ટોપ ન્યૂઝનેશનલ

આખરે ‘ભષ્ટાચાર’ના ટાવર ધ્વસ્ત, જુઓ અંતિમ વીડિયો

છેલ્લા ઘણાં દિવસોથી ચર્ચામાં ચાલી રહેલા ટ્વીન ટાવરને આખરે પાડી દેવામાં આવ્યા છે. રવિવારે સવારે 7 વાગ્યા સુધી આજુબાજુના 500 મીટરમાં આવેલા 1396 ફ્લેટ્સ ખાલી કરાવવામાં આવ્યા હતા. ટ્વીન ટાવર પાડવાની જવાબદારી એડિફાઈસ નામની કંપનીએ લીધી છે. આ કામ પ્રોજેક્ટ મેનેજર મયૂર મહેતાની દેખરેખમાં થશે. તેઓ જણાવે છે કે, અમે બિલ્ડિંગમાં 3700 કિલો દારૂગોળો ભર્યો હતો. પિલર્સમાં મોટા મોટા હોલ કરીને એમાં દારૂગોળો ભરાયો હતો. ફ્લોર ટુ ફ્લોર કનેક્શન પણ કરવામાં આવ્યું હતુ.

નોઈડાના સેક્ટર 93Aમાં સ્થિત સુપરટેક ટ્વીન ટાવર તોડી પાડવામાં આવ્યો છે. 3700 કિલો વિસ્ફોટકોનો ઉપયોગ કરીને ઇમારતને તોડી પાડવામાં આવી હતી. થોડા સમય પહેલા સુધી, કુતુબ મિનારની ઉપર ટ્વીન ટાવર દેખાતું હતું, જે હવે કાટમાળમાં ફેરવાઈ ગયું છે. ટ્વીન ટાવર ધ્વસ્ત થતા જ ધૂળના જબરદસ્ત ગોટેગોટા ઉડ્યા હતા. લગભગ બે કલાક સુધી હવામાં ધૂળના ગોટેગોટા છવાયેલા રહેશે. ત્યાં આસપાસ લોકોને દૂર કરવામાં આવ્યા છે. હેલ્થ ઈમરજન્સીને ધ્યાનમાં રાખીને ત્રણ હોસ્પિટલોને પણ એલર્ટ પર રાખવામાં આવી છે.

ટાવર તોડવામાં વોટરફોલ ટેકનિકનો ઉપયોગ કરવામાં આવ્યુ હતું. આ એક પ્રકારની વેવિંગ ઈફેક્ટ હોય છે, જેમ દરિયામાં હોય છે એ પ્રમાણે. આખી પ્રોસેસ એ જ રીતે થશે. (એનિમેશનલ પ્લે) બેઝમેન્ટથી બ્લાસ્ટિંગની શરૂઆત થઇ અને 30મા ફ્લોર પર ખતમ. એને ઈગ્નાઈટ ઓફ એક્સપ્લોઝન કહે છે. ત્યાર પછી બિલ્ડિંગ પડવાનું શરૂ થયું. એમાં અંદાજે 12 સેકન્ડ લાગી હતી.

જ્યાં પિલરમાં દારૂગોળો ભર્યો છે ત્યાં જિયો ટેક્સટાઈલ કપડું લગાવવામાં આવ્યું હતું. એમાં ફાઈબર કમ્પોઝિટ હોય છે, તેથી જો એનાથી કોઈ વસ્તુ અથડાશે તો એ કપડાંને ફાડતું નથી, પરંતુ રિવર્સ થાય છે. આજુબાજુની ઈમારતો પર પણ કપડું લગાવવામાં આવ્યું હતું.

આ પણ વાંચો : Twin Towers Demolition: કેવી રીતે તોડવામાં આવશે?, જાણો 10 મોટી વાત

ટ્વીન ટાવર તોડનાર કંપનીનો દાવો છે કે, બ્લાસ્ટથી ભૂકંપના સામાન્ય ઝટકા જેવો પણ અનુભવ નહીં થાય. લોકોને એલર્ટ રહેવાની સાથે કહેવામાં આવ્યું છે કે, ટીવીમાંથી પ્લગ કાઢી દો અને કાચનો સામાન અંદર મૂકી દેજો. હવાના પ્રેશરથી કાચની વસ્તુઓ તૂટી શકે છે. બ્લાસ્ટથી 2 કિમી સુધી ધૂળનું સામ્રાજ્ય ફેલાઇ જશે. આજુબાજુની સોસાયટીના રહિશોએ રવિવારે સવારથી જ ઘર છોડી દેવું પડશે.

Back to top button