CSK-MI માટે ટાઈટલ જીતનાર ખેલાડીએ 16 વર્ષથી RCB ટ્રોફી ન જીતી શક્યું તેનું બતાવ્યું કારણ, જૂઓ વીડિયો
- IPL 2024માં RCBએ પોતાની ચાર મેચમાંથી ત્રણે મેચમાં હારનો સામનો કર્યો
HD ન્યૂઝ ડેસ્ક, 3 એપ્રિલ: RCBની ટીમના IPL 2024માં પણ એજ હાલ છે જે છેલ્લા 16 વર્ષથી છે. ટીમે IPL 2024માં ચાર મેચ રમી છે જેમાંથી ત્રણમાં તેને હારનો સામનો કરવો પડ્યો છે. RCBની ટીમ હાલ 9મા નંબર પર છે. આરસીબીને તેની છેલ્લી મેચ ઘર આંગણે લખનૌ સુપર જાયન્ટ્સની ટીમે 28 રને પરાજય આપ્યો હતો. આ મેચમાં પણ આરસીબીના બોલરો અને બેટ્સમેનો કંઈ ખાસ પ્રદર્શન કરી શક્યા ન હતા. હવે મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ખિતાબ જીતનાર અંબાતી રાયડુએ RCB ટીમને લઈને એક મોટી વાત કહી છે.
આ કારણે નથી જીતી શક્યું RCB ટ્રોફી
લખનૌ સુપર જાયન્ટ્સ સામેની મેચ હાર્યા બાદ અંબાતી રાયડુએ કહ્યું કે મને લાગે છે કે RCBની બોલિંગ ઠીક નથી, કેમકે તે હંમેશા વધુ રન આપે છે અને પછી બેટ્સમેનો સારો દેખાવ કરી શકતા નથી. જ્યારે પણ મુશ્કેલ પરિસ્થિતિ હોય છે, ત્યારે યુવા ભારતીય બેટ્સમેનો બેટિંગ કરતા હોય છે. પરંતુ તેમના પ્રખ્યાત ખેલાડીઓને પેવેલિયનમાં રાખવામાં આવે છે. આવું માત્ર લખનૌ સુપર જાયન્ટ્સની મેચમાં જ નથી થઈ રહ્યું. છેલ્લા 16 વર્ષથી આ જ વાર્તાનું પુનરાવર્તન થઈ રહ્યું છે અને આજ કારણથી આ લોકો આટલા વર્ષોથી IPL ટ્રોફી જીતી શક્યા નથી.
અહીં જૂઓ અંબાતી રાયડુનો વીડિયો:
Decoding why RCB haven’t won an ipl trophy yet.
Who is agreeing with @RayuduAmbati.
He is spitting facts here. #RCBvLSG #RCBvsSRH #RCBvsCSK #RoyalChallengersBengaluru #ViratKohli pic.twitter.com/Vg7rL1uAXN— RCB_2024IPL (@cric_uneeb) April 3, 2024
લખનૌ સુપર જાયન્ટ્સની સામે વિરાટ કોહલી, ડુપ્લેસીસ, ગ્લેન મેક્સવેલ અને દિનેશ કાર્તિક જેવા અનુભવી ખેલાડીઓ પણ સારું પ્રદર્શન કરી શક્યા ન હતા. આ ખેલાડીઓના વહેલા આઉટ થવાને કારણે પાછળથી આવતા બેટ્સમેન પર દબાણ વધે છે અને તેના જ કારણે RCBનું બેટિંગ પ્રદર્શન ખરાબ થઈ જાય છે અને મેચ હાથમાંથી જતી રહે છે.
રાયડુએ ચેન્નાઈ અને મુંબઈ માટે જીતી હતી ટ્રોફી
અંબાતી રાયડુ IPLમાં મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને ફ્રેન્ચાઈઝી માટે રમ્યો છે અને ટીમો માટે ખિતાબ જીત્યો છે. રાયડુએ વર્ષ 2013, 2015, 2017માં મુંબઈ માટે IPL ટ્રોફી જીતી છે. આ પછી તેણે વર્ષ 2018, 2021, 2023માં CSK માટે IPL ટાઇટલ જીત્યું છે. તેણે 175 IPL મેચોમાં 3916 રન બનાવ્યા છે જેમાં 1 સદી અને 21 અડધી સદી સામેલ છે.
RCB ત્રણ વખત IPLની ફાઇનલમાં પહોંચ્યું
RCBની ટીમ 2008થી IPLમાં રમી રહી છે. પરંતુ ટીમ એક વખત પણ IPL ટ્રોફી જીતવામાં સફળ રહી નથી. ટીમ ત્રણ વખત (2009, 2011, 2016) આઈપીએલ ફાઇનલમાં જગ્યા બનાવી ચૂકી છે. પરંતુ દરેક વખતે આરસીબીને હારનો સામનો કરવો પડ્યો છે.
આ પણ વાંચો: BCCIએ IPL 2024ના સમયપત્રકમાં કર્યો ફેરફાર, આ 2 મેચોની તારીખો બદલાઈ