ગ્રેટર નોઈડાના મોલમાં મોટી દુર્ઘટના સર્જાઈ, છતની ગ્રીલ પડી જતા બેનાં મૃત્યુ
ગ્રેટર નોઈડા (ઉત્તર પ્રદેશ), 03 માર્ચ: આજે એટલે કે રવિવારે ગ્રેટર નોઈડામાં એક મોલની લોબીમાં છતની ગ્રીલ તૂટી પડતાં ઓછામાં ઓછા બે લોકોનાં મૃત્યુ થયાં છે અને ઘણા લોકો ઘાયલ થયાં છે. બ્લુ સેફાયર મોલમાં આ દુર્ઘટના સર્જાઈ હતી. આ ઘટનાથી મોલમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. પોલીસ કર્મચારીઓ હાલ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.આ ઉપરાંત, મૃતદેહોને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યા છે. તેમજ આ ઘટના કેવી રીતે બની તેના પાછળનું કારણ પોલીસ શોધી રહી છે.
એક અહેવાલ મુજબ મૃતકોમાં એકની ઓળખ ગાઝિયાબાદના વિજયનગર જિલ્લાના ગૌશાળા ગેટના રહેવાસી હરેન્દ્ર ભાટીના પુત્ર રાજેન્દ્ર ભાટી (35) છે અને બીજાની ઓળખ વિજયનગર પોલીસ સ્ટેશન વિસ્તારના કેલા ખેડાના રહેવાસી શકીલના પુત્ર છોટે ખાન (35) તરીકે થઈ છે.
એડિશનલ ડીસીપી હૃદેશ કથીરિયાએ નિવેદન આપ્યું હતું
મીડિયાને આપેલા સંક્ષિપ્ત નિવેદનમાં એડિશનલ ડીસીપી હૃદેશ કથીરિયાએ જણાવ્યું હતું કે મોલના પાંચમા માળેથી લોખંડની ગ્રીલ પડી હતી. તેમણે કહ્યું કે, બંને મૃતકો એસ્કેલેટર તરફ જઈ રહ્યા હતા ત્યારે ફેન્સીંગ માટે વપરાતી ગ્રીલ અચાનક પડી ગઈ હતી અને બંને ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા હતા. જો કે તેમના મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવ્યો છે. આ ઉપરાંત તેમણે કહ્યું કે આ ઘટનાથી મોલ જનારાઓમાં ગભરાટ ફેલાયો છે.
આ પણ વાંચો: પશ્ચિમ આફ્રિકામાં ભારતીય દંપતી મૃત હાલતમાં મળી આવતા ખળભળાટ, મૃત્યુનું કારણ અકબંધ