આંતરરાષ્ટ્રીયટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલબિઝનેસમીડિયા

ટ્રમ્પનો પરિવાર હવે મોબાઇલ ફોનના કારોબારમાં ઉતરશે, ટ્રમ્પ બ્રાન્ડનો લાભ ઉઠાવવાનો પ્રયત્ન

વોશિંગ્ટન, 17 જૂન, 2025: અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનો પરિવાર મોબાઇલ ફોન ઉત્પાદનમાં ઝંપલાવશે. તેનું નામ ટ્રમ્પ મોબાઇલ હશે. આવું પગલું ત્યારે ઉઠાવવામાં આવ્યુ છે જ્યારે ડોનાલ્ડ ટ્રમ્પ અમેરિકાના સર્વોચ્ચ બંધારણીય હોદ્દા પર બિરાજમાન છે.

આ વાત મુદ્દે એવી પણ ટીકા થઇ રહી છે કે તેઓ પોતાના અંગત વ્યાવસાયિક હિતોને લઇને જાહેર નીતિઓને પ્રભાવિત કરી શકે છે. તેને ટ્રમ્પ બ્રાન્ડની લોકપ્રિયતાનો લાભ ઉઠાવવાની દિશામાં વધુ એક પ્રયત્ન કરીકે જોવામાં આવી રહ્યુ છે.

ટ્રમ્પ ઓર્ગેનાઇઝેશનના ઉપાધ્યક્ષ અને ડોનાલ્ડ ટ્રમ્પના પુત્ર એરિક ટ્રમ્પે જણાવ્યુ હતુ કે ટ્રમ્પ મોબાઇલ અમેરિકામાં ઉત્પાદિત ફોન વેચશે અને દેશમાં એક જ કોલ સેન્ટર ચલાવશે. આ નવા મોબાઇલ ફોન અને સેવાને T1 મોબાઇલ નામ આપવામાં આવ્યુ છે.

તેની ઘોષણ મધ્ય પૂર્વમાં અનેક રિયલ એસ્ટેટ સોદાઓ બાદ થઇ છે, જેમાં કતારમાં એક ગોલ્ફ પ્રોજેક્ટનો પણ સમાવેશ થાય છે. ગયા મહિને, તેમના પરિવારે વિયેતનામમાં ગોલ્ફ કોર્સ, હોટલ અને રિયલ એસ્ટેટ પ્રોજેક્ટ્સ માટે 1.5 અબજ ડોલરના ભાગીદારી કરારને મંજૂરી આપી હતી. જોકે, આ સોદા ટ્રમ્પની ચૂંટણી પહેલા શરૂ થયા હતા.

ટ્રમ્પના નામને વ્યવસાયો સાથે જોડવા અંગે અમેરિકાના વ્યાપાર અને રાજકીય વર્તુળોમાં વિવાદોનો એક નવો રાઉન્ડ શરૂ થયો છે. નોંધનીય છે કે મોબાઇલ ફોન કંપનીઓની નિયમનકારી સંસ્થા, ફેડરલ કોમ્યુનિકેશન્સ કમિશને તે મીડિયા સંગઠનોની તપાસ શરૂ કરી છે જે ટ્રમ્પને નાપસંદ છે.

ટ્રમ્પે ભારતમાં આઇફોન ઉત્પાદન પર ટેરિફ લાદવાની ધમકી આપી છે

એરિક ટ્રમ્પે સોમવારે કહ્યું હતું કે ગ્રાહકોએ એવા ફોન મળવા જોઈએ જે સસ્તા હોય અને તેમના મૂલ્યોને અનુરૂપ હોય. કંપની અત્યંત સ્પર્ધાત્મક બજારમાં પ્રવેશી રહી છે. અગાઉ, ડોનાલ્ડ ટ્રમ્પે ભારતમાં આઇફોન ઉત્પાદન પર એપલની ટીકા કરી હતી. ટ્રમ્પે એપલ પર 25 ટકા ટેરિફ લાદવાની ધમકી આપી હતી.

આ પણ વાંચોઃ ગૂગલ પર ભૂલથી પણ ન શોધશો કસ્ટમર કેર નંબર, SBIની ચેતવણી

Back to top button