ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

સંસદમાં મણિપુર હિંસા પર હોબાળો થવાની સંભાવના; બીજેપી સાંસદે કહ્યું- મણિપુરની આ હાલત નહેરુના કારણે

નવી દિલ્હી: મણિપુર હિંસા પર અંતે બીજેપીના મંત્રીએ જવાહરલાલ નેહરૂને દોષી ઠેરવી દીધા છે. રાજ્ય અને કેન્દ્રમાં બીજેપીની સરકાર હોવા છતાં મણિપુરની હિંસાને રોકવામાં નિષ્ફળ રહેલી બીજેપીની સરકાર હવે અવનવા નિવેદનો આપીને લોકોનું ધ્યાન ભટકાવી રહી છે. તેવામાં બીજેપી સાંસદ જગન્નાથ સરકારે મણિપુર હિંસા માટે જવાહરલાલ નેહરૂને કારણભૂત બનાવવાનું નિવેદન આપીને સરકારની જવાબદારીને નકારી કાઢી છે. 

બીજેપી સાંસદ જગન્નાથ સરકારે ANIને કહ્યું કે મને નથી ખબર કે રાહુલ ગાંધી રાજકીય ઈતિહાસ વિશે કેટલું જાણે છે. તેમણે કહ્યું, “તે હંમેશા ખોટા નિવેદનો આપે છે. જો આ ચર્ચા સંસદમાં થશે તો કોંગ્રેસ વિરુદ્ધ જનમત તૈયાર થઇ જશે. જવાહરલાલ નેહરુએ 1960માં મણિપુર માટે કાયદો લાવ્યા જેના કારણે ત્યાં આ સ્થિતિ છે. તેમણે કહ્યું કે કોંગ્રેસ સંસદમાં ચર્ચા ઇચ્છતી નથી. તેઓ માત્ર પીએમ મોદી પર સવાલો ઉઠાવવા માંગે છે. તેઓએ પહેલા ચર્ચા કરવી જોઈએ, ત્યારબાદ પીએમ મોદી તેમના પ્રશ્નોના જવાબ આપશે.

 દિલ્હીમાં નેતાઓના હોબાળા વચ્ચે મણિપુરમાં હિંસા યથાવત

મણિપુરમાં હિંસા અટકવાનું નામ લઈ રહી નથી. રાજ્યના ચુરાચંદપુરમાં ગુરુવારે (27 જુલાઈ) ફરી એકવાર કુકી અને મૈતેઈ સમુદાયના લોકો એકબીજા સાથે અથડામણ થઈ, જે દરમિયાન એક વ્યક્તિનું મોત અને ચાર લોકો ઘાયલ થયા છે.

આજે ફરીથી સંસદમાં થઇ શકે છે હોબાળો

જાતિય હિંસાની આગમાં સળગી રહેલા મણિપુરના મુદ્દે સંસદમાં કેન્દ્ર સરકાર અને વિરોધ પક્ષો વચ્ચે મડાગાંઠ ચાલુ છે. મણિપુર મુદ્દે શુક્રવારે (28 જુલાઈ) સંસદમાં પણ ભારે હંગામો થવાની સંભાવના છે. કોંગ્રેસે લોકસભામાં કેન્દ્ર સરકાર સામે અવિશ્વાસનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેના માટે ગુરુવારે (27 જુલાઈ) તત્કાલ ચર્ચાની માંગ સાથે ભારે હોબાળો થયો હતો.

સંસદના બંને ગૃહો એટલે કે લોકસભા અને રાજ્યસભામાં વિપક્ષી પાર્ટીઓ તરફથી મણિપુરના મુદ્દે ભારે હોબાળો થઈ રહ્યો છે. આ દરમિયાન ગુરુવારે વિપક્ષી ગઠબંધન ‘ઇન્ડિયન નેશનલ ડેવલપમેન્ટ ઇન્ક્લુઝિવ એલાયન્સ’ના ઘટક પક્ષોના તમામ સાંસદો મણિપુર મુદ્દે સરકાર સામે વિરોધ કરવા માટે કાળા કપડા પહેરીને સંસદમાં પહોંચ્યા હતા.

વિપક્ષી ગઠબંધનના એક ધારાસભ્યએ પીટીઆઈને જણાવ્યું કે ‘I.N.D.I.A.‘ સહયોગી પક્ષોના તમામ સાંસદો પોતાનો વાંધો વ્યક્ત કરતા રહેશે. તો બીજી તરફ વિરોધ પક્ષોના સાંસદો લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવ પર તાત્કાલિક ચર્ચાની માંગ પર અડગ છે, જેના કારણે શુક્રવારે પણ હંગામો થવાની સંભાવના છે.

કોંગ્રેસે બુધવારે (26 જુલાઈ) મણિપુર હિંસા મુદ્દે સંસદમાં મડાગાંઠ વચ્ચે લોકસભામાં સરકાર વિરુદ્ધ અવિશ્વાસ પ્રસ્તાવ રજૂ કર્યો હતો, જેને ગૃહ દ્વારા ચર્ચા માટે મંજૂર પણ કરવામાં આવ્યો હતો. લોકસભા સ્પીકર ઓમ બિરલા તમામ પક્ષોના નેતાઓ સાથે વાત કર્યા બાદ આ પ્રસ્તાવ પર ચર્ચાની તારીખ નક્કી કરશે.

આમ આદમી પાર્ટીના નેતા અને સાંસદ સંજય સિંહ સમગ્ર ચોમાસુ સત્ર માટે રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યાના વિરોધમાં સંસદમાં ગાંધી પ્રતિમાની સામે ધરણા પર બેઠા છે. સોનિયા ગાંધી સહિત ઘણા નેતાઓ સંજય સિંહને મળ્યા હતા. તેમના સસ્પેન્શન પર સંજય સિંહે કહ્યું કે ભારતના વડાપ્રધાન મણિપુર હિંસા પર ગૃહમાં જવાબ આપવા તૈયાર નથી. ભારતના 140 કરોડ લોકો શરમ અનુભવે છે.

આ પણ વાંચો- મણિપુરમાં હિંસા યથાવત: બે જૂથો વચ્ચે ફાયરિંગ; એકનું મોત 4 ઘાયલ

Back to top button