કચ્છ - સૌરાષ્ટ્રગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગદક્ષિણ ગુજરાતનેશનલપેરિસ ઓલિમ્પિક 2024સ્પોર્ટસ

રાજકોટ અને સુરતના બે ટેબલ ટેનિસ ખેલાડી પ્રથમ વખત પેરિસ ઓલિમ્પિકમાં લેશે ભાગ

  • ગુજરાતના રમત જગતમાં પણ આગવો ઈતિહાસ રચાયો

અમદાવાદ, 18 મે: ગુજરાતના આંતરરાષ્ટ્રીય ટેબલ ટેનિસ ખેલાડીઓ હરમીત દેસાઈ (Harmeet Desai) અને માનવ ઠક્કર (Manav Thakkar) આગામી જુલાઈ-ઓગસ્ટમાં ફ્રાન્સના પેરિસ યોજાનારી ઓલિમ્પિક ગેમ્સમાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશને (Table Tennis Federation of India) પેરિસ ઓલિમ્પિક માટે જાહેર કરેલી પુરુષ ટીમમાં ગુજરાતના આ બંને ટેબલ ટેનિસ સ્ટાર્સનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ સાથે ગુજરાતના રમત જગતમાં પણ આગવો ઈતિહાસ રચાયો છે. પ્રથમવાર ગુજરાતના બે ટેબલ ટેનિસ ખેલાડીઓ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેવા જઈ રહ્યા છે. જેમાં રાજકોટના માનવ ઠક્કર અને સુરતના હરમીત દેસાઈની નજર હવે પેરિસ ઓલિમ્પિકમાં મેડલ જીતવા પર છે. બંન્ને ખેલાડીઓના ઘરે પર હાલ ખુશીનો માહોલ છે. ભારતની પુરુષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમ આ વખતે પહેલીવાર ઓલિમ્પિક ટેબલ ટેનિસની ટીમ ઈવેન્ટમાં ક્વોલિફાય થઈ છે.

 

મહત્ત્વપૂર્ણ છે કે, સુરતના હરમીત દેસાઈએ અનેક ઈવેન્ટમાં શાનદાર પ્રદર્શન કરી ભારતને મેડલનો ઢગલો આપ્યો છે. કોમનવેલ્થ ગેમ્સમાં ટેબલ ટેનિસ ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ ભારતને જીતાડ્યો હતો. સુરતમાં જન્મેલા હરમીતે માત્ર 6 વર્ષની ઉંમરમાં જ ટેબલ ટેનિસનું રેકેટ હાથમાં ઉઠાવી લીધું હતુ. આ વર્ષે પેરિસ ઓલિમ્પિક કુલ 17 દિવસ સુધી ચાલશે.પેરિસમાં ઓલિમ્પિક ગેમ્સ 2024ની શરુઆત 26 જુલાઈથી થઈ રહી છે. જે 11 ઓગસ્ટ સુધી ચાલશે. ફ્રાન્સની રાજધાનીમાં આ ગેમ્સમાં અંદાજે 10 હજાર ખેલાડીઓ ભાગ લેશે.

ભારતની ટેબલ ટેનિસ ટીમ

પુરુષ ટીમ: અંચત શરથ કમલ, હરમીત દેસાઈ અને માનવ ઠક્કર.

(શરથ અને હરમીત સિંગલ્સમાં પણ રમશે\વૈકલ્પિક ખેલાડી: જી સાથિયાન)

મહિલા ટીમ: મનિકા બત્રા, શ્રીજા અકુલ અને અર્ચના કામથ

(મનિકા-શ્રીજા સિંગલ્સમાં પણ રમશે\વૈકલ્પિક ખેલાડી: અહિકા મુખર્જી)

પુરુષ ટીમમાં ગુજરાતના ખેલાડીઓ સામેલ

ફ્રાન્સના પેરિસમાં યોજાનારા ઓલિમ્પિકમાં અંચત શરથ કમલ અને મનિકા બત્રા ભારતની પુરુષ અને મહિલા ટેબલ ટેનિસ ટીમોની આગેવાની કરશે. ભારતની પુરુષ ટેબલ ટેનિસ ટીમમાં શરથની સાથે માનવ ઠક્કર અને હરમીત દેસાઈને સામેલ કરવામાં આવ્યા છે. જ્યારે ભારતની મહિલા ટીમમાં મનિકા બત્રાની સાથે અર્ચના કામથ અને શ્રીજા અકુલાને સામેલ કરવામાં આવ્યા છે. ભારત દ્વારા વૈકલ્પિક ખેલાડી તરીકે બંને કેટેગરીમાં અનુક્રમે જી. સાથિયાન અને અહિકા મુખર્જીની પસંદગી કરવામાં આવી છે.

ટીમની પસંદગી કેવી રીતે કરવામાં આવી?

ભારતીય ટેબલ ટેનિસ ફેડરેશને તાજેતરના વર્લ્ડ રેન્કિંગના આધારે ટીમની પસંદગી કરી છે. 4 વર્ષના સાથિયાન કારકિર્દીમાં પાંચમી અને આખરી વખત ઓલિમ્પિકમાં ભાગ લેવાનો છે. ટીમ ઈવેન્ટની સાથે સાથે શરથ કમલ અને હરમીત દેસાઈ મેન્સ સિંગલ્સમાં પણ ઉતરશે. જ્યારે મનિકા બત્રા અને શ્રીજા મહિલાઓની સિંગલ્સ સ્પર્ધામાં ભાગ લેશે.

આ પણ જુઓ: મુંબઈ માટે ‘કહેવાતી અંતિમ મેચમાં’ રોહિત ઝળક્યો પરંતુ ટીમ તો હારી જ

Back to top button