અમદાવાદગુજરાતટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

ટનલ કટોકટીનો અંતઃ 400 કલાકના અંધકાર પછી 41 જિંદગીએ ઉજાશ જોયો

  • સતત 17 દિવસ સુધી ટનલની અંદર અને બહાર બંને જગ્યાએ જોવા મળેલી તંગદિલીનો સુખદ અંત
  • બચાવકારોની મહેનત અને દેશવાસીઓની પ્રાર્થના રંગ લાવી
  • Light at the end of tunnel વિધાન સાર્થક થયું

ઉત્તરકાશી ટનલ રેસ્ક્યૂ, 28 નવેમ્બર 2023 : ઉત્તરાખંડના ઉત્તરકાશીમાં ટનલમાં સતત 17 દિવસ સુધી અંદર અને બહાર બંને જગ્યાએ જોવા મળેલી તંગદિલીનો આખરે સુખદ અંત આવ્યો છે અને 41 શ્રમિકોને ટનલમાંથી બહાર કાઢવામાં આવ્યા છે. બચાવકારોની મહેનત અને દેશવાસીઓની પ્રાર્થના રંગ લાવી છે. દિવાળીના દિવસે એટલે કે તારીખ 12 નવેમ્બરથી ટનલમાં ફસાયેલા 41 શ્રમિકોનું આખરે અંદાજે 400 કલાક બાદ રેસ્ક્યૂ કરવામાં આવ્યું છે. જેથી “Light at the end of tunnel” વિધાન સાર્થક થયું છે.

Tunnel Rescue
Tunnel Rescue

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લાગણીશીલ ટ્વિટ કર્યું

તંત્ર દ્વારા શ્રમિકોની સુરક્ષાના ભાગરૂપે વિવિધ તૈયારીઓ કરવામાં આવી

ટનલની બહાર તમામ શ્રમિકો આવે તે પહેલાથી જ તંત્ર દ્વારા તેમના જીવને સુરક્ષિત કરવા માટે વિવિધ તૈયારીઓ કરવામાં આવી હતી. તંત્ર દ્વારા ઍમ્બ્યુલન્સો તૈયાર રાખવામાં આવી હતી અને ઍમ્બ્યુલન્સોને હોસ્પિટલ પહોંચવા સુધીનો રસ્તો ચોખ્ખો રાખવામાં આવ્યો હતો. શ્રમિકોની ટનલમાંથી નીકળવાની તૈયારી હતી તેના થોડી ક્ષણો પહેલા આ ઍમ્બ્યુલન્સો ટનલની અંદર લઈ જવામાં આવી હતી. તે ઉપરાંત શ્રમિકો માટે બીજા કપડાં પણ તૈયાર રાખવામાં આવ્યા હતા તેમજ આ તમામ શ્રમિકોના પરિવારજનોને બોલાવી રાખવામાં આવ્યા હતા. જેથી તેઓ પોતાના સ્નેહીને જોઈ શકે તેમજ માનસિક ટેકો પૂરો પાડી શકે. તૈયારીના ભાગરૂપે NDRFની ટીમ સીડીઓ અને દોરડાઓ લઈને ટનલની અંદર પહોંચી હતી. ટનલમાંથી શ્રમિકો બહાર આવે ત્યારે સીધા હોસ્પિટલ લઈ જવા માટે નજીકન સામૂહિક સ્વાસ્થ્ય કેન્દ્ર ચિન્યાલીસૌડમાં પથારીઓ તૈયાર કરવામાં આવી છે.

health center
Community Health Center Chinyalisau

17 દિવસથી સુધી ચાલી રહેલા રેસ્ક્યુ ઓપરેશનનો આવ્યો અંત

Tunnel Rescue
Tunnel Rescue

ઉત્તરકાશી જિલ્લા મુખ્યાલયથી લગભગ 30 કિલોમીટરના અંતરે આવેલી સિલ્ક્યારા ટનલ કેન્દ્ર સરકારના મહત્વાકાંક્ષી ચારધામ ‘ઓલ વેધર રોડ’ પ્રોજેક્ટનો એક ભાગ છે. બ્રહ્મખાલ-યમુનોત્રી નેશનલ હાઈવે પર બનાવવામાં આવી રહેલી આ ટનલ 4.5 કિલોમીટર લાંબી છે. 12 નવેમ્બરે ટનલનો એક ભાગ તૂટી પડ્યો હતો. જેના કારણે કામદારો ટનલની અંદર ફસાઈ ગયા હતા. તેમને મુક્ત કરવા માટે સતત 17 દિવસથી રેસ્ક્યુ ઓપરેશન ચાલી રહ્યું છે. આખરે આ લાંબા પ્રયાસોને મોટી સફળતા મળી છે.

