્શન’ જારી કર્યા છે. આ આદેશ મુજબ સોશિયલ મીડિયા કંપનીઓએ ખાતરી કરવી પડશે કે સિંગાપુરના યુઝર્સ આ પોસ્ટ્સ સુધી પહોંચી ન શકે.

ગૃહ મંત્રાલયે જણાવ્યું કે આ પોસ્ટ્સ ભારતીય સમુદાય વિરુદ્ધ નફરત અને ખોટી ધારણાઓ ફેલાવવાનો પ્રયાસ કરી રહી હતી.

ચીનથી આવેલા પોસ્ટ્સમાં ભડકાઉ દાવા

પાછલા મહિને ચીની ઓનલાઈન સ્પેસમાં કેટલાક નેરેટિવ્સ ફેલાવવામાં આવ્યા હતા, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે સિંગાપુર પોતાની સાંસ્કૃતિક ઓળખ અને વંશીય રાજકારણ અંગે ચિંતિત છે. ત્યારબાદ ઇન્ટરનેટ પર એવી સામગ્રી આવી જેમાં સિંગાપુરની સાંસ્કૃતિક વિવિધતા પર સવાલ ઉઠાવવામાં આવ્યા અને દેશ ‘ભારતીયો’થી ભરાઈ રહ્યો છે તેવું દર્શાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો.

કેટલાક પોસ્ટ્સમાં દાવો કરવામાં આવ્યો કે સિંગાપુરની મલ્ટી-રેશિયલ નીતિ માત્ર પશ્ચિમી દેશોને પ્રભાવિત કરવા માટેની દેખાવની વ્યવસ્થા છે. કેટલીક સામગ્રીમાં એવો આરોપ પણ હતો કે સિંગાપુરમાં ભારતીય મૂળના રાજનેતાઓની સંખ્યા વધી રહી છે અને તેઓ ભારતીય લોકોના પક્ષમાં કામ કરશે.

સિંગાપુર સરકારની અપીલ

સિંગાપુર સરકારે આ તમામ દાવાઓને સંપૂર્ણપણે નકારી કાઢ્યા છે. સરકારે કહ્યું કે દેશ વંશીય શ્રેષ્ઠતાની વિચારધારા કે વિદેશીઓ વિરુદ્ધ નફરતને સ્વીકારતો નથી. કોઈપણ સમુદાયને બીજા સમુદાય વિરુદ્ધ ભડકાવવાના પ્રયાસને સખતીથી રોકવામાં આવશે.

સરકારે નાગરિકોને અપીલ કરી છે કે તેઓ સોશિયલ મીડિયા પર મળતી માહિતીને વિના તપાસે શેર ન કરે. અફવાઓ અને ભડકાઉ સામગ્રીથી સાવધ રહે અને સમાજને વહેંચવાના કોઈપણ પ્રયાસને સાથે મળીને નિષ્ફળ બનાવે.

સિંગાપુર સરકારે સ્પષ્ટ કર્યું છે કે સામાજિક એકતા, વંશીય સૌહાર્દ અને રાષ્ટ્રીય એકતાને નુકસાન પહોંચાડતી કોઈપણ પ્રવૃત્તિને તે સહન નહીં કરે.

આ પણ વાંચો : GPSC પ્રિલિમ: 19 જિલ્લામાં 323 કેન્દ્ર પર 75 હજાર ઉમેદવારોની કસોટી

Back to top button