ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા : ભાભરમાં મુશળધાર વરસાદ, દુકાનોમાં પાણી ઘૂસ્યા

Text To Speech
  • દિયોદર, ડીસામાં ઉકળાટ બાદ વરસાદનું આગમન

બનાસકાંઠા 09 જુલાઈ 2024 : બનાસકાંઠા જિલ્લામાં છેલ્લા બે માસથી લોકો કાળજાળ ગરમી નો પ્રકોપ સહન કરી રહ્યા હતા. ત્યારે આજે મંગળવારે વરસાદી વાતાવરણ સર્જાયું હતું. હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લા માં મંગળવારે મેઘરાજાનું મેઘગર્જના સાથે ભાભરમાં મુશળધાર વરસાદ થયો છે. પરીણામે અહીંના માર્ગો ઉપર પાણી ફરી વળ્યા હતા. જેમાં દુકાનોમાં પાણી ઘુસી ગયા હતા. જેથી દુકાનદારોની દુકાનોમાં પડેલા માલ સામાન ને નુકશાન થવા પામ્યું હોવાના અહેવાલ છે. જ્યારે દિયોદર અને ડીસામાં પણ વરસાદનું આગમન થયું હતું. સતત ગરમીથી ત્રાસી ગયેલા લોકો વરસાદના આગમન ને લઈ ખુશીનો માહોલ સર્જાયો છે. જિલ્લા ના શહેર અને ગ્રામ્ય ના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ થતાં વાતાવરણ મહદઅંશે ખુશનુંમાં બન્યું હતું. જોકે હજુ ઉકળાટ યથાવત રહ્યો છે. પરંતુ વરસાદી વાતાવરણ સર્જાતા હવે લોકોને થોડા દિવસોમાં ગરમીથી રાહત મળશે તેવો આશાવાદ સેવી રહ્યા છે. ભાભરમાં સાંજે ૪ થી ૬ દરમિયાન ૮૫ મીમી., દિયોદરમાં ૨૦ મીમી. અને કાંકરેજના ૬ મીમી. વરસાદ નોંધાયો છે.

આ પણ વાંચો : બનાસકાંઠા: પાલનપુરની મહેતા કૉલેજમાં કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામનું આયોજન કરાયું 

Back to top button