Twitter લાવશે નવું ફીચર, WhatsAppની જેમ કરી શકશો મેસેજ કે ચેટ
જ્યારથી એલન મસ્કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ ટ્વિટરની કમાન સંભાળી છે, ત્યારથી સમયાંતરે યુઝર્સ માટે Twitter પ્લેટફોર્મ પર નવા ફીચર્સ ઉમેરતા રહે છે અને હવે આ મહિનાના અંત સુધીમાં Twitterમાં કેટલાક નવા ફીચર આપવામાં આવશે. એટલે કે WhatsAppની જેમાં Twitter પર પણ મેસેજ કરવાની સુવિધા મળશે. એલન મસ્કના આ નિર્ણયથી Twitter યુઝર્સની ફાયદો થશે.
Twitterના નવા માલિક એલન મસ્કે જણાવ્યું હતું કે Twitter યુઝર્સની સુવિધા માટે આ મહિનાના અંત સુધીમાં ઇન્ડિવિડ્યુઅલ ડાયરેક્ટ મેસેજમાં રિસ્પોન્સિંગ ફીચરને સક્ષમ કરવા જઈ રહી છે તેમજ માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Twitterમાં ઘણા નવા ફીચર ઉમેરવા જઈ રહી છે. તમને જણાવી દઈએ કે એલન મસ્કે પોતાના ઓફિશિયલ Twitter એકાઉન્ટ પરથી ટ્વિટ કરીને Twitterના નવા ફીચર્સ વિશે જાણકારી શેર કરી છે.
આ પણ વાંચો : ટ્વીટર પર આ ભુલ મોકલી શકે છે જેલમાં….
એલન મસ્કે ટ્વીટ કરીને માહિતી આપી છે કે ઇન્ડિવિડ્યુઅલ ડાયરેક્ટ મેસેજનો જવાબ આપવાની ક્ષમતા ઉપરાંત રિએક્શન ઈમોજી અને એન્ક્રિપ્શન જેવી સુવિધાઓ આ મહિનાના અંત સુધીમાં યુઝર્સને આપવામાં આવશે. આનો અર્થ એ છે કે ટૂંક સમયમાં તમે WhatsAppની જેમ જ એન્ક્રિપ્ટેડ ચેટ્સ ફીચરનો લાભ લઈ શકશો.
એલોન મસ્કના આ ટ્વીટ પર ઘણા Twitter યુઝર્સે પોતાના મંતવ્યો શેર કરતા ટ્વિટ કર્યું છે, ચાલો તમને એલન મસ્કના ટ્વિટ પર લોકોની પ્રતિક્રિયા વિશે જણાવીએ.
આ પણ વાંચો : Twitter ઠપ્પ થતાં યુઝર્સ નારાજ, સોશિયલ મીડિયા પર ઠાલવ્યો રોષ
એક Twitter યુઝરે પૂછ્યું કે આ બધા ફીચર આવી ગયા બાદ હવે અમે હાલ જે ફીચરનો ઉપયોગ કરી રહ્યા છીએ તેનાથી તે કેવી રીતે અલગ હશે?
How will this be different from the DM replies we have now?
— Bruce Fenton (@brucefenton) March 5, 2023
તે જ સમયે, અન્ય એક Twitter યુઝરે કહે છે કે, એલન મસ્ક યુઝર્સ માટે જે નવું ફીચર લાવી રહ્યા છે તે ખરેખર શાનદાર છે, ચેટ એન્ક્રિપ્શન ફીચર ખૂબ જ મહત્વપૂર્ણ છે.
Excellent. Chat encryption is especially a must-have!
— Jan Jekielek (@JanJekielek) March 5, 2023
એલન મસ્કના ટ્વીટના જવાબમાં એક યુઝરે લખ્યું, આવનારા ફીચર્સ શાનદાર છે, શું તમે ડાયરેક્ટ મેસેજ માટે અનસેન્ડ ફીચરને લાગુ કરવાનો પણ વિચાર કરી શકો છો?
That’s great. Could you also look into possibly implementing an “unsend” feature for DMs?
— Rishabh Shanbhag (@rgshanbhag) March 5, 2023
તમને જણાવી દઈએ કે ગયા મહિને ફેબ્રુઆરીમાં, એલન મસ્કે કહ્યું હતું કે માઇક્રોબ્લોગિંગ પ્લેટફોર્મ Twitter એ રીતે યુઝર્સ માટે અલ્ગોરિધમ અપડેટ કરવા પર કામ કરી રહ્યું છે જેથી યુઝર્સ જે શોધી રહ્યાં છે તેની ઝડપથી પ્રાપ્ત કરી શકે. ઉપરોક્ત ઉલ્લેખ કરવામાં આવેલ આવનાર ફીચર્સ કઈ તારીખ સુધી યુઝર્સ માટે રોલઆઉટ કરવાનો પ્લાન છે તે અંગેની માહિતી હજુ સુધી સામે આવી નથી.