ગુજરાત

સુરતમાં ટ્યુશન ટીચરે ક્લાસીસમાં આવતા વિદ્યાર્થીઓને ખરાબ વીડિયો બતાવી સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચર્યુ

સુરતમાં ટ્યુશન ક્લાસીસમાં જતા વિદ્યાર્થીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી છે. ઉધના વિસ્તારમાં આવેલા એક ટ્યુશનમાં ટીચરે જ પોતાના બે વિદ્યાર્થીઓ સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા ખળભળાટ મચી જવા પામી છે. 9 વર્ષના બે બાળકોને શિક્ષકે બીભત્સ વીડીયો બતાવીને તેમની સાથે દુષ્કૃત્ય કરવામાં આવતું હતું. આ ટ્યુશન ક્લાસીસ સંચાલક નરાધમ સામે ઉધના પોલીસ મથકમાં બાળકોના પરિજનોએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

કોણ છે નરાધમ ?

મળતી માહિતી મુજબ, શહેરના ઉધના વિસ્તારમાં આવેલ શાંતિનગર એપાર્ટમેન્ટમાં રહેતા મોહમ્મદ મુકબિર મોહમ્મદ બસીરૂદ્દીન શેખ પ્રાઇવેટ મદરેસા ટ્યુશન ક્લાસ ચલાવે છે. તે છેલ્લા ઘણા વર્ષોથી સુરતના ઉધના વિસ્તારમાં રહે છે. આ પરિવાર મૂળ ઝારખંડના રહેવાસી છે. તેમના ટ્યુશન ક્લાસમાં દરરોજ 40થી 50 વિદ્યાર્થીઓ આવતા હોય છે. દરમિયાન મોહમ્મદ બસિરુદ્દીન શેખ દ્વારા તેને ત્યાં ટ્યુશન ક્લાસ પર આવતા નવ વર્ષની ઉંમરના બે વિદ્યાર્થીના પરિવાર દ્વારા શિક્ષક મોહમ્મદ બસીરુદ્દીન શેખ સામે બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરતા હોવાની ફરિયાદ નોંધાવી છે.

અન્ય કેટલાક વિદ્યાર્થીઓને પણ પોતાનો શિકાર બનાવ્યો

આ અંગે મળતી વધુ માહિતી મુજબ ઉધનાના શાંતિનગર ખાતે મદરેસાનું ટ્યુશન આપતા શિક્ષક બસીરુદ્દીન શેખ સામે 9 વર્ષના બે વિદ્યાર્થીના પરિવાર દ્વારા ફરિયાદ આપતા જણાવ્યું છે કે, શિક્ષક બંન્ને બાળકોને પોતાના મોબાઈલમાં અશ્લીલ વીડિયો બતાવવામાં આવતા હતા. ત્યારબાદ બન્ને બાળકો સાથે સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરવામાં આવ્યું હતું. બાળકો ટ્યુશન ક્લાસ પર જતા હતા. દરમિયાન આ પ્રકારના અશ્લીલ વિડિયો બતાવવામાં આવતા હતા. ત્યારબાદ તેને અન્ય રૂમમાં લઈ જઈને સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય કરાતું હતું.

છ મહિનાથી હેવાનીયત આચારતો હતો

આ બનાવમાં પોલીસે તપાસ કરતા બાળકોને પુછતાછ કરી હતી જેમાં જાણવા મળ્યુ હતું કે, મદરેસાનો ટ્યુશન ચલાવનાર બસીરૂદ્દીન શેખ બંને બાળકો સાથે છેલ્લા છ મહિનાથી અવારનવાર સૃષ્ટિ વિરુદ્ધનું કૃત્ય આચરતો હતો. મોબાઇલમાં બંને બાળકોને અશ્લીલ વીડિયો બતાવીને તેની સાથે બાંધકામ કરતો હતો. બાળકો વીડિયો જોવાની ના પાડતા હોય ત્યારે શિક્ષક તેમને માર મારવાની અને મારી નાખવાની ધમકીઓ આપતા હતા. આ ઉપરાંત તેમની સાથે શિક્ષક જે પ્રકારે કૃત્ય કરતો હતો. તે તેના પરિવારને કે અન્ય કોઈને પણ કહેશે. તો જાનથી મારી નાખવાની બંને બાળકોને ધમકી આપી હતી.

Back to top button