ગુજરાતમાં તાજેતરમાં ગૃહમંત્રી હર્ષ સંઘવી અને CM ભુપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યની સેન્ટ્રલ જેલોમાં મેગા સર્ચ ઓપરેશન હઠ ધરવામાં આવ્યું હતું. જેમાં ડઝન જેટલા મોબાઈલ તેમજ અન્ય પ્રતિબંધિત વસ્તુઓ મળી આવી હતી સાથે માફિયા અતીક ઉપર સતત વોચ રાખવામાં આવી હતી. ત્યારબાદ ઉત્તર પ્રદેશ પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે અને આજે અમદાવાદની સાબરમતી જેલમાં પહોંચી છે. માફિયા અતીકને પ્રયાગરાજ લઇ જવામાં આવશે. હાલ ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ પૂછપરછ કરશે.
માફિયા અતીક યુપી પોલીસની રડાર પર
ઉત્તર પ્રદેશના પૂર્વ સાંસદ અને માફિયા ડોન અતીક અહેમદને લાવવા માટે ઉત્તર પ્રદેશ પોલીસ અમદાવાદની સાબરમતી જેલમાં પહોંચી છે. અતીકને પ્રયાગરાજ લઇ જવામાં આવશે. હાલ ઉમેશ પાલ હત્યા કેસમાં પોલીસ પૂછપરછ કરશે. વાસ્તવમાં યુપીમાં ઉમેશ પાલ મર્ડર કેસના સંબંધમાં અતીક યુપી પોલીસની રડાર પર છે. તમને જણાવી દઈએ કે, અતીક અહેમદને સાબરમતી જેલની હાઈ સિક્યોરિટી બેરેકમાં રાખવામાં આવ્યો છે.
આ પણ વાંચો : રાજ્ય સરકારની જેલમાં કાર્યવાહીથી યુપીના માફિયા અતીકનો શ્વાસ અધ્ધર થયો, જાણો શું છે સમગ્ર ઘટના
આ પણ વાંચો : ઉમેશ પાલના ડબલ ક્રોસથી અતીક અહેમદ ગુસ્સે થયો હતો? હત્યા કેસમાં ચોંકાવનારો ખુલાસો
ટૂંક સમયમાં અતીકને પ્રયાગરાજ લઇ જવામાં આવશે
માફિયા અતીકની ઉમેશ પાલ હત્યા અંતર્ગત પૂછપરછ માટે પ્રયાગરાજ લઇ જવામાં આવશે. મીડિયા રિપોર્ટ અનુસાર, ટૂંક સમયમાં હવે યુપી પોલીસ અતીક અહેમદને રોડરસ્તા પરથી પ્રયાગરાજ લઈ જશે. પ્રાપ્ત માહિતી અનુસાર, અતીકના ભાઈ અશરફને પણ બરેલી જેલમાંથી પ્રયાગરાજ લાવવામાં આવી શકે છે. કારણ કે, બંને ઉમેશ પાલ હત્યા કેસમાં નામના આરોપી છે.