આખી ટનલ કટોકટીનો ઘટનાક્રમ :

1. 12 નવેમ્બરના રોજ ઉત્તરકાશી ટનલમાં ભૂસ્ખલન થવાના કારણે મોટી દુર્ઘટના સર્જાઈ હતી. જેમાં 40 જેટલા શ્રમિકો ફસાયા હતા. યમુનોત્રી નેશનલ હાઈવે પર રોડ નિર્માણના કાર્યમાં આ ઘટના બની હતી.

ઉત્તરાખંડમાં ટનલની અંદર ભૂસ્ખલન થતા 40 મજૂરો ફસાયા

2. 13 નવેમ્બરના રોજ, ટનલમાં ફસાયેલા લોકોનો વોકી-ટોકીથી સંપર્ક કરાયો હતો તેમજ પાઈપ દ્વારા ખોરાક મોકલવામાં આવ્યો હતો. ટનલમાં પાણી પહોંચાડવા માટે નાખવામાં આવેલી પાઈપલાઈન દ્વારા ઓક્સિજનનો સપ્લાય કરવામાં આવી રહ્યો છે.

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના: ફસાયેલા કામદારોને પાઈપ દ્વારા ખોરાક મોકલાયો

3. 16 નવેમ્બર, દુર્ઘટનાના 4 દિવસ બાદ બચાવ કાર્યમાં ઘણા અવરોધો પેદા થયા હતા. ત્યારબાદ સરકારે અભિયાનમાં થાઈલેન્ડ અને નોર્વેના નિષ્ણાતોની પણ મદદ લીધી હતી. આ ટીમે અગાઉ 2018માં ગુફામાં ફસાયેલા બાળકોનું રેસ્ક્યૂ કર્યું હતું.

ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: થાઈલેન્ડ અને નોર્વેના નિષ્ણાતોની મદદ લેવામાં આવી

4. 16 નવેમ્બરના રોજ 40 મજૂરોને બચાવવા માટે દિલ્હીથી ઓગર મશીન મંગાવવામાં આવ્યું હતું. જોકે તેની ક્ષમતા ઓછી હોવાથી તેને દૂર કરાયું હતું.

સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોને બચાવવા દિલ્હીથી આવેલા ઓગર મશીનથી ડ્રિલિંગ શરૂ

5. 18 નવેમ્બરના રોજ, દુર્ઘટનાના સાત દિવસથી ફસાયેલા મજૂરોમાંથી બેની તબિયત લથડી હતી. જેના કારણે તણાવનો માહોલ પેદા થયો હતો.

ઉત્તરકાશી ટનલ દુર્ઘટનાઃ 7 દિવસથી સુરંગમાં ફસાયાલા છે 40 લોકો, 2 મજૂરોની તબિયત લથડી

6. 19 નવેમ્બરના રોજ પરિસ્થિતિની સમીક્ષા કરવા માટે ઉત્તરાખંડના મુખ્યમંત્રી પુષ્કર સિંહ ધામી અને કેન્દ્રીય માર્ગ અને પરિવહન મંત્રી નીતિન ગડકરી દુર્ઘટના સ્થળે પહોંચ્યા હતા. સીએમ ધામીએ મજૂરોને બચાવવાન તમામ શક્ય પ્રયાસો થઈ રહ્યા છે તેમ જણાવ્યું હતું.

ઉત્તરાખંડ ટનલ દુર્ઘટના: પરિસ્થિતિનો તાગ મેળવવા નીતિન ગડકરી અને પુષ્કર સિંહ ધામી પહોંચ્યા

7. 20 નવેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ CM પુષ્કર સિંહ ધામી સાથે ફોન પર વાત કરી હતી. અને ઉત્તરકાશીમાં સિલ્ક્યારા ટનલમાં ફસાયેલા મજૂરોના માટે રાહત અને બચાવ કામગીરી અંગે અપડેટ્સ લીધા હતા.

ટનલમાં ફસાયેલા લોકોને બહાર કાઢવા પીએમ મોદીથી લઈને DRDO બધાએ ચક્રો વધુ ગતિમાન કર્યાં

8. 20 નવેમ્બરના રોજ ટનલની અંદર 6 ઈંચ પહોળી પાઈપ મોકલવામાં આવી હતી. આ પાઈપ દ્વારા પ્લાસ્ટિકની બોટલ, તેમજ પૂરતું ભોજન મોકલવામાં આવ્યું હતું.

