ઉત્તર ગુજરાતગુજરાત

બનાસકાંઠા: પાલનપુરની મહેતા કૉલેજમાં કેરિયર ગાઇડન્સ પ્રોગ્રામનું આયોજન કરાયું

Text To Speech

બનાસકાંઠા 09 જુલાઈ 2024 : બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આર. આર. મહેતા સાયન્સ કોલેજ અને સી. એલ. પરીખ કોમર્સ કોલેજ પાલનપુર દ્વારા સંચાલિત પ્લેસમેન્ટ સેલ દ્વારા કેરિયર કાઉન્સેલિંગ ગાઈડન્સ પ્રોગ્રામ નું આયોજન કરવામાં આવેલ હતું. આ કાર્યક્રમમાં નવપ્રીત સહાની તજજ્ઞ તરીકે બીએસસી સેમ 5 અને બીકોમ સેમ 5 ના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપેલ હતું. આ માર્ગદર્શનમાં ઇન્ટરવ્યૂ કેવી રીતે આપવા.

આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ પાસેથી જુદા જુદા પ્રકારનો ફીડબેક લેવામાં આવ્યો હતો. તેમાં વિદ્યાર્થીઓને કોમ્પ્યુટર, જનરલ નોલેજ, તથા ગ્રેજ્યુએટ થયા પછી કેવી રીતે ઇન્ટરવ્યૂ નો સામનો કરશો તેમજ જુદા જુદા વિભાગમાં નોકરીની કેવી તકો છે. તેની સમજૂતી આપેલ આ સમગ્ર કાર્યક્રમનું સંચાલન ભૌતિકશાસ્ત્ર વિભાગના પી. વી. મોઢ તથા BKDKM મેનેજમેન્ટના H. R. સિદ્ધાર્થ પઢિયાર દ્વારા કરવામાં આવેલ હતું. આ ઉપરાંત કોમર્સ ફેકલ્ટીના પ્રાધ્યાપક એસ. એન. જયસ્વાલ પણ સહયોગ આપેલ હતો. તેમજ આ કાર્યક્રમ નુ માર્ગદર્શન સાયન્સ કોમર્સ કોલેજના પ્રિન્સિપાલ ડો. વાય. બી. ડબગરે કર્યું હતું.

આ પણ વાંચો : ભાજપના મળતીયાઓએ અધિકારીઓ પર દબાણ કરીને 30 વર્ષથી કચ્છને લૂંટવાનું કામ કર્યું છે: ઈસુદાન ગઢવી

Back to top button