ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલમીડિયાવર્લ્ડવીડિયો સ્ટોરી

નેપાળમાં UPના પ્રવાસીઓની બસ પડી નદીમાં, 15ના મૃત્યુ

  • ગોરખપુરથી નેપાળ પ્રવાસીઓને લઈ જતી એક ભારતીય બસ શુક્રવારે પોખરા અને કાઠમંડુ વચ્ચે તન્હુ જિલ્લાના અબુખૈરે ખાતે આવેલી મર્સ્યાંગડી નદીમાં પડી

કાઠમંડુ, 23 ઓગસ્ટ: યુપીના ગોરખપુરથી નેપાળ જતા પ્રવાસીઓને લઈ જતી ભારતીય બસ શુક્રવારે પોખરા અને કાઠમંડુની વચ્ચે તન્હુ જિલ્લાના અબુખૈરે ખાતે આવેલી મર્સ્યાંગડી નદીમાં પડી હતી. બસમાં કુલ 43 લોકો મુસાફરી કરી રહ્યા હતા, અત્યાર સુધીમાં 15 મૃતદેહો મળી આવ્યા છે જ્યારે બાકીના લાપતા છે. તમામ મુસાફરો મહારાષ્ટ્રના રહેવાસી હતા. આ બસ ગોરખપુરની કેસરવાણી ટ્રાવેલ્સની હોવાનું કહેવાય છે. બસ ડ્રાઇવર મુર્તઝા ગોરખપુરનો રહેવાસી હતો, તેનું પણ અકસ્માતમાં મૃત્યુ થયું છે.

તાન્હુના એસપી બિરેન્દ્ર શાહીએ જણાવ્યું કે બસ અંબુખૈરેની ગ્રામીણ નગરપાલિકાના વોર્ડ નંબર 2માં સ્થિત આઈન પહારાથી મર્સ્યાંગદી નદીમાં પડી હતી. અબુ ખૈરીનીમાં સ્થાનિક પોલીસ ઓફિસના ઈન્સ્પેક્ટર ઘટનાસ્થળે પહોંચી ગયા છે. સેના અને સશસ્ત્ર દળોને જાણ કરવામાં આવી છે. પોખરાથી કાઠમંડુ જતી બસનો નંબર UP 53 FT 7633 જણાવવામાં આવ્યો છે.

25 જેટલા મુસાફરો હજી પણ નથી મળ્યા

બસમાં ડ્રાઈવર અને કંડક્ટર સહિત 43 લોકો મુસાફરી કરી રહ્યા હોવાની માહિતી પ્રકાશમાં આવી છે. પોલીસ રાહત અને બચાવ માટે પહોંચી ગઈ છે. નેપાળ પોલીસે જણાવ્યું કે બચાવ કાર્ય ચાલી રહ્યું છે. અત્યાર સુધીની માહિતી મુજબ બસમાં મુસાફરી કરી રહેલા તમામ મુસાફરો મહારાષ્ટ્રના છે. 25 જેટલા મુસાફરો હજુ પણ ગુમ છે.

ગોરખપુરથી બુક કરવામાં આવી હતી બસ

મળતી માહિતી પ્રમાણે ચારુ નામના વ્યક્તિએ ગોરખપુર શહેરમાં બબીના હોટલની બાજુમાં સ્થિત કેશરવાણી ટ્રાવેલ્સથી બસ બુક કરાવી હતી. મહારાષ્ટ્રના તમામ મુસાફરો અલ્હાબાદથી બસમાં ચઢ્યા હતા. તમામ મુસાફરો પહેલા ચિત્રકૂટ ગયા અને ત્યાંથી ગોરખપુર થઈને નેપાળ ગયા હતા. કુલ ત્રણ બસ બુક કરવામાં આવી હતી. પ્રવાસી જૂથમાં કુલ 110 લોકો હતા. જે બસમાં અકસ્માત થયો તે 45 સીટર બસ છે. તેમાં 42 મુસાફરો હતા.

આ પણ વાંચો: કોલકાતા રેપ-મર્ડર કેસ વચ્ચે ચર્ચામાં આવી આ વેબ સીરિઝ, ક્રૂરતા જોઈને હૃદય કંપી ઊઠશે

Back to top button