સુરંગમાં ફસાયેલા 41 મજૂરો સુધી 6 ઈંચ પહોળી પાઈપ પહોંચી, હવે તેના દ્વારા જ ખોરાક મોકલાશે

9. 21 નવેમ્બરના રોજ રેસ્ક્યૂના 10મા દિવસે પહેલીવાર સુરંગની અંદરનો વીડિયો સામે આવ્યો હતો. જેમાં તમામા કામજદારોની સ્થિતિ જાણવા મળી હતી. આ ઉપરાંત પ્રથમવાક મજૂરોને 6 ઈંચની પાઈપ દ્વારા દાળ અને ખીચડી મોકલવામાં આવી હતી

ઉત્તરકાશી ટનલ દુર્ઘટના : 10 દિવસથી ફસાયેલા 41 મજૂરોનો થયો સંપર્ક

10. 22 નવેમ્બરના રોજ, ટનલમાં 36 મીટર સુધી પાઈપ નાખવામાં આવી હતી. ટનલની બહાર એમ્બ્યુલન્સની પણ વ્યવસ્થા કરાઈ હતી. અધિકારીના જણાવ્યા અનુસાર, ફસાયેલા મજૂર 35-40 કલાકમાં બહાર આવી શકે છે તેવી શક્યતા વ્યકત કરી હતી.

ઉત્તરકાશીથી રાહતના સમાચાર, 35-40 કલાકમાં બહાર આવી શકે છે ફસાયેલા મજૂર

11. 22 નવેમ્બરના રોજ ટનલમાં 40 મીટર સુધી ડ્રિલિંગ કાર્ય કરાયું હતું. જ્યારે 25-30 મીટર સુઝી ડ્રિલિંગ કાર્ય બાકી હતું. બચાવ કામગીરીએ વેગ પકડ્યા બાદ 40 એમ્બ્યુલન્સ તેમજ અન્ય સુવિધાઓ તૈયાર કરાઈ હતી.

ઉત્તરાકાશી ટનલ દુર્ઘટના: કોઈપણ સમયે સારા સમાચાર મળવાની આશા

12. 24 નવેમ્બરના રોજ, 41 મજૂરોને બચાવવા માટે 12 દિવસે પણ યુદ્ધના ધોરણે કાર્ય ચાલી રહ્યું હતું. બચાવ કાર્યમાં અડચણ ઊભી થતા ડ્રિલિંગની કામગીરી અટકી પડી હતી.

ટનલ દુર્ઘટના: લક્ષ્ય માત્ર થોડા મીટર દૂર, સાંજ સુધીમાં કામદારો બહાર આવી શકે છે

13. 24 નવેમ્બરના રોજ ઓગર મશીનમાં લોખંડ જેવી વસ્તુ આવી જતાં મશીન વડે ડ્રિલિંગની કામગીરી બંધ કરવી પડી હતી.

ઉત્તરકાશી ટનલઃ આજે રાત્રે પણ રેસ્ક્યુ ઓપરેશન શક્ય નહીં, મશીન વડે ડ્રિલિંગનું કામ બંધ કરાયું

14. 26 નવેમ્બરના રોજ એટલે કે, 14મા દિવસે પણ કામગીરી અટકતા ભારતીય સેનાએ મોરચો સંભાળ્યો હતો. મેન્યુઅલ ડ્રિલિંગનું કામ શરૂ કરાયું હતું. કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે હવે ભારતીય સેનાના મદ્રાસ સેપર્સના સૈનિકો પણ જોડાયા હતા.

ટનલ દુર્ઘટના: ભારતીય સેના કામદારોને બચાવવા માટે મેન્યુઅલ ડ્રિલિંગ કરશે

15. 26 નવેમ્બરના રોજ, બે સપ્તાહ બાદ પણ કામગીરી અવરોધો આવતા વર્ટિકલ ડ્રિલિંગ શરૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ઉત્તરકાશી ટનલ કટોકટીઃ હવે વર્ટિકલ ડ્રિલિંગ દ્વારા બચાવ અભિયાન

16. 27 નવેમ્બરના રોજ, ટનલમાં ફસાયેલા કામદારોને સુરક્ષિત રીતે બહાર કાઢવા માટે મેન્યુઅલ ખોદકામ શરૂ કરાયું હતું, દિલ્હીથી સાત ટીમો ઘટના સ્થળે પહોંચી હતી.

ઉત્તરકાશી ટનલમાં ફસાયેલા કામદારોને બચાવવા હવે મેન્યુઅલ ખોદકામ કરાશે

Back to top button