ગુજરાતધર્મફોટો સ્ટોરીવિશેષ

શ્રી રામ મંદિરની આજની તાજી ભવ્ય તસવીરો જારી કરવામાં આવી

અયોધ્યા, 24 ડિસેમ્બર 2023 : શ્રી રામમંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા રવિવારે 24 ડિસેમ્બરના રોજ મંદિરની નવી તસવીરો જારી કરવામાં આવી હતી.

શ્રી રામમંદિર - HDNews
શ્રી રામ મંદિરઃ ફોટોઃ @ShriRamTeerth

શ્રીરામ જન્મસ્થળ ખાતે નિર્માણ પામી રહેલા રામલલાના ભવ્ય મંદિરમાં આગામી પોષ સુદ 12, સંવત 2080 (22 જાન્યુઆરી, 2024) ના રોજ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ થવાનો છે ત્યારે દેશભરના રામભક્તોને રોજેરોજ ઉત્સુકતા રહે છે કે, મંદિરનું નિર્માણકાર્ય કેટલે પહોંચ્યું હશે? ઘણાને એવો પ્રશ્ન પણ થતો રહે છે કે, શું ખરેખર આવતા મહિને મંદિર તૈયાર થઈ જશે ખરું? ત્યારે આજે શ્રી રામમંદિર તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા નિર્માણાધિન મંદિરની તાજી ભવ્ય તસવીરો તેમજ આપવામાં આવી રહેલા અંતિમ ઓપના વીડિયો પણ જારી કરવામાં આવ્યા હતા.

આ અગાઉ, તીર્થક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અયોધ્યામાં સાધુ-સંતો સહિત અન્ય ભક્તજનો માટે જે વ્યવસ્થા કરવામાં આવી રહી છે તેના વિશે પણ વિસ્તૃત જાણકારી આપી હતી. (વાંચો અહીં નીચે)

શ્રી રામમંદિર - HDNews
શ્રી રામ મંદિરઃ ફોટોઃ @ShriRamTeerth

આ પણ વાંચોઃ ગુજરાત સરકાર અયોધ્યામાં રામમંદિરની નજીકમાં વિશાળ યાત્રી ભવન બનાવશેઃ મુખ્યમંત્રીની જાહેરાત

Back to top button