આજે મહાઅષ્ટમીઃ વર્ષો બાદ ગ્રહોનો અદ્ભુત સંયોગ કોની કિસ્મત ચમકાવશે?


ચૈત્ર નવરાત્રિની મહાઅષ્ટમી આ વર્ષે ખુબ ખાસ માનવામાં આવી રહી છે, કેમકે આ વર્ષે મહાઅષ્ટમી પર અદ્ભુત સંયોગ બની રહ્યો છે. આ સંયોગ 700 વર્ષ બાદ બની રહ્યો છે. મહાઅષ્ટમી આ વખતે 29 માર્ચે છે. વૈદિક જ્યોતિષ મુજબ મહાઅષ્ટમીના દિવસે છ મોટા ગ્રહ ચાર રાશિઓમાં વિરાજમાન થશે. જેના પ્રભાવથી આ મહાસંયોગનું નિર્માણ થશે.
ચૈત્ર નવરાત્રિની અષ્ટમી પર આ મહાસંયોગ
ગુરુ હાલમાં પોતાની રાશિ મીનમાં છે. તે 28 માર્ચના રોજ મીન રાશિમાં અસ્ત થશે. મેષ રાશિમાં બુધનું ગોચર થવા જઇ રહ્યું છે. 31 માર્ચના રોજ બુધ મેષ રાશિમાં પ્રવેશશે. સુર્ય પણ મીન રાશિમાં બિરાજમાન છે. શનિ સ્વરાશિ કુંભમાં બિરાજમાન છે. શુક્ર અને રાહુ મેષ રાશિમાં બિરાજમાન રહેશે. ગ્રહોના આ મહાસંયોગથી કેટલાય રાજયોગોનું નિર્માણ થવા જઇ રહ્યું છે. જેમાં માલવ્ય, કેદાર, હંસ અને મહાભાગ્ય યોગનું નિર્માણ થશે. માલવ્ય યોગનું નિર્માણ મેષ રાશિમાં શુક્ર ગોચર કરવાથી થઇ રહ્યું છે. મીન રાશિમાં હંસ યોગ અને મહાભાગ્ય યોગનું નિર્માણ થઇ રહ્યું છે. આ રાજયોગના નિર્માણથી ઘણી રાશિના જાતકોને વિશેષ લાભ થશે.
આ રાશિના જાતકોને લાભ થશે
મિથુન રાશિના જાતકોને આ સ્થિતિનો ભરપુર લાભ મળશે. આ સમયગાળામાં તેમને સારા સમાચાર મળી શકે છે. નોકરી-ધંધા-વેપારમાં લાભ થશે. કર્ક રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થશે. રોજગાર શોધતા લોકોને રોજગારી મળશે. કાર્યસ્થળ પર સમય સારો રહેશે. કન્યા રાશિના જાતકો માટે આ સમયગાળો શુંભ રહેશે. નોકરિયાત વર્ગને નવા અવસરો મળશે. મીન રાશિના જાતકોના માન-સન્માનમાં વૃદ્ધિ થસે. વેપારીઓ માટે તેમજ નોકરિયાતો માટે સારો સમય છે. આરોગ્ય સારુ રહેશે. પેન્ડિંગ કામ પુરા થશે.
આ પણ વાંચોઃ શું તમે પણ 15-15 મિનિટે સોશિયલ મીડિયા ચેક કરો છો? જાણો તેના નુકશાન