ટોપ ન્યૂઝટ્રેન્ડિંગનેશનલ

નંદીગ્રામથી ચૂંટણી નહીં લડે મમતા, ભવાનીપુરમાં સુવેન્દુ સાથે મુકાબલો, TMCના તમામ 291 ઉમેદવારોની યાદી જાહેર

West Bengal Elections 2026: તૃણમૂલ કોંગ્રેસ (TMC) એ પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે પોતાના ઉમેદવારોની યાદી જાહેર કરી છે. TMC બંગાળ વિધાનસભાની 294 બેઠકોમાંથી 291 બેઠકો પર ચૂંટણી લડશે, જ્યારે બાકી 3 સીટ પર અનિત થાપા નેતૃત્વવાળી BGPM દાર્જિલિંગની પહાડીઓમાં ચૂંટણી લડશે. મમતા બેનર્જી આ વખતે નંદીગ્રામમાંથી ચૂંટણી નહીં લડે. તેઓ આ વખતે ભવાનીપુરથી મેદાનમાં ઉતરી રહી છે. ભાજપે ભવાનીપુરથી અને નંદીગ્રામમાંથી સુવેન્દુ અધિકારીને મેદાનમાં ઉતાર્યા છે.

મુખ્યમંત્રી મમતા બેનર્જીએ દાવો કર્યો કે બંગાળમાં 2026 ની વિધાનસભા ચૂંટણીમાં TMC 226 થી વધુ બેઠકો જીતશે.

પ્રેસ કોન્ફરન્સમાં મમતા બેનર્જીએ ચૂંટણી પંચ પર નિશાન સાધ્યું અને કહ્યું કે ચૂંટણી પંચ ભાજપ વતી સારી રમત રમી રહ્યું છે, તેમણે સીધા ભાજપ માટે પ્રચાર કરવો જોઈએ.

TMC ઉમેદવારોની યાદી જાહેર કરતી વખતે, બંગાળના મુખ્યમંત્રીએ કહ્યું કે ચૂંટણી પંચ ભાજપના ઇશારે અધિકારીઓની બદલી કરી રહ્યું છે. જો કંઈ પણ અનિચ્છનીય ઘટના બને તો ચૂંટણી પંચ અને ભાજપ જવાબદાર રહેશે. તેમણે કહ્યું કે ઈદ પહેલા જ વરિષ્ઠ અધિકારીઓની બદલી કરવામાં આવી રહી છે. શું બંગાળ ચૂંટણી પહેલા હિંસા ભડકાવવાનો કોઈ ઈરાદો છે?

Latest and Breaking News on NDTV

15 માર્ચે ચૂંટણી કમિશને પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણી માટે કાર્યક્રમની જાહેરાત કરી હતી. બંગાળમાં આ વખતે ચૂંટણી બે તબક્કામાં યોજાશે, જેમાં મતદાન માટે 23 અને 29 એપ્રિલની તારીખ નક્કી કરવામાં આવી છે. જ્યારે મતગણતરી 4 મેના રોજ થશે.

અહીં જુએ ઉમેદવારોનું લિસ્ટ…

1013762923-AITC-Candidate-List-2026

આ પણ વાંચો: મધ્યપ્રદેશમાં ગેસ સંકટ વચ્ચે કલેક્ટરની અનોખી સલાહ, કહ્યું, “રોટલી-પરોઠા ન ખાઓ, ગેસની બચત થશે”

Back to top button