ટ્રેન્ડિંગધર્મ

ચૈત્ર નવરાત્રિઃ ઘરમાં અખંડ દીવો રાખતા હો તો આટલી બાબતોનું ધ્યાન રાખો

ચૈત્ર નવરાત્રિ શરૂ થઇ ચુકી છે અને આ નવ દિવસ માં દુર્ગાના નવ સ્વરૂપોની પુજા કરવામાં આવે છે. નવરાત્રિના પ્રથમ દિવસથી જ ઘણા ઘરમાં અખંડ જ્યોતિ પ્રગટાવવામાં આવે છે. અખંડ જ્યોતિ જ્યારે કરીએ છીએ ત્યારે તેને નવ દિવસ સુધી પ્રગટાવેલી રાખવામાં આવે છે. અખંડ જ્યોતિ માત્ર દીપક નથી તે ભક્તિનો પ્રકાશ હોય છે. તે નવ દિવસ સુધી માતાને અર્પિત કરવામાં આવે છે. તે આપણા મનના અંઘકારને દુર કરે છે. માં દુર્ગાના આશીર્વાદથી આપણને સંપુર્ણ જ્ઞાન મળી શકે તે માટે અખંડ જ્યોતિ પ્રજવલ્લિત કરવામાં આવે છે. શાસ્ત્રોમાં નવરાત્રિની અખંડ જ્યોતિ કરવાના કેટલાક નિયમો જણાવાયા છે. આ નિયમોનું ધ્યાન રાખીને અખંડ જ્યોતિ પ્રજ્વલ્લિત કરશો તો તેનું સંપુર્ણ ફળ પ્રાપ્ત થશે.

ચૈત્ર નવરાત્રિઃ ઘરમાં અખંડ દીવો રાખતા હો તો આટલી બાબતોનું ધ્યાન રાખો hum dekhenge news

શું છે અખંડ જ્યોતનું મહત્ત્વ

અખંડ દીપક પ્રગટાવવાથી મનવાંછિત ફળ મળે છે અને માં દુર્ગાના પરિવાર પર આશીર્વાદ પ્રાપ્ત થાય છે. ઘરના કંકાશ, કલેશ દુર થાય છે. વાસ્તુ દોષ પણ દુર થાય છે. શાસ્ત્રોમાં જણાવાયુ છે કે નવરાત્રિમાં અખંડ જ્યોત સામે જપ કરવાથી વ્યક્તિને હજાર ગણુ ફળ પ્રાપ્ત થાય છે.

નવરાત્રિમાં અખંડ જ્યોતિ માટે જરૂર પાળો આ નિયમો

  • અખંડ જ્યોતિ પ્રગટાવતા પહેલા માતાની સામે મનમાં જ્યોત પ્રગટાવવાનો સંકલ્પ કરો અને માં પાસે આ સંકલ્પ પુર્ણ કરવાના આશીર્વાદ માંગો. હાથ જોડીને શિવ, પાર્વતી અને ગણેશજીની આરાધના કરો.
  • અખંડ જ્યોતબે ચોકી પર લાલ કપડુ બિછાવીને અથવા પાટા પર રાખીને સળગાવો. અખંડ દીપક જો માં સામે જમીન પર રાખવાનો હોય તે તેની નીચે અષ્ટદળ બનાવો અને પછી દીપક પ્રગટાવો. અષ્ટદળ હંમેશા પીળા ચોખા અથવા ગુલાલથી બનાવો.

ચૈત્ર નવરાત્રિઃ ઘરમાં અખંડ દીવો રાખતા હો તો આટલી બાબતોનું ધ્યાન રાખો hum dekhenge news

  • અખંડ જ્યોતિનો મતબલ છે કે જે ખંડિત ન હોય અથવા તો જે સ્ટોપ થયા વગર ચાલતું રહે. નવરાત્રિમાં ઘણા લોકો 9 દિવસ સુધી ઘરમાં માતા દુર્ગાની સામે અખંડ જ્યોત પ્રગટાવે છે. આવી સ્થિતિમાં લોકોએ સાત્વિકતાનું પાલન કરવું જોઈએ. ઘરમાં એવું કોઈ કામ ન કરો જેનાથી ઘરની પવિત્રતા ભંગ થાય.
  • અખંડ જ્યોત જ્યોતિષ શાસ્ત્ર અનુસાર અખંડ જ્યોતિ અખંડ આસ્થાનું પ્રતિક છે. આવી સ્થિતિમાં માતાની સામે શુદ્ધ ઘીનો એક નાનો અને મોટો દીવો પ્રગટાવવો જોઈએ. અખંડ જ્યોતિમાં ઘી નાખતી વખતે અથવા તો બીજુ કંઈક કરતી વખતે જો જ્યોત ઓલવાઈ જાય તો નાના દીવાની જ્યોતથી તેને ફરીથી પ્રગટાવી શકાય છે.
  • એવું માનવામાં આવે છે કે દીવા અથવા અગ્નિની સામે મંત્રનો જાપ કરવાથી હજારો ગણું વધુ ફળ મળે છે. જણાવી દઈએ કે ઘીનો દીવો દેવીની જમણી બાજુ અને તેલનો દીવો દેવીની ડાબી બાજુએ મૂકવામાં આવે છે.
  • અખંડ જ્યોત એવી જગ્યાએ રાખો. જ્યાં જ્યોતને હવા ઓછી લાગે. જેનાથી તે ઓલવાવાનો ભય રહેશે નહીં.
  • જ્યાં સુધી ઘરમાં અખંડ જ્યોત પ્રજ્વલિત હોય ત્યાં સુધી ઘરના તમામ સભ્યોએ સાત્વિક ધર્મનું પાલન કરવું જોઈએ. બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરવું જોઈએ.

ચૈત્ર નવરાત્રિઃ ઘરમાં અખંડ દીવો રાખતા હો તો આટલી બાબતોનું ધ્યાન રાખો hum dekhenge news

અહીં ના રાખો અખંડ જ્યોત

ઘરમાં બાથરૂમ કે શૌચાલયની આસપાસ અખંડ જ્યોતિ ન રાખવી. આ દરમિયાન ઘરને તાળું ન લગાવો અને અખંડ જ્યોતને એકલી ન છોડો. ઘરમાં કોઈક સભ્ય હોવો જોઈએ. શક્ય હોય તો અખંડ જ્યોતિ અગ્નિ ખુણામાં રાખવી જોઇએ. તેનુ સ્થાન વારંવાર બદલતા ન રહેવું જોઇએ.

આ પણ વાંચોઃ હવે બાગેશ્વર ધામ પર ફિલ્મ બનશે,આ ફિલ્મ નિર્માતાએ કરી જાહેરાત

Back to top button