વિશ્વભરની મહિલાઓ માટે પ્રેરણાસ્ત્રોત કલ્પના ચાવલાની આજે જન્મજયંતી
- હરિયાણાના કરનાલમાં જન્મેલી કલ્પના ચાવલા ભારતીય મૂળના મહાન વિજ્ઞાનીઓમાંથી એક, જેણે અંતરિક્ષમાં જઈને ઈતિહાસ રચ્યો
નવી દિલ્હી, 17 માર્ચ: હરિયાણામાં જન્મેલી કલ્પના ચાવલા ભારતીય મૂળના મહાન વિજ્ઞાનીઓમાંથી એક છે. કલ્પના ચાવલને તેમના જીવનમાં માત્ર એક જ નહીં પરંતુ બે વાર અવકાશમાં જવાની તક મળી હતી. પરંતુ બીજી વખત જ્યારે તેનું અવકાશયાન અવકાશમાંથી પરત ફરી રહ્યું હતું ત્યારે તે ક્રેશ થઈ ગયું હતું. કલ્પના ચાવલાનો જન્મ હરિયાણાના કરનાલમાં 17 માર્ચ, 1962ના રોજ થયો હતો. આજે કલ્પના ચાવલાની 62મી જન્મજયંતિ છે. કલ્પના ભારતીય મૂળની મહિલા હતી, જેણે અંતરિક્ષમાં જઈને ઈતિહાસ રચ્યો હતો. કહેવાય છે કે કલ્પના ચાવલાનું બાળપણથી જ હવામાં ઉડવાનું સપનું જોયું હતું. આ સપનું સાકાર કરવા માટે તેણે પોતાનું આખું જીવન સમર્પિત કરી નાખ્યું. હરિયાણાની રહેવાસી ભારતીય-અમેરિકન મહિલા કલ્પના ચાવલાએ પોતાના જીવનમાં એક નહીં પરંતુ બે વાર અવકાશની સફર કરી હતી. લોકોને આવી તક ભાગ્યે જ મળે છે.
View this post on Instagram
કલ્પના ચાવલાનો જન્મ હરિયાણાના કરનાલમાં થયો હતો
કલ્પના ચાવલાનો જન્મ 17 માર્ચ 1962ના રોજ હરિયાણાના કરનાલમાં થયો હતો. તેમની માતાનું નામ સંજયોતિ ચાવલા અને પિતાનું નામ બનારસીલાલ ચાવલા હતું. કલ્પના ચાવલાને બાળપણથી જ વાંચન અને લેખનનો શોખ હતો. જેથી તેણી તેના વર્ગમાં હંમેશા ટોપ પર આવતી હતી. તેના માતા-પિતા ઈચ્છતા હતા કે તેમની પુત્રી શિક્ષક બને. પરંતુ કોણ જાણતું હતું કે એક દિવસ તેમની પુત્રી પૃથ્વીને જોશે, પરંતુ હજારો માઇલ ઉપરથી એટલે કે અવકાશમાંથી. કલ્પના ચાવલાએ બાળપણમાં જ અવકાશ વિજ્ઞાનની દુનિયામાં પ્રવેશવાનું મન બનાવી લીધું હતું.
1988માં નાસા માટે કામ શરૂ કર્યું
જ્યારે કલ્પના ચાવલાએ તેનું ગ્રેજ્યુએશન પૂરું કર્યું ત્યારે તે વધુ અભ્યાસ માટે અમેરિકા ગઈ હતી.અહેવાલો મુજબ, વર્ષ 1984માં તેણીએ અમેરિકાથી એરોસ્પેસ એન્જિનિયરિંગમાં માસ્ટર ડિગ્રી પ્રાપ્ત કરી હતી. આ પછી, વર્ષ 1988માં તેમણે PHDની ડિગ્રી પણ મેળવી હતી. વર્ષ 1988 એ જ સમય હતો જ્યારે કલ્પનાએ વિશ્વની નંબર 1 સ્પેસ એજન્સી NASA માટે કામ કરવાનું શરૂ કર્યું હતું. તેમની સખત મહેનતના કારણે વર્ષ 1994માં તેમને અવકાશ મિશન માટે પસંદ કરવામાં આવ્યા હતા. એટલે કે તેમને અવકાશમાં મુસાફરી કરવાની હતી.
કલ્પના ચાવલાએ એક નહીં પરંતુ બે વાર અંતરિક્ષની યાત્રા કરી
આ બધામાં સૌથી ખાસ વાત એ હતી કે, કલ્પના ચાવલ એ મહિલા હતી જેમણે એક નહીં પરંતુ બે વખત અવકાશની સફર કરી હતી. આવી તક બહુ ઓછા લોકોને મળે છે. વર્ષ 1997માં, તેમની પ્રથમ વખત અવકાશ ઉડાન માટે પસંદગી કરવામાં આવી હતી. તેમની પ્રથમ ફ્લાઇટ 19 નવેમ્બરથી 5 ડિસેમ્બર સુધી ચાલી હતી. આ પછી, વર્ષ 2003માં તેણી ફરીથી અવકાશમાં ગઈ. આ સમય દરમિયાન, તેમણે કોલંબિયા શટલ પર બીજી વખત અવકાશમાં ઉડાન ભરી. 16 દિવસ સુધી ચાલેલું આ અભિયાન 1 ફેબ્રુઆરીએ પૂરું થવાનું હતું. પરંતુ આ દરમિયાન અકસ્માત સર્જાયો હતો. હકીકતમાં, કલ્પના ચાવલા જે વાહન દ્વારા અવકાશમાં ગઈ હતી તે પૃથ્વી પર પરત ફરતી વખતે ક્રેશ થઈ ગયું હતું. જેના કારણે કલ્પના ચાવલા સહિત કુલ 6 વિજ્ઞાનીના મૃત્યુ થયા હતા. ઉલ્લેખનીય છે કે, કલ્પના ચાવલાને તેમના યોગદાન માટે ઘણા પુરસ્કારો અને સન્માન મળ્યા છે અને આજે પણ વિશ્વભરની મહિલાઓ માટે એક પ્રેરણાસ્ત્રોત સાબિત થઈ રહી છે.
આ પણ જુઓ: મહિલા મતદાર અને ફર્સ્ટ ટાઇમ વોટર્સ વધ્યા, જાણો લોકસભા ચૂંટણી અંગેના જરૂરી આંકડા